ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Bhaiyaji Joshi of RSS says Ram Madir will deffinitely be built in Ayodhya

  રામમંદિર બનાવવાનું નક્કી, તે સ્થળે બીજું કંઇ નહીં બને: ભૈયાજી જોશી

  divyabhaskar.com | Last Modified - Mar 11, 2018, 06:02 PM IST

  સંઘની 3 દિવસની મીટિંગના છેલ્લા દિવસે જોશીએ સુરખીઓમાં રહેલા ઘણા મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા
  • ભૈયાજી જોશી શનિવારે આરએસએસના ચોથી વાર સરકાર્યવાહ તરીકે ચૂંટાયા. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભૈયાજી જોશી શનિવારે આરએસએસના ચોથી વાર સરકાર્યવાહ તરીકે ચૂંટાયા. (ફાઇલ)

   નાગપુર: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના ચોથી વાર સરકાર્યવાહ તરીકે ચૂંટાયેલા સુરેશ ભૈયાજીએ રવિવારે કહ્યું કે રામ મંદિર બનવું નક્કી છે અને તે જગ્યાએ બીજું કંઇ નહીં બને. તેમણે કહ્યું કે આ માટે પ્રોસેસ હેઠળ જ આગળ જવું પડશે. અહીંયા થયેલી સંઘની 3 દિવસની મીટિંગના છેલ્લા દિવસે જોશીએ સુરખીઓમાં રહેલા ઘણા મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા. ત્રિપુરામાં લેનિનની મૂર્તિને તોડી નાખવાની ઘટનાની ટીકા કરી. કર્ણાટરમાં અલગ લિંગાયત ધર્મ બનાવાવની માંગને પણ ખોટી ગણાવી. પીએનબી ફ્રોડ પર કહ્યું કે સિસ્મટની ભૂલોના કારણે તે થયું.

   ફેંસલા થયા પછી જ બનશે મંદિર

   - સુરેશ ભૈયાજીએ કહ્યું કે રામ મંદિર બનવું નક્કી છે, પરંતુ પ્રોસેસથી જવું પડશે. મામલો હજુ સુપ્રીમ કોર્ટમાં છે, તેનો ફેંસલો આવ્યા પછી જ મંદિર બનવાનું શરૂ થશે.

   - તેમના કહેવા પ્રમાણે, આ જગ્યાએ બીજું કંઇપણ નિર્માણ ન થઇ શકે. તેમણે કહ્યું કે રામ મંદિર પર પરસ્પર સંમતિ સાધવી સરળ નથી, પરંતુ તે માટે જે પણ પ્રયત્નો થઇ રહ્યા છે તેનું સ્વાગત કરીએ છીએ.

   - ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે માર્ચ 2017માં બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીની અરજી પર સુનાવણી કરીને સૂચન કર્યું હતું કે આ આખા વિવાદને કોર્ટની બહાર વાતચીત દ્વારા ઉકેલી શકાય છે.

   - જે પછી આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકર આ વિવાદ પરસ્પરની સંમિતથી ઉકેલવા માટે હિંદુ-મુસ્લિમ સંગઠનો સાછે વાતચીત કરી રહ્યા છે. જોકે, હજુ સુધી તે અંગે કોઇ સંમતિ સાધી શકાઇ નથી.

   લિંગાતના મુદ્દે શું બોલ્યા ભૈયાજી?

   - લિંગાયત મામલે જોશીએ કહ્યું, "અમે તેનો સ્વીકાર નથી કરતા, ભારતમાં સંપ્રદાય અલગ હોઇ શકે છે જેનો અમે સ્વીકાર કર્યો. પરંતુ, ભારતમાં બનેલા તમામ પંથ સંપ્રદાયની મૂળભૂત વાતો સમાન છે, જેના આધાર પર ઉપરના ભેદભાવો દૂર કરવા જોઇએ."

  • ભૈયાજી જોશીએ ત્રિપુરામાં લેનિનની મૂર્તિ તોડી પાડવાની ઘટનાની નિંદા કરી.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભૈયાજી જોશીએ ત્રિપુરામાં લેનિનની મૂર્તિ તોડી પાડવાની ઘટનાની નિંદા કરી.

   નાગપુર: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના ચોથી વાર સરકાર્યવાહ તરીકે ચૂંટાયેલા સુરેશ ભૈયાજીએ રવિવારે કહ્યું કે રામ મંદિર બનવું નક્કી છે અને તે જગ્યાએ બીજું કંઇ નહીં બને. તેમણે કહ્યું કે આ માટે પ્રોસેસ હેઠળ જ આગળ જવું પડશે. અહીંયા થયેલી સંઘની 3 દિવસની મીટિંગના છેલ્લા દિવસે જોશીએ સુરખીઓમાં રહેલા ઘણા મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા. ત્રિપુરામાં લેનિનની મૂર્તિને તોડી નાખવાની ઘટનાની ટીકા કરી. કર્ણાટરમાં અલગ લિંગાયત ધર્મ બનાવાવની માંગને પણ ખોટી ગણાવી. પીએનબી ફ્રોડ પર કહ્યું કે સિસ્મટની ભૂલોના કારણે તે થયું.

   ફેંસલા થયા પછી જ બનશે મંદિર

   - સુરેશ ભૈયાજીએ કહ્યું કે રામ મંદિર બનવું નક્કી છે, પરંતુ પ્રોસેસથી જવું પડશે. મામલો હજુ સુપ્રીમ કોર્ટમાં છે, તેનો ફેંસલો આવ્યા પછી જ મંદિર બનવાનું શરૂ થશે.

   - તેમના કહેવા પ્રમાણે, આ જગ્યાએ બીજું કંઇપણ નિર્માણ ન થઇ શકે. તેમણે કહ્યું કે રામ મંદિર પર પરસ્પર સંમતિ સાધવી સરળ નથી, પરંતુ તે માટે જે પણ પ્રયત્નો થઇ રહ્યા છે તેનું સ્વાગત કરીએ છીએ.

   - ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે માર્ચ 2017માં બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીની અરજી પર સુનાવણી કરીને સૂચન કર્યું હતું કે આ આખા વિવાદને કોર્ટની બહાર વાતચીત દ્વારા ઉકેલી શકાય છે.

   - જે પછી આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકર આ વિવાદ પરસ્પરની સંમિતથી ઉકેલવા માટે હિંદુ-મુસ્લિમ સંગઠનો સાછે વાતચીત કરી રહ્યા છે. જોકે, હજુ સુધી તે અંગે કોઇ સંમતિ સાધી શકાઇ નથી.

   લિંગાતના મુદ્દે શું બોલ્યા ભૈયાજી?

   - લિંગાયત મામલે જોશીએ કહ્યું, "અમે તેનો સ્વીકાર નથી કરતા, ભારતમાં સંપ્રદાય અલગ હોઇ શકે છે જેનો અમે સ્વીકાર કર્યો. પરંતુ, ભારતમાં બનેલા તમામ પંથ સંપ્રદાયની મૂળભૂત વાતો સમાન છે, જેના આધાર પર ઉપરના ભેદભાવો દૂર કરવા જોઇએ."

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Bhaiyaji Joshi of RSS says Ram Madir will deffinitely be built in Ayodhya
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `