ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Bhaiyuji Maharaj celebrated wifes birthday before 5 days of suicide

  સુસાઇડના 5 દિવસ પહેલા ભૈયુજીએ સેલિબ્રેટ કર્યો'તો પત્નીનો બર્થડે, ચહેરા પર દેખાતો હતો તણાવ

  divyabhaskar.com | Last Modified - Jun 14, 2018, 12:02 PM IST

  બુધવારે બપોરે ભૈયુજી મહારાજના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા
  • સુસાઇડના 5 દિવસ પહેલા ભૈયુજીએ સેલિબ્રેટ કર્યો'તો પત્નીનો બર્થડે, ચહેરા પર દેખાતો હતો તણાવ
   સુસાઇડના 5 દિવસ પહેલા ભૈયુજીએ સેલિબ્રેટ કર્યો'તો પત્નીનો બર્થડે, ચહેરા પર દેખાતો હતો તણાવ

   ઇંદોર: બુધવારે બપોરે ભૈયુજી મહારાજના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે મંગળવારે તેમણે સુસાઇડ કર્યું હતું. તેમણે સિલ્વર સ્પ્રિંગ્સ સ્થિત ઘરમાં રિવોલ્વર કાન પર રાખીનો ગોળી ચલાવી દીધી, જે આરપાર નીકળી ગઇ. તેમણે પોકેટ ડાયરીમાં દોઢ પેજની સુસાઇડ નોટ પણ છોડી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ઘરેલુ વિવાદના તણાવમાં આત્મહત્યાની વાત સામે આવી રહી છે. જોકે પોલીસે આપેલા નિવેદનમાં પત્ની-દીકરીએ પારિવારિક વિવાદની વાત કરીને એકબીજા પર આરોપ ઢોળ્યો છે.

   લાયસન્સવાળી રિવોલ્વરથી પોતાને મારી ગોળી

   - ડીઆઇજી હરિનારાયણચારી મિશ્રાએ જણાવ્યું કે ઘરમાં ભૈયુજી મહારાજ, માતા તેમજ સેવક વિનાયક અને યોગેશ હતા. પત્ની ડૉ. આયુષી બહાર ગઇ હતી.

   - પોલીસને વિનાયકે જણાવ્યું કે ઘરમાં ઘણા લોકો રહે છે. બે સેવાદાર બીજા પણ હતા જેમને સવારે 11 વાગે તેમણે નીચે મોકલી દીધા હતા અને પછી ભૈયુજી પોતે પુણેમાં રહેતી દીકરી કુહૂના રૂમમાં ચાલ્યા ગયા હતા.
   - પત્ની બપોરે લગભગ 12 વાગે પાછી ફરી તો જોયું કે લાયસન્સવાળી રિવોલ્વર ભૈયુજી મહારાજના હાથ પાસે પડી હતી અને માથામાંથી લોહી વહી રહ્યું હતું.
   - વિનાયક અને યોગેશ તેમને બોમ્બે હોસ્પિટલ લઇને પહોંચ્યા. હોસ્પિટલના જીએમના જણાવ્યા પ્રમાણે, બપોરે 2.06 વાગે સેવક તેમને અહીંયા લઇને આવ્યા.

   8 જૂન: પત્નીના જન્મદિવસ પર ચારે તરફ ખુશીઓ, પરંતુ ચહેરા પર તણાવ

   - આ તસવીર 8 જૂનની છે, જ્યારે ભૈયુજી મહારાજે રાતે બાયપાસ સ્થિત રેસ્ટોરાં આર-9માં પત્ની ડૉ. આયુષીનો જન્મદિવસ ઊજવ્યો.

   - આ કાર્યક્રમમાં દીકરી કુહૂ સિવાય આશ્રમના તમામ લોકો અને પરિવારજનો સામેલ થયા. તેમણે મહેમાનોનું સ્વાગત પણ કર્યું.

   10 જૂન: દીકરીને મળવા જઇ રહ્યા હતા, અડધે રસ્તેેેથી પાછા ફર્યા

   - ભૈયુ મહારાજ પોતાની દીકરી કુહૂને મળવા માટે પુના જવા રવાના થયા હતા. જોકે અડધે રસ્તેથી જ તેઓ પાછા ફર્યા હતા.

   - પોતાના આશ્રમ પહોંચ્યા અને સીધા પોતાના રૂમમાં ચાલ્યા ગયા. કેટલાક નજીકના લોકોને મળ્યા પરંતુ ભક્તોને નહોતા મળ્યા.
   - સાંજ સુધી આશ્રમમાં જ રહ્યા. આશ્રમ સાથે જોડાયેલા લોકોના જણાવ્યા પ્રમાણે, મહારાજ થોડાક ઉદાસ અને પરેશાન હતા.

   11 જૂન: રેસ્ટોરાંમાં કલાક સુધી બેઠા, એડમિશન માટે મળી મહિલા

   - દીકરી કુહૂ પુનાથી મંગળવારે આવવાની હતી. તેઓ તેનાથી ખુશ હતા, પરંતુ ચહેરા પર તણાવ પણ હતો.

   - તે બપોરે સાડા ત્રણ વાગે રાઉ સ્થિત પોતાના સ્વીટ્સ રેસ્ટોરાં પહોંચ્યા. ત્યાં એક કલાક રોકાયા અને એક મહિલા સાથે વાત કરી. ત્યારબાદ ચાલ્યા ગયા.
   - બંને અલગ-અલગ ગાડીઓથી આવ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે તે મહિલા કોઇ શિક્ષણ સંસ્થામાં એડમિશન લેવા માટે ભૈયુ મહારાજને મળવા આવી હતી.

   દીકરીએ જણાવ્યું- હું તેમને (ડૉ. આયુષી)ને મારી મા નથી માનતી. તેમના કારણે જ પિતાએ આ પગલું ઉઠાવ્યું છે. તેમને જેલમાં બંધ કરી દો.

   પત્નીએ પોલીસને જણાવ્યું- કુહૂને હું અને મારી દીકરી પસંદ ન હતા. એટલે દીકરીના જન્મ પછીથી જ હું મારી માના ઘરે રહેવા જતી રહી હતી, કારણકે કુહૂ અહીંયા રહેવાની હતી. કુહૂ પુના ગયા બાદ થોડા દિવસ પહેલા જ હું ઇંદોર આવી હતી અને અમે બંને (ભૈયુ મહારાજ અને તેઓ) સારી રીતે રહી રહ્યા હતા.

   12 જૂન: ઘટનાના દોઢ કલાક પહેલા પત્ની સાથે ઝઘડો

   - મંગળવારે સવારે લગભગ 11 વાગે ભૈયુજી મહારાજ દીકરી કુહૂના રૂમમાં પહોંચ્યા તો તે અસ્ત-વ્યસ્ત હાલતમાં મળ્યો. તેમણે પત્નીને કહ્યું કે કુહૂ આવવાની છે. આને વ્યવસ્થિત કેમ નથી રાખતા? આ વાતે બંને વચ્ચે ઝઘડો પણ થયો. ત્યારબાદ તેમણે નોકરો પાસે રૂમ વ્યવસ્થિત કરાવ્યો. કામ પૂરું થવા સુધી તોએ ત્યાં જ ઊભા રહ્યા.

   નોકરે જણાવ્યું- દરેક વાતે તેઓ પત્ની કરતા દીકરીનો પક્ષ વધુ લેતા હતા. તે જ વાત પર બંનેમાં વિવાદ પણ થતો હતો. આ દરમિયાન તેઓ ડરેલા-સહેમેલા રહેતા હતા.

   આ પણ વાંચો: મોતના આગલા દિવસે ભૈયુજી મળ્યાં કોઈ મહિલાને, કોણ હતી તે રહસ્ય

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Bhaiyuji Maharaj celebrated wifes birthday before 5 days of suicide
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `