ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» આતંકી બનેલા પ્રોફેસરે મરતાં પહેલાં પિતાની માફી માગી | In Shopian encounter J&K University professor who turn terrorist also kill

    આતંકી પ્રોફેસરે મરતાં પહેલાં કર્યો હતો પિતાને ફોન, કહ્યું હતું 'SORRY'

    Divyabhaskar.com | Last Modified - May 07, 2018, 04:11 PM IST

    આતંકની રાહ અપનાવનારા કાશ્મીર યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર મોહમ્મદ ભટ મરતાં પહેલાં પોતાના પિતાની માફી માગી હતી.
    • પોલીસે આસિસટન્ટ પ્રોફેસર ભટને સરેન્ડર કરવા ગાંદરબાલના ચુંદુનાથી તેના પરિવારને બોલાવ્યો હતો (ફાઈલ)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      પોલીસે આસિસટન્ટ પ્રોફેસર ભટને સરેન્ડર કરવા ગાંદરબાલના ચુંદુનાથી તેના પરિવારને બોલાવ્યો હતો (ફાઈલ)

      શ્રીનગરઃ દક્ષિણ કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં માર્યા ગયેલા ડૉ. મોહમ્મદ રફી ભટે અંતિમ વખત પોતાના પિતા સાથે વાત કરી હતી. આતંકની રાહ અપનાવનારા કાશ્મીર યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર મોહમ્મદ ભટ મરતાં પહેલાં પોતાના પિતાની માફી માગી હતી. મોહમ્મદ ભટએ પોતાના પિતાને ફોન પર કહ્યું હતું કે, "જો મેં તમને દુઃખ પહોંચાડ્યું હોય તો તેના માટે માફી માંગુ છું."


      સરેન્ડર કરવા ઘણી સમજાવટ પણ પ્રોફેસર ન માન્યો


      - રવિવારે શોપિયાંમાં થયેલી અથડામણમાં હિઝબુલ કમાન્ડર સદ્દામ પડાર સહિત 4 આતંકીઓ ઠાર થયા હતા. જેમાં જમ્મુ કાશ્મીર યુનિવર્સિટીનો પ્રોફેસર પણ સામેલ હતો.
      - પ્રોફેસરથી આતંકી બનેલો ડૉ. મોહમ્મદ રફી ભટને સરેન્ડર કરવાનું કહ્યું હતું. પ્રોફેસર સુરક્ષા દળના જવાનની વાત માને તે માટે તેમના પરિવારને પણ ઘટનાસ્થળે બોલાવ્યાં હતા, પરંતુ અનેક સમજાવટ બાદ પણ તેને સરેન્ડર કર્યું ન હતું. જે બાદ તે માર્યો ગયો હતો.

      ગાયબ થયાંને એક દિવસ બાદ માલૂમ પડ્યું તે આતંકી બની ગયો છે


      - પ્રાપ્ત થતી માહિતી મુજબ પોલીસે આસિસટન્ટ પ્રોફેસર ભટને સરેન્ડર કરવા ગાંદરબાલના ચુંદુનાથી તેના પરિવારને બોલાવ્યો હતો.
      - એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, "અમને શોપિયાંના બડગામમાં અન્ય આતંકીઓને ઘેરવા સમયે તેના અંગે જાણકારી મળી, તો તાત્કાલિક તેના પરિવારનો સંપર્ક કર્યો હતો."
      - ભટના પરિવારના જણાવ્યા મુજબ તે શુક્રવારથી ગાયબ હતો અને તે આતંકી બની ગયો છે તે અંગે પરિવારના કોઈને જાણ ન હતી.
      - કાશ્મીર યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર રફી ભટ ગાયબ થયો હોવાનો રિપોર્ટ સામે આવ્યાંને એક દિવસ બાદ ખુલાસો થયો હતો કે તે આતંકી બની ગયો છે.

      અંતે પ્રોફેસરમાંથી આતંકી બનેલો ભટ થયો ઠાર


      - પરિવાર તરફથી રફીના ગાયબ હોવાની વાત સામે આવ્યાં બાદ કાશ્મીર યુનિવર્સિટી પ્રશાસને પોલીસને પત્ર લખ્યો હતો. જે બાદ પોલીસે તે ગુમ થયો હોવાનો મામલો પણ દાખલ કર્યો હતો.
      - રવિવારે સવારે શોપિયાંમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ, જેમાં અનેક આતંકીઓને ઘેરવામાં આવ્યા હતા.
      - આતંકીઓને સિક્યોરિટી ફોર્સે સરેન્ડર કરવાનું પણ ઘણું કહ્યું પરંતુ આતંકીઓએ ફાયરિંગ શરૂ કરતાં અંતે સુરક્ષા દળની જવાબી કાર્યવાહીમાં 5 આતંકીઓ ઠાર થયા હતા, જેમાં પ્રોફેસર રફી ભટ પણ સામેલ હતો.
      - કાશ્મીર યુનિવર્સિટીએ સુરક્ષાને ધ્યાનમાં રાથી બે દિવસ માટે રજા જાહેર કરી છે.

      સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

    • શોપિયાંમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં માર્યા ગયેલા ડૉ. મોહમ્મદ રફી ભટે અંતિમ વખત પોતાના પિતા સાથે વાત કરી હતી (ફાઈલ)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      શોપિયાંમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં માર્યા ગયેલા ડૉ. મોહમ્મદ રફી ભટે અંતિમ વખત પોતાના પિતા સાથે વાત કરી હતી (ફાઈલ)

      શ્રીનગરઃ દક્ષિણ કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં માર્યા ગયેલા ડૉ. મોહમ્મદ રફી ભટે અંતિમ વખત પોતાના પિતા સાથે વાત કરી હતી. આતંકની રાહ અપનાવનારા કાશ્મીર યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર મોહમ્મદ ભટ મરતાં પહેલાં પોતાના પિતાની માફી માગી હતી. મોહમ્મદ ભટએ પોતાના પિતાને ફોન પર કહ્યું હતું કે, "જો મેં તમને દુઃખ પહોંચાડ્યું હોય તો તેના માટે માફી માંગુ છું."


      સરેન્ડર કરવા ઘણી સમજાવટ પણ પ્રોફેસર ન માન્યો


      - રવિવારે શોપિયાંમાં થયેલી અથડામણમાં હિઝબુલ કમાન્ડર સદ્દામ પડાર સહિત 4 આતંકીઓ ઠાર થયા હતા. જેમાં જમ્મુ કાશ્મીર યુનિવર્સિટીનો પ્રોફેસર પણ સામેલ હતો.
      - પ્રોફેસરથી આતંકી બનેલો ડૉ. મોહમ્મદ રફી ભટને સરેન્ડર કરવાનું કહ્યું હતું. પ્રોફેસર સુરક્ષા દળના જવાનની વાત માને તે માટે તેમના પરિવારને પણ ઘટનાસ્થળે બોલાવ્યાં હતા, પરંતુ અનેક સમજાવટ બાદ પણ તેને સરેન્ડર કર્યું ન હતું. જે બાદ તે માર્યો ગયો હતો.

      ગાયબ થયાંને એક દિવસ બાદ માલૂમ પડ્યું તે આતંકી બની ગયો છે


      - પ્રાપ્ત થતી માહિતી મુજબ પોલીસે આસિસટન્ટ પ્રોફેસર ભટને સરેન્ડર કરવા ગાંદરબાલના ચુંદુનાથી તેના પરિવારને બોલાવ્યો હતો.
      - એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, "અમને શોપિયાંના બડગામમાં અન્ય આતંકીઓને ઘેરવા સમયે તેના અંગે જાણકારી મળી, તો તાત્કાલિક તેના પરિવારનો સંપર્ક કર્યો હતો."
      - ભટના પરિવારના જણાવ્યા મુજબ તે શુક્રવારથી ગાયબ હતો અને તે આતંકી બની ગયો છે તે અંગે પરિવારના કોઈને જાણ ન હતી.
      - કાશ્મીર યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર રફી ભટ ગાયબ થયો હોવાનો રિપોર્ટ સામે આવ્યાંને એક દિવસ બાદ ખુલાસો થયો હતો કે તે આતંકી બની ગયો છે.

      અંતે પ્રોફેસરમાંથી આતંકી બનેલો ભટ થયો ઠાર


      - પરિવાર તરફથી રફીના ગાયબ હોવાની વાત સામે આવ્યાં બાદ કાશ્મીર યુનિવર્સિટી પ્રશાસને પોલીસને પત્ર લખ્યો હતો. જે બાદ પોલીસે તે ગુમ થયો હોવાનો મામલો પણ દાખલ કર્યો હતો.
      - રવિવારે સવારે શોપિયાંમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ, જેમાં અનેક આતંકીઓને ઘેરવામાં આવ્યા હતા.
      - આતંકીઓને સિક્યોરિટી ફોર્સે સરેન્ડર કરવાનું પણ ઘણું કહ્યું પરંતુ આતંકીઓએ ફાયરિંગ શરૂ કરતાં અંતે સુરક્ષા દળની જવાબી કાર્યવાહીમાં 5 આતંકીઓ ઠાર થયા હતા, જેમાં પ્રોફેસર રફી ભટ પણ સામેલ હતો.
      - કાશ્મીર યુનિવર્સિટીએ સુરક્ષાને ધ્યાનમાં રાથી બે દિવસ માટે રજા જાહેર કરી છે.

      સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: આતંકી બનેલા પ્રોફેસરે મરતાં પહેલાં પિતાની માફી માગી | In Shopian encounter J&K University professor who turn terrorist also kill
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top