છેડતીથી પરેશાન થઈને BCA વિદ્યાર્થીનીએ આપ્યો જીવ, 2 ક્લાસમેટ પર લગાવ્યો આરોપ

ઘટનાના બે મહિના પહેલાં પણ ફરિયાદ કરી હતી પણ પોલીસે સમજૂતી કરી લેવાનો પ્રયત્ન કર્યો હતો

divyabhaskar.com | Updated - Apr 04, 2018, 12:10 AM
વિદ્યાર્થીનીએ કરી લીધી આત્મહત્યા (પ્રતિકાત્મ તસવીર)
વિદ્યાર્થીનીએ કરી લીધી આત્મહત્યા (પ્રતિકાત્મ તસવીર)

યુપીના કાનપુરમાં છત્રપતિ શાહુજી મહારાજ વિશ્વવિદ્યાલયના બે વિદ્યાર્થી દ્વારા કરવામાં આવતી છેડતી અને ધમકીના ડરથી એક બીસીએની વિદ્યાર્થીનીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંઘાવી દીધી છે

કાનપુર: યુપીના કાનપુરમાં છત્રપતિ શાહુજી મહારાજ વિશ્વવિદ્યાલયના બે વિદ્યાર્થી દ્વારા કરવામાં આવતી છેડતી અને ધમકીના ડરથી એક બીસીએની વિદ્યાર્થીનીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. પીડિતાના ડોક્ટર પિતાએ આરોપીઓ સામે પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી છે પરંતુ પરિવારનો આરોપ છે કે, પોલીસ દબાણ કરીને સમજૂતી કરાવી દેવા માગે છે. જોકે પરિવારના આ આરોપ પછી પોલીસ સ્ટેશન ઈનચાર્જ અજય મિશ્રને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. હાલ એસએસપીના આદેશ પ્રમાણે પોલીસની ટીમ ઘટનાની તપાસ કરી રહ્યા છે.

જાણો શું છે સમગ્ર ઘટના?


- રાવતપુર ગામના આદર્શનગરમાં રહેતા એક ડોક્ટરની દીકરી છત્રપતિ શાહુજી મહારાજ વિશ્વવિદ્યાલયમાં બીસીએના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે.
- સોમવારે સવારે તે અભ્યાસ કરવા તેમના ઘરના ફર્સ્ટ ફ્લોર પર આવેલા રૂમમાં ગઈ હતી.
- બપોરે તેની માતા તેને જમવા માટે બોલાવા ગઈ હતી. રૂમનો દરવાજો અંદરથી બંધ હતો..
- માતાએ ઘણી વખત દરવાજો ખખડાવ્યો હોવા છતા વિદ્યાર્થીનીએ દરવાજો ખોલ્યો નહતો.
- માતાએ બારીમાંથી જોયું તો પીડિતા દુપટ્ટાથી પંખે લટકતી હતી.
- આ ઘટના પછી પીડિતાના માતા-પિતાએ તેના ક્લાસમેટ અનિકેત દીક્ષિત અને અનિકેત પાંડેની દીકરીની મોતના દોષિત ગણાવ્યા

આરોપીઓએ અપહરણ અને એસિડ છાંટવાની આપી હતી ધમકી


- પિતાના જણાવ્યા પ્રમાણે આરોપીઓ ઘણી વાર તેમની દીકરીનો પીછો કરતા હતા. આ ઉપરાંત આરોપીએ યુવતીને અપહરણ કરી લેવાની અને એસિડ નાખીને મોઢું બગાડી દેવાની ધમકી આપી હતી.
- પીડિતાના પરિવારજનોએ આ વિશે પહેલાં પણ ફરિયાદ કરી હતી પરંતુ પોલીસ પ્રશાસને આરોપીઓનો પક્ષ લીધો હતો.
- તે સમયે પણ પોલીસે પરિવારજનો સાથે પીડિતાને નિવેદન આપવા બોલાવી હતી અને ત્યારે પણ સમજૂતી કરી લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

The victims father had complained against the accused in Police station
X
વિદ્યાર્થીનીએ કરી લીધી આત્મહત્યા (પ્રતિકાત્મ તસવીર)વિદ્યાર્થીનીએ કરી લીધી આત્મહત્યા (પ્રતિકાત્મ તસવીર)
The victims father had complained against the accused in Police station
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App