• Home
  • National News
  • Desh
  • CRPF મહિલાઓને મદદ કરવાના બદલે રીક્ષા વાળાને પડી ઝાપટ| Beating Auto Driver By Lady Police

સ્કૂટર પરથી પડી મહિલા પોલીસકર્મી, રિક્ષાવાળાએ મદદ માટે હાથ લંબાવતા ખાવી પડી ઝાપટ

divyabhaskar.com

Jun 10, 2018, 07:00 AM IST
રીક્ષા વાળાને મારતો વીડિયો થયો વાયરલ
રીક્ષા વાળાને મારતો વીડિયો થયો વાયરલ

નર્મદાપારાની પાસે બુધવાર સાંજે 4.15 વાગ્યે એક મોપેડ પર જઈ રહેલી ત્રણ મહિલા RPF પોલીસકર્મી સ્લિપ થઈને નીચે પટકાઈ. તેમને જોઈને ઓટોવાળો દીડીને મદદ કરવા પહોંચ્યો. ગુસ્સે ભરાયેલી એક પોલીસ કર્મચારીએ ઓટો ચાલકને લાફો ચોડી દીધો.

રાયપુર, છત્તીસગઢઃ નર્મદાપારાની પાસે બુધવાર સાંજે 4.15 વાગ્યે એક મોપેડ પર જઈ રહેલી ત્રણ મહિલા RPF પોલીસકર્મી સ્લિપ થઈને નીચે પટકાઈ. તેમને જોઈને ઓટોવાળો દીડીને મદદ કરવા પહોંચ્યો. ગુસ્સે ભરાયેલી એક પોલીસ કર્મચારીએ ઓટો ચાલકને લાફો ચોડી દીધો. મૂળે, તેમને લાગ્યું હતું કે ઓટોવાળાએ તેમને કટ માર્યો એટલે તેમનું મોપેડ સ્લિપ થયું.

ઓટો ચાલકે ત્રણેયને ઊભા કર્યા તો જવાબમાં મળ્યો લાફો


- પ્રત્યક્ષદર્શીઓ મુજબ, નર્મદાપાર રાધા કૃષ્ણ મંદિરની સામે ભીડ હતી. એક મોપેડ પર RPFની ત્રણ મહિલા કર્મચારી જઈ રહી હતી.
- તેઓએ હેલમેટ ન પહેરતા ચહેરા પર કપડું બાંધેલું હતું. અચાનક તેમનું મોપેડ સ્લિપ થઈ ગયું, જેના કારણે ત્રણેય રસ્તા પર પટકાઈ.
- મોપેડની પાછળ એર ઓટો આવી રહી હતી. ચાલકે ઓટો ઊભી રાખી અને તેમને ઊભા કર્યા.
- આ દરમિયાન એક પોલીસકર્મીએ તેને લાફો મારી દીધો. તેમને ઓટોવાળા પર કટ મારવાનો શક હતો.

મહિલા નેટબોલ પ્લેયરે વીડિયો ઉતાર્યો તો 3 પોલીસકર્મીએ ઝૂંટવી લીધો મોબાઇલ


- ત્યાંથી પસાર થઈ રહેલી નેટબોલની પ્લેયરે લાફો મારવાનો વીડિયો શૂટ કરી લીધો.
- મહિલા કર્મચારીઓએ તેને એવું કરતી જોઈ લીધી. તેઓ તેની ઉપર પણ વિફરી અને ગેરવર્તણૂંક કરી.
- તેઓએ પ્લેયરનો મોબાઈલ છીનવી લીધો. પ્લેયર મોબાઇલ માગવા માટે વિનંતી કરતી રહી, પછી અચાનક પોતાની મોબાઇલ ઝૂંટવી ભાગી ગઈ.
- તેણે સોશિયલ મીડિયામાં ઘટનાનો વીડિયો વાયરલ કર્યો. સોશિયલ મીડિયામાં ઘટનાની ટીકા થવા લાગી.
- પ્લેયર ફરિયાદ કરવા મહિલા સેલ પણ પહોંચી. ત્યાં પોલીસે તેની ફરિયાદ ન સાંભળી અને ઉલટાનું RPF જવાની સલાહ આપી. ડરીને યુવતી ઘરે ચાલી ગઈ.

RPF પ્રભારીએ કહ્યું- અમને કોઈ ફરિયાદ નથી મળી


- RPFના પ્રભારી દિવાકર મિશ્રાનું કહેવું છે કે તેમની પાસે દુર્વ્યવહાર કે મોબાઇલ છીનવી લેવાની કોઈ ફરિયાદ નથી આવી.
- મહિલા કર્મચારી ભિલાઈની છે. તેઓ કોર્ટ કાર્યવાહી માટે રાયપુર આવી હતી. તેમને સૂચના આપી દેવામાં આવી છે.

આ પણ વાંચો: આ છે દેશની પહેલી મહિલા ફાયર ફાઈટર, 3 મહિના એકલી રહી હતી બોયઝ હોસ્ટેલમાં

X
રીક્ષા વાળાને મારતો વીડિયો થયો વાયરલરીક્ષા વાળાને મારતો વીડિયો થયો વાયરલ
COMMENT

Next Stories

    કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

    • પાર્ટી
    • 2019
    • 2014
    336
    60
    147
    • Total
    • 0/543
    • 543
    કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

    ભાગ લેવા બદલ ધન્યવાદ

    Total count should be

    543
    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી