Home » National News » Latest News » National » Encounter in Bandipora between Security force and terrorist

સીઝફાયર સમાપ્ત: બાંદીપોરામાં 4 આંતકી ઠાર, સૈન્યનું ઓપરેશન શરૂ

Divyabhaskar.com | Updated - Jun 19, 2018, 12:11 AM

જમ્મુ કાશ્મીરમાં સીઝફાયર પૂર્ણ થતાંની સાથે જ આતંકીઓ વિરૂદ્ધ એકવખત ફરી સેનાનું ઓપરેશન શરૂ, બાંદીપુરામાં અેન્કાઉન્ટર.

 • Encounter in Bandipora between Security force and terrorist
  સોમવારે જ બાંદીપુરામાં ચાલી રહેલાં ઓપરેશનમાં સેનાના જવાનોએ બે આતંકીઓને ઠાર કર્યાં (ફાઈલ)

  નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં રમજાન બાદ સલામતીદળોએ ફરી ઓપરેશન ઓલઆઉટ શરૂ કરી દીધું છે. સોમવારે સૈન્યએ બિજબેહરા અને બાંદીપોરામાં આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન કર્યું. બાંદીપોરામાં સલામતીદળો સાથેની અથડામણમાં 4 આતંકી માર્યા ગયા. બિજબેહરામાં સૈન્યએ વિસ્તાર ઘેરી રાખ્યો છે અને ઓપરેશન હજુ ચાલુ છે. હકીકતમાં કેન્દ્ર સરકારે રાજ્યમાં રમજાન દરમિયાન આતંકી ઘટનાઓમાં વૃદ્ધિ અને 28 જૂનથી શરૂ થઈ રહેલી અમરનાથ યાત્રાને ધ્યાનમાં રાખતા રવિવારે સીઝફાયર સમાપ્ત કરી દીધું હતું.

  જમ્મુ-કાશ્મીરમાં રમજાન મહિનામાં 66 આતંકી હુમલા

  સૈન્યએ પણ કેન્દ્રને ફરીથી ઓપરેશન શરૂ કરવાની અપીલ કરી હતી. પીએમઓમાં રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહનું કહેવું છે કે આપણે આ નિર્ણયને સાચી ભાવનાથી જોવાની જરૂર છે. ગૃહમંત્રાલયે બધી જ ઉપલબ્ધ માહિતીઓ પર ધ્યાન આપીને સૈનિક અભિયાનો પર લાગેલો પ્રતિબંધ નહીં વધારવાનો નિર્ણય કર્યો છે. ઓપરેશનની સાથે વાતચીત પણ ચાલુ રહેશે : કેન્દ્ર સરકાર રાજ્યની જનતા સાથે જોડાવાના તેના પ્રયાસ ચાલુ રાખશે. કેન્દ્રના વિશેષ પ્રતિનિધિ દિનેશ શર્મા સોમવારે જમ્મુ-કાશ્મીર પહોંચ્યા અને તે શનિવાર સુધી અહીં રહેશે. તે રાજ્યના વિવિધ ક્ષેત્રોના લોકો સાથે મુલાકાત કરશે. સોમવારે તેઓ કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ સાથે તાજેતરના આતંકી હુમલામાં માર્યા ગયેલા પત્રકાર શુજાતા બુખારીના પરિવારજનોને મળશે.


  2017માં રમજાન દરમિયાન પથ્થરબાજીની 200 ઘટનાઓ થઈ, 2018માં માત્ર 60 થઈ

  જમ્મુ-કાશ્મીરમાં રમજાન મહિનામાં સીઝફાયર દરમિયાન આતંકી હુમલામાં વધારો થયો. ગયા મહિને એટલે કે 17 એપ્રિલથી 17 મે 2018 વચ્ચે રાજ્યમાં 18 આતંકી હુમલા થયા. જ્યારે રમજાન મહિનામાં 17 મેથી 17 જૂન 2018 વચ્ચે 66 હુમલા થયા. તેમાં 20 ગ્રેનેડ હુમલા થયા હતા. આ ઘટનાઓમાં 41 લોકોનાં મોત થયાં. 2017માં રમજાન મહિના દરમિયાન માત્ર 9 આતંકી ઘટનાઓ સામે આવી હતી. આ વર્ષે રમજાન પહેલાંના ચાર મહિનાઓમાં અંદાજે 70 આતંકી માર્યા ગયા હતા.

  જમ્મુ કાશ્મીરમાં સીઝફાયર પૂર્ણ થતાંની સાથે જ આતંકીઓ વિરૂદ્ધ એકવખત ફરી સેનાનું ઓપરેશન શરૂ થયું છે. સોમવારે સવારે સુરક્ષા દળોએ જમ્મુ કાશ્મીરના બિજબેહરામાં આતંકીઓ વિરૂદ્ધ સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે. સીઝફાયર પૂર્ણ થયાં બાદ આતંકીઓ વિરૂદ્ધ સેનાનું આ પહેલું ઓપરેશન છે. આ ઉપરાંત સોમવારે જ બાંદીપુરામાં ચાલી રહેલાં ઓપરેશનમાં સેનાના જવાનોએ 4 આતંકીઓને ઠાર કર્યાં છે, ત્યારે આ ઓપરેશન હજુ ચાલુ જ છે. આ એન્કાઉન્ટરમાં જ સેનાએ 14 જૂને 2 આતંકવાદીઓને ઠાર કર્યાં હતા. જેમાં એક જવાન પણ શહીદ થયા હતા.

  ઓપરેશન ઓલઆઉટ ફરી શરૂ

  - સોમવારે સુરક્ષા દળોએ બિજબેહરા વિસ્તારમાં આતંકીઓ હાજર હોવાની ખબર મળી હતી. જે બાદ સિક્યોરિટી ફોર્સે વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
  - 16 મેનાં રોજ કેન્દ્ર સરકારે કાશ્મીરમાં રમજાનના મહિનામાં શાંતિની વાતને મહત્વ આપી સેનાના ઓપરેશનને અટકાવવાના આદેશ આપ્યાં હતા.
  - ઈદ પછી સરકારે શસ્ત્રવિરામની જાહેરાતને હટાવી દીધી છે અને સુરક્ષાદળોને ફરી આતંકીઓ વિરૂદ્ધ ઓપરેશન ઓલઆઉટ શરૂ કરવાના નિર્દેશ આપ્યાં છે.
  - આતંકીઓની હાજરી હોવાની સુચના મળતાંની સાથે જ સુરક્ષાદળોએ બિજબેહરામાં પહેલું ઓપરેશન શરૂ કર્યું છે.

  ઘાટીમાં હાલની પરિસ્થિતિ સેના માટે આસાન નહીં

  - રવિવારે કેન્દ્ર સરકારે પવિત્ર રમજાન માસ પૂરો થતાંની સાથે જ જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોના ઓપરેશન પર લગાવેલો પ્રતિબંધ હટાવી દીધો છે.
  - ગૃહ મંત્રાલયે શાંતિના હેતુથી રમજાનમાં સીઝફાયર લાગુ કર્યું હતું પરંતુ આતંકીઓના નાપાક ઈરાદાઓએ આ વાત પર પાણી ફેરવી દીધું છે.
  - તો બીજી તરફ ઘાટીમાં જે પ્રકારની પરિસ્થિતિઓ બની છે તેનાથી પાર આવું આસાન નહીં હોય. સેનાને આગામી દિવસોમાં હવે ત્રણ મોર્ચે પોતાની મજબૂતી રજૂ કરવી પડશે

  વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ