ફાસ્ટટેગ બારકોડ / દેશભરમાં આજથી પેટ્રોલપંપો પર ફાસ્ટ ટેગ બારકોડ અનિવાર્ય કરાશે

Divyabhaskar | Updated - Jan 07, 2019, 12:47 PM
barcode tag will be complsoury from tomorrow
X
barcode tag will be complsoury from tomorrow

 

  • NHAIનો ઓઇલ કંપનીઓ સાથે કરાર, 25 હજાર પેટ્રોલપંપમાં બારકોડ મળશે 
  • 54 ટોલમાં માર્ચ સુધીમાં ફાસ્ટટેગ લેન શરૂ કરાશે
  • અંદાજે 90 ટકા વાહનચાલકો ટોલમાંથી પસાર થાય છે


નવી દિલ્હીઃ આજથી દેશના તમામ નેશનલ હાઇવેના ટોલ પ્લાઝા પર ફાસ્ટટેગ લેન અનિવાર્ય કરી દેવાશે. તે માટે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) આવતીકાલથી દેશભરના 800 પેટ્રોલપંપમાં વાહનચાલકોને ફાસ્ટટેગ બારકોડ ઉપલબ્ધ કરાવશે. આ બારકોડ આગામી 6 મહિનામાં દેશભરના 25 હજાર પેટ્રોલપંપો પર ઉપલબ્ધ કરાવી દેવાશે. સાથે જ બે એપ પણ લોન્ચ કરાઇ રહી છે જે ફાસ્ટટેગ માટે મદદરૂપ થશે. તેનાથી ટોલ પ્લાઝા પર વાહનચાલકોનો ઘણો સમય બચશે. હાલ ફાસ્ટટેગ વિના એક વાહન પસાર થવામાં સરેરાશ 6 મિનિટ લાગે છે.

54 ટોલમાં માર્ચ સુધીમાં ફાસ્ટટેગ લેન શરૂ કરાશે
1.
  • માર્ગ પરિવહન મંત્રાલય અને NHAIના 479 ટોલ પ્લાઝા છે. તેમાંથી લગભગ 425 ટોલમાં ફાસ્ટટેગ લેન ઉપલબ્ધ છે. બાકીના 54 ટોલમાં માર્ચ સુધીમાં ફાસ્ટટેગ લેન શરૂ કરી દેવાશે. તેનાથી વાહનચાલકોને ટોલ ચાર્જ ચૂકવવામાં લાગતો સમય બચશે. ફાસ્ટટેગ વિનાનાં વાહનોની ફાસ્ટટેગ લેનમાંથી એન્ટ્રી નહીં થાય. કોઇ વાહન એન્ટ્રી કરે તો તેને દંડ પણ થઇ શકે છે. જોકે, તે અંગે હજુ નિર્ણય લેવાયો નથી. 
  • સોમવારે માર્ગ પરિવહન મંત્રાલય અને ઓઇલ કંપનીઓ વચ્ચે કરાર થશે. મહાનગરોના 200-200 પેટ્રોલપંપો પર ફાસ્ટટેગ ઉપલબ્ધ હશે. ત્યાર બાદ આગામી 6 મહિનામાં તબક્કાવાર મોટાં શહેરોના 25 હજાર પેટ્રોલપંપો પર પણ આ સુવિધા ઉપલબ્ધ કરાવાશે. તે માટે દરેક પેટ્રોલપંપમાં બૂથ બનાવાશે. 
અંદાજે 90 ટકા વાહનચાલકો ટોલમાંથી પસાર થાય છે
2.ફાસ્ટટેગને વાહનચાલક બેન્ક એકાઉન્ટ, પેટીએમ વગેરે સાથે લિન્ક કરી શકે છે. તેમાં લગભગ તમામ બેન્કો માટે વિકલ્પ હશે. અત્યાર સુધી ફાસ્ટટેગ NHAI દ્વારા રજિસ્ટર્ડ બેન્કોમાંથી જ મળતા હતા. એક સર્વે મુજબ અંદાજે 90 ટકા વાહનચાલકો ટોલમાંથી પસાર થાય છે. તેવામાં વાહનચાલકો માટે ફાસ્ટટેગ સરળતાથી ઉપલબ્ધ થઇ શકશે. 
માર્ચ સુધીમાં દેશના તમામ ટોલ પ્લાઝા પર ફાસ્ટટેગ લેન અનિવાર્ય હશે
3.ફાસ્ટટેગ એક પ્રકારનું બારકોડ સ્ટિકર છે, જે વાહનમાં લગાવાય છે. તેના કોડને તમારા બેન્ક એકાઉન્ટ કે પેટીએમ સાથે લિન્ક કરી દેવાય છે. ત્યાર બાદ તમે ટોલ પ્લાઝા પરથી પસાર થાવ ત્યારે તમારે ત્યાં કોઇ કેશ નહીં આપવી પડે. ફાસ્ટટેગ લેનવાળાં વાહનચાલક ટોલ ગેટના એન્ટ્રી પોઇન્ટ પર પહોંચશે તો ગેટ પર લાગેલું સેન્સર ફાસ્ટટેગ બારકોડને સ્કેન કરીને તેની માહિતી કંટ્રોલ રૂમને આપશે. ત્યાર બાદ બેરિયર ખૂલી જશે. 
 
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App