ઈન્દોર: ભૈયુજી મહારાજની આત્મહત્યા વિશે તપાસમાં જોડાયેલી પોલીસની ટીમ ગુરુવારે પૂછપરછ માટે ઈન્દોરની એક હોસ્ટેલ પહોંચી હતી. ભૈયુજી સાથે લગ્ન પહેલાં ડૉ. આયુષી પણ આ હોસ્ટેલમાં રહેતી હતી. પોલીસે જણાવ્યું કે, તપાસમાં ખબર પડી છે કે, ડૉ. આયુષીને બે છોકરાઓ સાથે મિત્રતા હતી. આગામી સમયમાં તેમની સાથે પણ પૂછપરછ કરવામાં આવશે. બીજી બાજુ છેલ્લા કેટલાક સમયમાં ભૈયુજી મહારાજે ઘણી સંપત્તિ વેચી હતી. આ વિશે તેમના સેવક વિનાયકની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. ભૈયુજી મહારાજે 12 જૂને તેમના ઈન્દોરમાં આવેલા ઘરે લાઈસન્સવાળી રિવોલ્વોરથી પોતાની જાતને ગોળી મારી દીધી હતી.
પોલીસને આયુષીના મિત્રોના નંબર મળ્યા
- સૂત્રોના જણાવ્યા પ્રમાણે પોલીસે હોસ્ટેલ સંચાલકને પૂછ્યું કે, ડૉ. આયુષીનો વ્યવહાર કેવો હતો? તેમની સાથે કોણ કોણ રહેતું હતું? આ દરમિયાન તેમની સાથે કોણ-કોણ રહેતુ હતું. પોલીસને ડૉ. આયુષીના કેટલાક મિત્રોના ફોન નંબર પણ મળ્યા છે. ડૉ. આયુષીના બે મિત્રો સાથે સંબંધ હોવાની વાત પણ સામે આવી છે.
નોકરી શોધવા ઈન્દોર આવી હતી આયુષી
- હોસ્ટેલની એક છોકરીએ જણાવ્યું કે, આયુષી નોકરી શોધવા માટે ઈન્દોર આવી હતી. પછી તેને ભૈયુજી મહારાજના ત્યાં કામ મળી ગયું હતું. મહારાજની પહેલી પત્નીના નિધન પછી એક દિવસ આયુષી હોસ્ટલમાંથી સામાન લઈને જવાની તૈયારી કરવા લાગી હતી. જ્યારે તેને હોસ્ટેલ છોડવાનું કારણ પૂછ્યું ત્યારે તેણે જણાવ્યું કે તે ભૈયુજી મહારાજ સાથે લગ્ન કરવાની છે. હોસ્ટેલમાં આયુષી ઘણી કંજૂસ હતી. થોડા રૂપિયા માટે પણ ઝઘડો કરી લેતી પણ મહારાજના ત્યાં નોકરી શરૂ કર્યા પછી તેની લાઈફ સ્ટાઈલ બદલાઈ ગઈ હતી.
સતત સંપત્તિ વેચી રહ્યા હતા ભૈયુજી મહારાજ
- પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી ભૈયુજી મહારાજ સતત તેમની પ્રોપર્ટી વેચી રહ્યા હતા. તેમણે મહારાષ્ટ્રની ઘણી જમીનના સોદા કર્યા હતા. તેમની સંપત્તિ વિશેની માહિતી મેળવવા માટે સેવક વિનાયક દુધાલેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ભૈયુજી મહારાજની બીજી સુસાઈડ નોટ મળી, લખ્યું 'સેવકને મળે તમામ પ્રોપર્ટી'
ભૈયુજીના નજીકના લોકોની કોલ ડિટેલની તપાસ
- ભૈયુજી મહારાજની સાથે પરિવારના સભ્યો અને સેવાદારની કોલ ડિટેલની પણ તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાવાળા દિવસે ભૈયુજી અને દીકરી કુહુ વચ્ચે પણ લાંબી વાતચીત થઈ હતી. તેમાં શું વાત થઈ તે વિશે પોલીસ તપાસ કરી રહી છે.
- ભૈયુજીએ સુસાઈડમાં નોટમાં સ્ટ્રેસને આત્મહત્યાનું કારણ જણાવ્યું છે. જ્યારે વિનાયકને સંપતિ અને વેપાર જોવાની જવાબદારી સોંપી છે.
આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો