ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Begum Hamida Habibullah Dies At Age of 102 Year

  બેગમ હમીદા હબીબુલ્લાનું 102 વર્ષની જૈફ વયે નિધન

  Agency, Lucknow | Last Modified - Mar 14, 2018, 04:33 AM IST

  આઝાદી પૂર્વે ઇંગ્લેન્ડ જઇને કેમ્બ્રિજ યુનિવર્સિટી અને વ્હાઇટલેન્ડ્સ કોલેજમાં અભ્યાસ કર્યો હતો
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   લખનઉ: દેશમાં મહિલા સશક્તીકરણની શરૂઆત કરનારી મહિલા તરીકેની ઓળખ ધરાવતા બેગમ હમીદા હબીબુલ્લાનું 102 વર્ષની જૈફ વયે નિધન થયું છે. તેમણે લખનઉની કમાન્ડ હોસ્પિટલમાં મંગળવારે છેલ્લા શ્વાસ લીધા. તેમણે આઝાદી પૂર્વે ઇંગ્લેન્ડ જઇને કેમ્બ્રિજ યુનિવર્સિટી અને વ્હાઇટલેન્ડ્સ કોલેજમાં અભ્યાસ કર્યો હતો.

   ભારત પરત ફર્યા બાદ તેમણે મહિલાઓના સશક્તીકરણ માટે કામ કર્યું અને 5 હજાર મહિલાઓને રોજગારી અપાવી હતી. તેઓ લખનઉની અવધ ગર્લ્સ ડિગ્રી કોલેજના તથા ‘સેવા’ એનજીઓના અધ્યક્ષપદે પણ રહ્યા હતા. તેમના લગ્ન ખડકવાસલા નેશનલ ડિફેન્સ એકેડમીના સંસ્થાપક કમાન્ડન્ટ મેજર જનરલ ઇનાયત હબીબુલ્લા સાથે થયા હતા.

   1965માં પતિના રિટાયરમેન્ટ બાદ હમીદાએ રાજકારણમાં ઝંપલાવ્યું. બારાબંકીથી ધારાસભ્ય બન્યા. 1971થી 1973 સુધી ઉત્તરપ્રદેશ સરકારમાં સામાજિક અને હરિજન કલ્યાણ મંત્રી રહ્યા. 1976થી 1982 સુધી રાજ્યસભાનાં સાંસદ પણ રહ્યા. તેમને બારાબંકીમાં તેમના પૈતૃક ગામ સૈદનપુરમાં સુપુર્દ-એ-ખાક કરાયા.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Begum Hamida Habibullah Dies At Age of 102 Year
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `