Home » National News » Desh » મોબાઈલ ચોરી કરતા મહિલાને માર્યો ઢોર માર| Beating Woman On Mobile Theft

મોબાઈલ ચોરી કરતા મહિલાનું માથું મુંડાવ્યું, જૂતાની માળા પહેરાવી-રસ્તા ઉપર ફેરવી

Divyabhaskar.com | Updated - May 12, 2018, 09:29 AM

મહિલાની ભૂલ માત્ર એટલી હતી કે તેણે એક મોબાઈલની ચોરી કરી હતી

  • મોબાઈલ ચોરી કરતા મહિલાને માર્યો ઢોર માર| Beating Woman On Mobile Theft
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    લોકોએ મહિલાનું માથુ મુંડાવ્યું ને ગળામાં જૂતાનો હાર પહેરાવ્યો

    ચાઈબાસા: મુફ્ફસિલના જરાયકેલા ચોક પર ગુરુવારે એક મહિલાનું લોકોએ માથું મુંડાવ્યુ અને તેના ગળામાં જૂતાનો હાર પહેરાવીને રોડ પર તેનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. મહિલાની ભૂલ માત્ર એટલી હતી કે તેણે એક મોબાઈલ ચોરી કર્યો હતો. લોકોએ આ વિશે પોલીસને માહિતી આપવાની જગ્યાએ તે મહિલા પર ડંડાથી હુમલો પણ કર્યો હતો. અમુક લોકો વચ્ચે પડ્યા તે પછી મહિલાને છોડવામાં આવી હતી. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.

    કોલ રિસીવ કરતાં જ પકડાઈ ગઈ મહિલા


    લોકોનો આરોપ છે કે, સુપર સાંઈ વિસ્તારના એક ઘરમાંથી મહિલાએ ગઈ કાલે રાતે એક મોબાઈલ ફોનની ચોરી કરી હતી. સવારે જ્યારે કોઈએ તે નંબર ઉપર ફોન કર્યો ત્યારે મહિલાએ તે ફોન રિસીવ કર્યો હતો. મહિલાએ જ્યારે ફોન રિસીવ કર્યો ત્યારે તે બસ સ્ટેન્ડ પાસે હતી અને ફોન કરનાર પણ ત્યાં જ ઊભો હતો. એટલે મહિલા તુરંત પકડાઈ ગઈ હતી. ત્યારપછી તેને જરાયકેલા ચૌક લાવવામાં આવી હતી. અહીં લોકોએ તેના વાળ કાપીને મુંડન કરાવી દીધું અને જૂતાની માળા પહેરાવી દીધી હતી.

    અમુક લોકોએ મહિલાને છોડાવી


    - આટલુ કર્યા પછી પણ લોકો ધરાયા નહતા. અમુક લોકો મહિલાને ડંડાની મારવા લાગ્યા હતા. ત્યારપછી ગામના અમુક સારા લોકોની મહિલા પર નજર પડી ત્યારે તેમણે મહિલાને બદમાશોની ચુંગલમાંથી છોડાવી હતી. તે દરમિયાન જ મહિલા ત્યાંથી ભાગી નીકળી હતી. પોલીસને આ વિશેની માહિતી મીડિયા પાસેથી મળી હતી. એસડીઓ આર રોનિતાએ ઘટનાની તપાસનો આદેશ આપ્યો છે. જોકે આ વિશે હજુ કોઈ માહિતી મળી નથી.

    આગળની સ્લાઈડ ક્લિક કરીને જુઓ અન્ય તસવીરો

  • મોબાઈલ ચોરી કરતા મહિલાને માર્યો ઢોર માર| Beating Woman On Mobile Theft
    મહિલાએ મોબાઈલની કરી હતી ચોરી
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending