Divya Bhaskar

Home » National News » Latest News » National » કર્ણાટક ચૂંટણી પર ભાસ્કર ગ્રુપનું ખાસ વિશ્લેષણ | Bhaskar group special analysis on Karnataka Election By Navneet Gurjar

કર્ણાટક ચૂંટણી પર ભાસ્કર વિશ્લેષણઃ રાહુલના રોષ પર મોદીનું અગ્રેશન ભારે

Divyabhaskar.com | Updated - May 15, 2018, 01:10 PM

મોદીએ એગ્રેશનની સાથે કર્ણાટકની ચૂંટણી લડી. રાહુલ ગાંધી માત્ર ગુસ્સો દર્શાવી શક્યા.

 • કર્ણાટક ચૂંટણી પર ભાસ્કર ગ્રુપનું ખાસ વિશ્લેષણ | Bhaskar group special analysis on Karnataka Election By Navneet Gurjar
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  બીજેપી-એનડીએ ચાર વર્ષમાં 8થી વધી 21 રાજ્યો સુધી પહોંચી ગઈ (ફાઈલ)

  નેશનલ ડેસ્કઃ કોંગ્રેસના હાથમાંથી કર્ણાટક જેવું મોટું રાજ્ય સરકી ગયું. મોદીના વડાપ્રધાન બન્યા બાદ કોંગ્રેસ 14થી ઘટીને 3 રાજ્યોમાં સમેટાઈ ગઈ. બીજેપી-એનડીએ ચાર વર્ષમાં 8થી વધી 21 રાજ્યો સુધી પહોંચી ગઈ. મોદીએ એગ્રેશનની સાથે કર્ણાટકની ચૂંટણી લડી. રાહુલ ગાંધી માત્ર ગુસ્સો દર્શાવી શક્યા. આ ચૂંટણી પરિણામો પર વાંચો, નેશનલ એડિટર નવનીત ગુર્જરનું વિશ્લેષણ...

  1) કર્ણાટકમાં કોંગ્રેસ કેમ હારી?


  એન્ટી ઇન્કમ્બન્સી.

  2) એ તો ગુજરાતમાં પણ હતી?


  એના કારણે જ તો ત્યાં બીજેપી મુશ્કેલીથી જીતી શકી હતી. લોકો તેને રાહુલ ગાંધીનું પર્ફોમન્સ સમજી રહ્યા હતા, પરંતુ એવું નહોતું.

  3) કર્ણાટકમાં બીજા શું કારણ રહ્યા?


  અગ્રેશન. મોદી જે બોલે છે, તે અગ્રેશન છે. રાહુલ જે બોલે છે, તે ગુસ્સો છે. લોકો ગુસ્સો નહીં, અગ્રેશન પસંદ કરે છે. મોદીનું આ અગ્રેશનને પ્રચલિત કરવામાં મનમોહનસિંહનો મોટો ફાળો રહ્યો. તે દસ વર્ષ સુધી અકળ મૌન સાધતા રહ્યા. તેના કારશણે વધુ બોલનારા મોદી વડાપ્રધાન તરીકે વધુ પસંદ કરવામાં આવ્યા.

  4) તેની અસર?


  લોકસભા ચૂંટણીમાં કર્ણાટકની જીતનો કોઈ ખાસ અસર નહીં પડે. હા, જ્યાં જે પાર્ટીની સરકાર હોય છે, ત્યાં તેને સામાન્ય રીતે લોકસભા સીટો વધુ મળે છે. પરંતુ રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં જ્યાં મોટાભાગની સીટો બીજેપી પાસે છે, ત્યાં નુકસાન નક્કી છે. બીજેપી આ નુકસાનને કેટલું ઓછું કરી શકે છે, તે તેની કાબેલિયત હશે.

  5) ચાર રાજ્યોની ચૂંટણી પર તેની અસર?


  આની અસર ચાર રાજ્યોની ચૂંટણી પર એકદમ સ્પષ્ટ રીતે નહીં દેખાતી. મિઝોરમમાં કોંગ્રેસ રહે કે જાય, કોઈ ફરક નથી પડતો. બીજેપીને તો બિલકુલ નહીં. હા, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં બીજેપી માટે પડકાર છે. મધ્ય પ્રદેશ, છત્તીસગઢમાં બીજેપી જેમ-તેમ કરીને જીતી પણ જાય કારણ કે અહીં કોંગ્રેસની તાકાત વિખેરાઈ ગઈ છે. એમપીમાં કોઈ પણ મોટો કોંગ્રેસી એકબીજાની સાથે નથી. છત્તીસગઢમાં જોગીથી અલગ થવાથી કોંગ્રેસ નબળી થઈ ગઈ છે. રાજસ્થાનમાં બીજેપીનું જીતવું મુશ્કેલ છે. બીજેપી જો ગહેલોત અને પાયલટમાં ફુટ પડાવે તો ટિકિટની ફાળવણી ઠીક ન થાય તો જ બીજેપીને સારા સમાચાર મળી શકે છે.

 • કર્ણાટક ચૂંટણી પર ભાસ્કર ગ્રુપનું ખાસ વિશ્લેષણ | Bhaskar group special analysis on Karnataka Election By Navneet Gurjar
  કર્ણાટક ચૂંટણીમાં નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીએ પૂરી તાકાત લગાવી હતી (ફાઈલ)
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending