આજે ફરી ભારત બંધ: રાજસ્થાનથી લઈ યુપી સુધી કડક સુરક્ષા વ્યવસ્થા

SC/St સગંઠનોએ 2 એપ્રિલ ભારત બંધ રાખ્યું હતું, આ દરમિયાન હિંસામાં 17 લોકોના મોત થયા હતા

divyabhaskar.com | Updated - Apr 10, 2018, 08:50 AM
આજે ભારત બંધનું એલાન| Bharat Band 10 April Against Caste Based Reservation

આઠ દિવસ પહેલાં દલિત સંગઠનોના ભારત બંધના જવાબમાં મંગળવારે આરક્ષણના વિરોધમાં ભારત બંધની આશંકા છે. કોઈ મોટા સંગઠન દ્વારા આ બંધની જાહેરાત કરવામાં નથી આવી પરંતુ સોશિયલ મીડિયા ઉપર 3 એપ્રિલથી તેનું અભિયાન ચાલી રહ્યું છે.

નવી દિલ્હી: આઠ દિવસ પહેલાં દલિત સંગઠનોના ભારત બંધના જવાબમાં મંગળવારે આરક્ષણના વિરોધમાં ભારત બંધની જાહેરાત કરવામાં આવી છે. વિવિધ રાજ્યોમાંથી આ બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. જોકે આજે સવારથી બિહારના આરામાં હિંસક વાતાવરણ જોવા મળી રહ્યું છે. આજે સવારે પહેલાં આરામાં ટ્રેન રોકીને આરક્ષણનો વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારપછી ત્યાં ઘણી જગ્યાએ પથ્થરમારો અને ગોળીબાર પણ કરવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલય દ્વારા તંત્ર એલર્ટ કરી દેવામાં આવ્યુું છે. જ્યારે ઘણાં રાજ્યોમાં હિંસાને ધ્યાનમાં રાખીને પહેલેથી જ કર્ફ્યૂ લાગી દેવામાં આવ્યો છે.

અપડેટ્સ

- બિહારના અરાહમાં દેખાવકારોએ ટ્રેન રોકીને વિરોધ નોંધાવ્યો.

- દેખાવકારોએ અનામત વિરોધમાં સુત્રોચ્ચાર કર્યા હતા.

- સુરક્ષાના પગલે ઘણાં રાજ્યોમાં પેહેલેથી જ 144ની કલમ લાગુ કરી દેવામાં આવી છે.

- બિહારના આરામાં ઘણી જગ્યાએ પથ્થરમારો અને ગોળીબાર કરવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા દ્વારા આપવામાં આવ્યું બંધનું એલાન

કોઈ મોટા સંગઠન દ્વારા આ બંધની જાહેરાત કરવામાં નથી આવી પરંતુ સોશિયલ મીડિયા ઉપર 3 એપ્રિલથી તેનું અભિયાન ચાલી રહ્યું છે. આ બંધને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ દરેક રાજ્યને પૂરતી સુરક્ષા વ્યવસ્થા જાળવવાનો આદેશ આપ્યો છે. સુરક્ષાના પગલે સરકારે પહેલેથી જ અમુક રાજ્યોમાં 144ની કલમ લાગુ કરી દેવામાં આવી છે. પહેલીવાર માત્ર સોશિયલ મીડિયાના કોલના આધારે ભારત બંધની આશંકા ઊભી થઈ છે. 2 એપ્રિલે ભારત બંધમાં જે હિંસા થઈ તેમાં 17 લોકોના મોત થયા હતા. સૌથી વધારે 7 મોત મધ્ય પ્રદેશમાં થયા હતા.

હિંસા થશે તો કલેક્ટર-એસપી જવાબદાર


- ગૃહ મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે, ક્યાંય પણ હિંસા કે કોઈ ર્દુઘટના થશે તો તે વિસ્તાપના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ (ડીએમ) અને પોલીસ અધિકારી (એસપી)ને અંગત રીતે જવાબદાર ઠેરવવામાં આવશે.

ગ્વાલિયર-ભિંડમાં સ્કૂલો બંધ


- મધ્ય પ્રદેશમાં પોલીસ એલર્ટ પર છે. ગ્વાલિયર અને ભિંડ જિલ્લામાં કર્ફ્યૂ લગાવી દીધો છે. અહીં મંગળવારે સ્કૂલ-કોલેજો બંધ રાખવામાં આવી છે.
- ઈનિટરનેટ પણ 48 કલાક માટે બંધ કરી દેવામાં આવ્યું છે. ભોપાલમાં કલમ 144 લગાવી દેવામાં આવી છે.
- સોમવારે ભોપાલ, ગ્વાલિયર સહિત દરેક રાજ્યના કમિશ્નર અને આઈજીની સંયુક્ત બેઠક રાખવામાં આવી હતી. તેમાં કલમ 144 લાગુ કરવા, સોશિયલ મીડિયા પર આપત્તિજનક પોસ્ટ વાયરલ થાય તો તાત્કાલિક કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે.

કઈ કઈ જગ્યાએ કલમ 144 લગાવી દેવામાં આવી છે


- હિંસાની આશંકાને ધ્યાનમાં રાખીને રાજસ્થાનના ભરતપુરમાં કલમ 144 લગાવી દેવામાં આવી છે. અહીં ઈન્ટરનેટ સર્વિસ પણ બંધ કરી દેવામાં આવી છે.
- ઉત્તરાખંડના નૈનીતાલમાં કલમ 144 દાખલ કરી દેવામાં આવી છે. ઘરણાં-પ્રદર્શન કરનાર લોકો પર કડક કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે.

આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

આજે ભારત બંધનું એલાન| Bharat Band 10 April Against Caste Based Reservation
બિહારના આરામાં ગોળીબાર અને પથ્થરમારો
બિહારના આરામાં ગોળીબાર અને પથ્થરમારો
બિહારના અરહરમાં ટ્રેન રોકીને કરાયું આંદોન
બિહારના અરહરમાં ટ્રેન રોકીને કરાયું આંદોન
હિંસા થશે તો કલેક્ટર-એસપી જવાબદાર
હિંસા થશે તો કલેક્ટર-એસપી જવાબદાર
યુપી રાજસ્થાનમાં કડક સુરક્ષા વ્યવસ્થા
યુપી રાજસ્થાનમાં કડક સુરક્ષા વ્યવસ્થા
રાજસ્થાનથી લઈ યુપી સુધી કડક સુરક્ષા વ્યવસ્થા
રાજસ્થાનથી લઈ યુપી સુધી કડક સુરક્ષા વ્યવસ્થા
SC/St સગંઠનોએ 2 એપ્રિલ ભારત બંધ રાખ્યું હતું, આ દરમિયાન હિંસામાં 17 લોકોના મોત થયા હતા
SC/St સગંઠનોએ 2 એપ્રિલ ભારત બંધ રાખ્યું હતું, આ દરમિયાન હિંસામાં 17 લોકોના મોત થયા હતા
X
આજે ભારત બંધનું એલાન| Bharat Band 10 April Against Caste Based Reservation
આજે ભારત બંધનું એલાન| Bharat Band 10 April Against Caste Based Reservation
બિહારના આરામાં ગોળીબાર અને પથ્થરમારોબિહારના આરામાં ગોળીબાર અને પથ્થરમારો
બિહારના અરહરમાં ટ્રેન રોકીને કરાયું આંદોનબિહારના અરહરમાં ટ્રેન રોકીને કરાયું આંદોન
હિંસા થશે તો કલેક્ટર-એસપી જવાબદારહિંસા થશે તો કલેક્ટર-એસપી જવાબદાર
યુપી રાજસ્થાનમાં કડક સુરક્ષા વ્યવસ્થાયુપી રાજસ્થાનમાં કડક સુરક્ષા વ્યવસ્થા
રાજસ્થાનથી લઈ યુપી સુધી કડક સુરક્ષા વ્યવસ્થારાજસ્થાનથી લઈ યુપી સુધી કડક સુરક્ષા વ્યવસ્થા
SC/St સગંઠનોએ 2 એપ્રિલ ભારત બંધ રાખ્યું હતું, આ દરમિયાન હિંસામાં 17 લોકોના મોત થયા હતાSC/St સગંઠનોએ 2 એપ્રિલ ભારત બંધ રાખ્યું હતું, આ દરમિયાન હિંસામાં 17 લોકોના મોત થયા હતા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App