1

Divya Bhaskar

Home » National News » Desh » BF killed Gf then cut her body and threw her bodyparts at 6 different places in UP

જેને કરતો હતો પ્રેમ તેને જ જીવતી કાપી નાખી, 6 જગ્યાએ ફેંક્યા'તા બોડીપાર્ટ્સ

Divyabhaskar.com | Last Modified - Mar 28, 2018, 12:20 PM IST

ગૌરી ગાયબ થઇ તે જ સાંજે તેના પપ્પાને ફોન પર એક છોકરાએ કહ્યું હતું કે તમારી દીકરીની તબિયત ખરાબ છે તેને હોસ્પિટલ લઇ જઇએ છે

 • BF killed Gf then cut her body and threw her bodyparts at 6 different places in UP
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  1 ફેબ્રુઆરી, 2015ના રોજ ગૌરી શ્રીવાસ્તવ માને એવું કહીને ઘરેથી નીકળી- પપ્પાનો સૂટ લોન્ડ્રીમાં આપવાનો છે, પછી દોસ્તો સાથે શોપિંગ માટે જઇશ.

  લખનઉ: 1 ફેબ્રુઆરી, 2015ના રોજ લખનઉના ગણેશગંજમાં રહેતી 19 વર્ષની ગૌરી શ્રીવાસ્તવ માને એવું કહીને ઘરેથી નીકળી- પપ્પાનો સૂટ લોન્ડ્રીમાં આપવાનો છે, પછી દોસ્તો સાથે શોપિંગ માટે જઇશ. પરંતુ ગૌરી તે પછી ક્યારેય ઘરે પાછી ફરી નહીં. બીજા દિવસે ટુકડાઓમાં કપાયેલી તેની લાશ મળી. ભાસ્કર.કોમ પોતાની સીરીઝ 'લવકા ક્રાઇમનામા' હેઠળ તમને ગૌરી મર્ડર કેસ વિશે જણાવી રહ્યું છે.

  6 અલગ-અલગ જગ્યાઓએ મળ્યા હતા બોડી પાર્ટ્સ

  - ગૌરી જે દિવસે ગાયબ થઇ હતી, તે જ સાંજે તેના પપ્પાને ફોન પર એક છોકરાએ કહ્યું હતું કે તમારી દીકરીની તબિયત ખરાબ છે, તેને પીજીઆઇ હોસ્પિટલ લઇ જઇ રહ્યા છે. તમે પણ પહોંચી જાઓ.

  - દીકરીની તબિયત વિશે જાણીને ગભરાયેલા માતા-પિતા પીજીઆઇ પહોંચ્યા હતા, પરંતુ ત્યાં ન તો દીકરી મળી અને ફોન કરનાર છોકરો. તેમણે તરત જ લખનઉના અમીનાબાદ પોલીસ-સ્ટેશનમાં દીકરીના ગુમ થયાનો રિપોર્ટ નોંધાવ્યો હતો.
  - પોલીસે તરત જ તપાસ શરૂ કરૂ દીધી હતી. બીજા દિવસે સવારે 2 ફેબ્રુઆરી, 2015ના રોજ પોલીસને એક બોરીમાં છોકરીના કપાયેલા પગ મળ્યા હોવાની સૂચના મળી હતી. 3 કલાકમાં 6 જગ્યાઓએથી એક જ લાશના અલગ-અલગ બોડી પાર્ટ્સ મળી આવ્યા હતા.
  - ઓળખ માટે ગૌરી શ્રીવાસ્તવના પેરેન્ટ્સને મોર્ચરીમાં બોલાવવામાં આવ્યા. દીકરીનું માથું જોતા જ તેની મા આઘાતથી રડવા લાગી હતી. જે દીકરીને તેમણે હસતી-રમતી ઘરેથી લોન્ડ્રી શોપ પર મોકલી હતી, તે જ સાંજે તેનું બોડી અલગ-અલગ હિસ્સાઓમાં મળ્યું હતું.

  સીસીટીવીથી મળી હતી પહેલી કડી

  - પોલીસને ગૌરી મર્ડર કેસની પહેલી કડી ગણેશગંજની લોન્ડ્રી શોપ પાસે લાગેલા સીસીટીવી કેમેરામાંથી મળી હતી. ફૂટેજમાં ગૌરી એક હેલમેટ અને જેકેટ પહેરેલા યુવક સાથે બાઇક પર જતી દેખાય છે. યુવકને શોધવા માટે પોલીસે ગૌરીની ફોન ડિટેઇલ્સ કઢાવડાવી હતી. તેનાથી તેનું લોકેશન ત્યાં જ ટ્રેસ થયું જ્યાંથી ડેડબોડીના ટુકડા મળ્યા હતા.

  - પોલીસે શોધખોળ કરીને હિમાંશુ પ્રજાપતિ નામના યુવકનો પકડ્યો હતો. તેની પાસેથી તે જ હેલમેટ અને જેકેટ મળ્યા, જો સીસીટીવી ફૂટેજમાં દેખાયા હતા. ઉપરાંત તેની પાસેથી એક આરી પણ મળી હતી. પોલીસે કડક વલણ અપનાવતા તેણે પોતાનો ગુનો કબૂલ કરી લીધો હતો.

  ચેટ કરતા-કરતા થયો હતો પ્રેમ

  - દોષી હિમાંશુ પ્રજાપતિએ પોલીસ સાથેની પૂછપરછમાં જણાવ્યું હતું, "વર્ષ 2013માં ગૌરીના કોમન ફ્રેન્ડ દ્વારા મળ્યા હતા. અમારી વચ્ચે વ્હોટ્સએપ પર વાતો થતી હતી. ધીમે-ધીમે હું પ્રેમ કરવા લાગ્યો.

  ગૌરી જે રીતે વાત કરતી હતી, તે જોઇને લાગતું હતું કે તે મને પોતાનો BF માની રહી છે. અમે ઘણીવાર એકાંતમાં મળતા હતા."
  - "1 ફેબ્રુઆરી, 2015ના રોજ મેં તેને મળવા બોલાવી હતી અને તે ખુશીથી આવી પણ ગઇ. હું તેને મારા ઘરે લઇ ગયો હતો. મેં જોયું કે તે વોટ્સએપ પર બીજા છોકરાઓ સાથે ચેટ કરી રહી હતી. તે અન્ય છોકરાઓ સાથે એડલ્ટ જોક્સ અને ફોટાઓ શેર કરતી હતી. તેના મોબાઇલમાં એડલ્ટ મેસેજીસ જોઇને મને ગુસ્સો આવી ગયો. મેં તેને અટકાવી તો બોલી- ડોન્ટ ઇન્ટરફિયર, હું તારા માટે સિરિયસ નથી."
  - "તેનો જવાબ સાંભળીને મેં તેનું ગળું દબાવી દીધું. તે ત્યાં જ બેભાન થઇને પડી ગઇ. તેની હાલત જોઇને હું ગભરાઇ ગયો. મેં એક દોસ્તને કોલ કરીને બોલાવ્યો, પછી અમે દારૂ પીવા ચાલ્યા ગયા. ગૌરીનો ફોન મારી પાસે હતો અને તેના ઘરેથી ફોન આવી રહ્યા હતા."

  આગળની સ્લાઇડમાં વાંચો, જીવતી હતી ગૌરી, છતાંપણ કાપતો રહ્યો BF

  ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
 • BF killed Gf then cut her body and threw her bodyparts at 6 different places in UP
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  પોલીસને ગૌરી મર્ડર કેસની પહેલી કડી ગણેશગંજની લોન્ડ્રી શોપ પાસે લાગેલા સીસીટીવી કેમેરામાંથી મળી હતી.

  જીવતી હતી ગૌરી, છતાંપણ કાપતો રહ્યો BF

   

  - હિમાંશુએ જણાવ્યું હતું, "હું આરી ખરીદીને પાછો ફર્યો. તે જમીન પર પડી હતી. મેં  પહેલા તેના પગ કાપ્યા, પછી બંને હાથ અને છેલ્લે ગરદન. જ્યારે કાપવાનું શરૂ કર્યું ત્યારે લાગ્યું કે તેનું શરીર ગરમ છે. કદાચ તે જીવતી હતી. હું છતાંપણ ન અટક્યો. હું બસ કાપતો રહ્યો. મેં તેના બોડી પાર્ટ્સ છ અલગ બોરીઓમાં ભર્યા અને અલગ-અલગ જગ્યાઓએ ફેંકી દીધા."
  - હિમાંશુના ઘરે ફેલાયેલા લોહીને સમરસેબિલથી ધોઇ નાખ્યા હતા, જેથી કોઇ નિશાન ન મળે. એટલું જ નહીં, કોઇને શંકાન થાય એ માટે વારંવાર ઘરેથી બહાર પણ નીકળી રહ્યો હતો.

 • BF killed Gf then cut her body and threw her bodyparts at 6 different places in UP
  પોલીસે શોધખોળ કરીને હિમાંશુ પ્રજાપતિ નામના યુવકનો પકડ્યો હતો.

  પોલીસના ખુલાસા પર ઉઠ્યા હતા સવાલ, આરીથી કેવી રીતે કાપ્યું હાડકું

   

  - પોલીસનો દાવો હતો કે હિમાંશુંએ ગૌરીને લાકડી કાપવાની આરીથી કાપી હતી. રિપોર્ટ્સ પ્રમાણે, પોલીસને સ્થળ પરથી કોઇ હથિયાર મળ્યા ન હતા. પોલીસવાળાઓએ પીજીઆઇ સ્થિત એક દુકાનમાંથી 50 રૂપિયામાં નવી આરી ખરીદીને ખુલાસાવાળા દિવસે તેને પ્રેસ કોન્ફરન્સમાં રજૂ કરી હતી. આ કારણે પોલીસનો જબરદસ્ત કચરો થયો હતો. 

  - પોલીસનું કહેવું હતું કે ગૌરીની હત્યા લાકડી કાપવાની આરીથી જ કરવામાં આવી છે, જ્યારે પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરોની પેનલનું કહેવું હતું કે સ્લોટર હાઉસમાં ઉપયોગમાં લેવાતા હથિયારથી ટુકડા કરવામાં આવ્યા. લાકડી કાપવાની આરીથી આ રીતે શરીરના ટુકડા ન થઇ શકે. 

   

  કરંટ સ્ટેટસ

   

  - ગૌરીના પિતા શિશિર શ્રીવાસ્તવે જણાવ્યું, "મારી દીકરીને ગુજરી ગયે 3 વર્ષ થઇ ગયા છે. પોલીસે શરૂઆતમાં ઝડપી કાર્યવાહી કરીને ચાર્જશીટ દાખલ કરી દીધી હતી, પરંતુ અત્યાર સુધી તે રાક્ષસને સજા થઇ નહીં. કોર્ટમાં ટ્રાયલ ચાલુ છે. વકીલ કહે છે કે ગવાહીઓ થઇ ચૂકી છે, કેસમાં ટુંક સમયમાં જ સુનાવણી થશે અને હિમાંશુને સજા થશે." 

   

More From National News

Trending