80નું પેટ્રોલ, 800 રૂપિયાનો ગેસ, જાણે કઈ દુનિયામાં છે PM- રાહુલ ગાંધી

GSTથી લઈને રાફેલ પર મોદીજીએ એક નિવેદન પણ નથી આપ્યું- રાહુલ ગાંધી
GSTથી લઈને રાફેલ પર મોદીજીએ એક નિવેદન પણ નથી આપ્યું- રાહુલ ગાંધી
રામલીલા મેદાનમાં વિપક્ષના ધરણામાં UPA ચેરપર્સન સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સહિતના નેતાઓ પહોંચ્યા છે
રામલીલા મેદાનમાં વિપક્ષના ધરણામાં UPA ચેરપર્સન સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સહિતના નેતાઓ પહોંચ્યા છે
ધરણાંમાં રાહુલ ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ
ધરણાંમાં રાહુલ ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ
Bharat Bandh Congress and other opposition leaders slap on Government

પેટ્રોલ-ડીઝલની વધતી કિંમત અને મોંઘવારીના વિરોધમાં આજે કોંગ્રેસ દ્વારા ભારત બંધનું એલાન કરાયું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં આ બંધની જાહેરાત કરાઈ છે, ત્યારે તેઓ રાજઘાટ પહોંચ્યા છે. રાહુલ ગાંધી માનસરોવરની યાત્રા પર ગયા હતા

Divyabhaskar.com

Sep 10, 2018, 02:46 PM IST

નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલની વધતી કિંમત અને મોંઘવારીના વિરોધમાં આજે કોંગ્રેસ દ્વારા ભારત બંધનું એલાન કરાયું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં આ બંધની જાહેરાત કરાઈ છે, ત્યારે તેઓ રાજઘાટ પહોંચ્યા છે. રાહુલ ગાંધી માનસરોવરની યાત્રા પર ગયા હતા જ્યાંથી પરત ફરીને સીધા તેઓ સમર્થન માટે રસ્તા પર ઉતરી આવ્યાં છે.

કોંગ્રેસ અધ્યક્ષે રાજઘાટ પહોંચીને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી અને તેઓએ કૈલાશ ઝીલ પરથી લાવેલાં જળને બાપૂની સમાધિ પર ચડાવ્યું હતું. જે બાદ તેઓએ માર્ચની આગેવાની કરી, રાહુલ ગાંધીની સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સહિત વિપક્ષના અનેક નેતાઓ પણ રાજઘાટ મોંઘવારી વિરૂદ્ધ માર્ચ કાઢી રામમેદાન પહોંચ્યા હતા. વિપક્ષના તમામ નેતા અહીં ધરણાં પર બેઠા છે. રામલીલા મેદાનમાં વિપક્ષના ધરણામાં UPA ચેરપર્સન સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ પહોંચ્યા છે.

કઈ દુનિયામાં છે PM: રાહુલ


- ધરણાં પર બેઠેલાં રાહુલ ગાંધીએ પોતાના ભાષણ દરમિયાન મોદી સરકારને જનતાને કરેલાં પોતાના વાયદાઓ પૂરાં નહીં કરવાના આક્ષેપ કર્યાં.
- રાહુલે કહ્યું કે, "આજે પેટ્રોલ 80 રૂપિયાની પાર અને ડીઝલની કિંમત લગભગ 80 રૂપિયાની આસપાસ પહોંચી ગઈ છે. આજે LPGના ભાવ પણ 800 રૂપિયા સુધી પહોંચી ગયા છે. પહેલાં પૂરા દેશમાં પીએમ મોદી ફરી ફરીને કહેતાં હતા કે પેટ્રોલના ભાવ આકાશને આંબી રહ્યાં પરંતુ આજે એક શબ્દ પણ નથી બોલી રહ્યાં."
- રાહુલે કહ્યું કે, "બળાત્કારની ઘટનામાં ભાજપના ધારાસભ્યો સામેલ હોય છે, પરંતુ વડાપ્રધાન ચુપ જ રહે છે."
- દેશના મહત્વના મુદ્દાઓ પર એક શબ્દ પણ નથી બોલતા. રાહુલે કહ્યું કે GSTથી લઈને રાફેલ પર મોદીજીએ એક નિવેદન પણ નથી આપ્યું. ખબર નથી વડાપ્રધાન મોદી કઈ દુનિયામાં છે.

બદલાવવાની છે સરકાર: મનમોહન સિંહ


- વિપક્ષી દળોના તમામ નેતાઓ દિલ્હીના રામલીલા મેદાન પર ધરણાં પર બેઠાં છે.
- રામલીલા મેદાન પર યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ પહોંચ્યા.
- પૂર્વ વડાપ્રધાને કહ્યું કે, "તમામ વિપક્ષી દળોએ એક થવાનું છે, નાના મુદ્દાઓને ભૂલીને લોકોએ અવાજ ઉઠાવવો પડશે."
- મનમોહન સિંહે કહ્યું કે, સરકાર બદલવાનો સમય આવવાનો છે, મોદી સરકાર દરેક મોર્ચે ફેલ રહી છે.

સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

X
GSTથી લઈને રાફેલ પર મોદીજીએ એક નિવેદન પણ નથી આપ્યું- રાહુલ ગાંધીGSTથી લઈને રાફેલ પર મોદીજીએ એક નિવેદન પણ નથી આપ્યું- રાહુલ ગાંધી
રામલીલા મેદાનમાં વિપક્ષના ધરણામાં UPA ચેરપર્સન સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સહિતના નેતાઓ પહોંચ્યા છેરામલીલા મેદાનમાં વિપક્ષના ધરણામાં UPA ચેરપર્સન સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સહિતના નેતાઓ પહોંચ્યા છે
ધરણાંમાં રાહુલ ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહધરણાંમાં રાહુલ ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ
Bharat Bandh Congress and other opposition leaders slap on Government
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી