Home » National News » Latest News » National » ભૈયુજી મહારાજના અંતિમ સંસ્કાર સૈયાજી મુક્તિ ધામમાં થશે | Bhaiyyuji Maharaj will be cremated at Indore Suryoday Ashram

ભૈયુજી મહારાજ પંચમહાભૂતમાં વિલીન, દીકરી કુહૂએ આપી મુખાગ્નિ

Divyabhaskar.com | Updated - Jun 13, 2018, 06:29 PM

મંગળવારે ભૈયુજી મહારાજે પોતાના નિવાસસ્થાને પોતાને ગોળી મારી આત્મહત્યા કરી હતી.

 • ભૈયુજી મહારાજના અંતિમ સંસ્કાર સૈયાજી મુક્તિ ધામમાં થશે | Bhaiyyuji Maharaj will be cremated at Indore Suryoday Ashram
  +15બીજી સ્લાઈડ્સ જુઓ
  ભૈયાજી મહારાજને મુખાગ્નિ તેમની દીકરી કુહૂએ આપી

  ઈન્દોરઃ ભૈયાજી મહારાજના બુધવારે ભમોરી સ્મશાન ઘાટમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તેમની દીકરી કુહૂએ તેમને મુખાગ્નિ આપી. આ પહેલાં પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે તેમના સૂર્યોદય આશ્રમમાં રાખવામાં આવ્યો હતો. જ્યાં કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે અને પંકજા મુંડે સહિત અનેક પ્રતિષ્ઠિત લોકો તેમના અંતિમ દર્શન કરવા પહોંચ્યા હતા. ભૈયુજી મહારાજે મંગળવારે બપોરે પોતાના સ્પ્રિંગ વેલી સ્થિત ઘરમાં લમણે ગોળી મારી આત્મહત્યા કરી હતી.

  દીકરીએ આપી મુખાગ્નિ

  - મંગળવારે ભૈયુજી મહારાજે પોતાના નિવાસસ્થાને પોતાને ગોળી મારી આત્મહત્યા કરી હતી.
  - ભૈયુજી મહારાજનું પાર્થિવ શરીર ઈન્દોરમાં તેમના આશ્રમમાં બપોર સુધી અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો.
  - જે બાદ વિજય નગર સ્થિત ભમોરી મુક્તિ ધામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા

  - આધ્યાત્મિક ગુરૂ ભૈયુજી મહારાજની અંતિમ યાત્રા તેમના સર્વોદય આશ્રમથી રવાના થઈ. ફુલોથી શણગારેલા વાહનમાં ભૈયુજી મહારાજના પાર્થિવ દેહને રાખવામાં આવ્યો હતો.

  શ્રદ્ધાંજલિ આપવા પહોંચી હતી અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ

  - કેન્દ્રીય મંત્રી રામદાસ અઠવલે, ધારાસભ્ય રમેશ મેંદોલા, મહેન્દ્ર હાર્ડિયા, અલવરના ધારાસભ્ય નરેન્દ્ર શર્મા, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના ઓએસડી શ્રીકાંત, મધ્યપ્રદેશ સરકારમાં દરજ્જો મેળવનાર મંત્રી કોમ્પ્યુટર બાબા, કોંગ્રેસ નેતા શોભા ઓઝા, ઈન્દોરની મહાપૌર માલિની ગૌડ, કલેકટર નિશાંત વરવડે અને DIG હરીનારાયણાચારી મિશ્રાએ ભૈયુજી મહારાજને શ્રદ્ધાંજલિ આપી.

  ભૈયુજી મહારાજના અંતિમ દર્શન માટે હજારો ભક્તો પહોંચ્યા

  - ભૈયુજી મહારાજના અંતિમ દર્શન માટે મોટી સંખ્યમાં તેમના ભક્તો, ફોલોઅર્સ ઈન્દોર પહોંચ્યા હતા.
  - બુધવારે આશ્રમ અને તેમના ઘરની બહાર અંતિમ દર્શન માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી.
  - પોતાના ગુરૂની એક ઝલક માટે હજાર ભક્તો બાપટ ચોક સ્થિત સર્વોદય આશ્રમ પહોંચ્યા હતા. ભક્તોમાં મહિલાઓ અને બાળકો પણ હતા.

  પહેલી પત્નીના મોતના બે વર્ષ બાદ કર્યાં હતા બીજા લગ્ન

  - ભૈયુજી મહારાજની પહેલી પત્ની માધવીનું નવેમ્બર, 2015માં પુણેમાં નિધન થઈ ગયું હતું. માધવી મહારાષ્ટ્રના ઔરંગાબાદના રહેવાસી હતા. પ્રથમ લગ્નથી તેમની દીકરી કુહૂ છે, જે પુણેમાં અભ્યાસ કરી રહી છે.
  - 30 એપ્રિલ, 2017નાં રોજ મધ્યપ્રદેશના શિવપુરીની ડૉ. આયુષીની સાથે તેમને બીજા લગ્ન કર્યાં હતા.
  - જો કે કુહૂને તેની સાવકી માતાને પસંદ ન હતી.

  દીકરીને નથી પસંદ સાવકી મા

  - ભૈયુજી મહારાજની પહેલી પત્નીથી થયેલી દીકરી કુહૂએ પિતાના મોત માટે સાવકી મા ડૉ. આયુષીને જવાબદાર ગણાવી છે.
  - બીજી તરફ ભૈયુજી મહારાજની બીજી પત્ની પતિના મોતથી આઘાતમાં છે.
  - એક રિપોર્ટ મુજબ ભૈયુજી મહારાજના મોત પછી માતા-પુત્રી વચ્ચેનો વિવાદ ખુલીને સામે આવ્યો છે.
  - આ રિપોર્ટ મુજબ કૂહુએ પિતાના મોત માટે સાવકી માતાને જવાબદાર ગણાવી કહ્યું કે, "તેમના કારણે જ મારા પિતાએ આવું પગલું ભર્યું. તેને જેલમાં બંધ કરી દો."
  - જેના જવાબમાં પત્ની આયુષીએ કહ્યું હતું કે, "કૂહુને હું અને મારી દીકરી પસંદ ન હતા અને તેથી જ હું મારી માના ઘરે રહેવા જતી રહી હતી. કૂહુ જ્યારે પુણે ગઈ તે બાદ જ હું ઈન્દોર આવી હતી અને અમે બંને સારી રીતે રહેતા હતા."

  ભૈયુજી મહારાજે સુસાઈડ નોટમાં પોતાની વ્યથા વ્યક્ત કરી

  - ભૈયુજી મહારાજે આત્મહત્યા કરવા માટે પોતાની લાયસન્સવાળી રિવોલ્વરનો ઉપયોગ કર્યો હતો.
  - સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તેમની પાસેથી મળેલી સુસાઈડ નોટમાં તેમને લખ્યું છે કે તેમના મોત માટે કોઈ જવાબદાર નથી.
  - આ ઉપરાંત તેઓએ સુસાઈડ નોટમાં લખ્યું છે કે તેમના પરિવારમાં વિવાદ હતો. તે કારણસર જ તેઓ અવસાદગ્રસ્ત થઈ ગયા હતા. જો કે પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે.
  - પોલીસે સુસાઈડ નોટ અને પિસ્તોલ કબજે કરી તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત પરિવારના લોકોની પણ પૂછપરછ કરવામાં આવી શકે છે.

  કોંગ્રેસે કર્યાં શિવરાજસિંહ સરકાર પર આક્ષેપ

  - મધ્યપ્રદેશ કોંગ્રેસે આરોપ લગાવ્યો કે શિવરાજસિંહની સરકારના ભારે દબાણના કારણે ભૈયુજી મહારાજ છેલ્લાં ઘણાં દિવસથી તણાવમાં હતા.
  - પ્રદેશ કોંગ્રેસે આરોપ લગાવ્યાં કે, સરકાર તેમના પર સમર્થન દેવાનું દબાણ કરતી હતી. તેઓને પરાણે વિશેષાધિકાર પ્રદાન કરવામાં આવતું હતું જો કે તેઓએ તેનો ઈન્કાર કર્યો હતો.
  - કોંગ્રેસે ભૈયુજી મહારાજ ઘણાં દબાણમાં હોવાનું જણાવી તેમના મોતની CBI પાસે તપાસ કરાવવી જોઈએ તેવી માગ કરી છે.

  સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

 • ભૈયાજી મહારાજને મુખાગ્નિ તેમની દીકરી કુહૂએ આપી
 • ભૈયુજી મહારાજના અંતિમ સંસ્કાર સૈયાજી મુક્તિ ધામમાં થશે | Bhaiyyuji Maharaj will be cremated at Indore Suryoday Ashram
  +13બીજી સ્લાઈડ્સ જુઓ
  ભૈયુજી મહારાજની અંતિમ યાત્રા
 • ભૈયુજી મહારાજના અંતિમ સંસ્કાર સૈયાજી મુક્તિ ધામમાં થશે | Bhaiyyuji Maharaj will be cremated at Indore Suryoday Ashram
  +12બીજી સ્લાઈડ્સ જુઓ
  અંતિમ યાત્રામાં દીકરી કુહૂ પિતાના મૃતદેહ પાસે જ બેઠી
 • ભૈયુજી મહારાજના અંતિમ સંસ્કાર સૈયાજી મુક્તિ ધામમાં થશે | Bhaiyyuji Maharaj will be cremated at Indore Suryoday Ashram
  +11બીજી સ્લાઈડ્સ જુઓ
  ફુલોથી શણગારેલી ગાડીમાં ભૈયુજી મહારાજની અંતિમ યાત્રા નીકળી
 • ભૈયુજી મહારાજના અંતિમ સંસ્કાર સૈયાજી મુક્તિ ધામમાં થશે | Bhaiyyuji Maharaj will be cremated at Indore Suryoday Ashram
  +10બીજી સ્લાઈડ્સ જુઓ
  ભૈયુજી મહારાજના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા
 • ભૈયુજી મહારાજના અંતિમ સંસ્કાર સૈયાજી મુક્તિ ધામમાં થશે | Bhaiyyuji Maharaj will be cremated at Indore Suryoday Ashram
  +9બીજી સ્લાઈડ્સ જુઓ
  ભૈયુજી મહાારાજની અંતિમ વિધિ માટેની તૈયારી
 • ભૈયુજી મહારાજના અંતિમ સંસ્કાર સૈયાજી મુક્તિ ધામમાં થશે | Bhaiyyuji Maharaj will be cremated at Indore Suryoday Ashram
  +8બીજી સ્લાઈડ્સ જુઓ
  ભૈયુજી મહારાજના પાર્થિવ દેહ પાસે બેઠેલો પરિવાર
 • ભૈયુજી મહારાજના અંતિમ સંસ્કાર સૈયાજી મુક્તિ ધામમાં થશે | Bhaiyyuji Maharaj will be cremated at Indore Suryoday Ashram
  +7બીજી સ્લાઈડ્સ જુઓ
  પિતાના અંતિમ દર્શન કરતી દીકરી કુહૂ
 • ભૈયુજી મહારાજના અંતિમ સંસ્કાર સૈયાજી મુક્તિ ધામમાં થશે | Bhaiyyuji Maharaj will be cremated at Indore Suryoday Ashram
  +6બીજી સ્લાઈડ્સ જુઓ
  પતિના અચાનક મોતથી પત્ની આયુષીને ભારે આઘાત લાગ્યો હતો
 • ભૈયુજી મહારાજના અંતિમ સંસ્કાર સૈયાજી મુક્તિ ધામમાં થશે | Bhaiyyuji Maharaj will be cremated at Indore Suryoday Ashram
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  ભૈયુજી મહારાજને તેમની દીકરી કુહૂ મુખાગ્નિ આપશે
 • ભૈયુજી મહારાજના અંતિમ સંસ્કાર સૈયાજી મુક્તિ ધામમાં થશે | Bhaiyyuji Maharaj will be cremated at Indore Suryoday Ashram
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  મંગળવારે ભૈયુજી મહારાજે પોતાના નિવાસસ્થાને પોતાને ગોળી મારી આત્મહત્યા કરી હતી (ફાઈલ)
 • ભૈયુજી મહારાજના અંતિમ સંસ્કાર સૈયાજી મુક્તિ ધામમાં થશે | Bhaiyyuji Maharaj will be cremated at Indore Suryoday Ashram
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  પરિવારમાં ચાલતાં વિવાદને કારણે ભૈયુજી મહારાજે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે
 • ભૈયુજી મહારાજના અંતિમ સંસ્કાર સૈયાજી મુક્તિ ધામમાં થશે | Bhaiyyuji Maharaj will be cremated at Indore Suryoday Ashram
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  ભૈયુજી મહારાજના અંતિમ દર્શન માટે આવતાં લોકો
 • ભૈયુજી મહારાજના અંતિમ સંસ્કાર સૈયાજી મુક્તિ ધામમાં થશે | Bhaiyyuji Maharaj will be cremated at Indore Suryoday Ashram
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ભૈયુજી મહારાજના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો શોકાતુર થઈને પહોંચ્યા હતા
 • ભૈયુજી મહારાજના અંતિમ સંસ્કાર સૈયાજી મુક્તિ ધામમાં થશે | Bhaiyyuji Maharaj will be cremated at Indore Suryoday Ashram
  ભૈયુજી મહારાજના અંતિમ દર્શન કરતાં લોકો
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ