Home » National News » Latest News » National » આજે સવારે ખુલ્યા બદ્રીનાથના કપાટ| Badrinath Temple Portals Opened today

કેદારનાથ પછી આજે ખુલ્યા બદ્રીનાથના કપાટ, દર્શન માટે થઈ ભક્તોની ભીડ

Divyabhaskar.com | Updated - Apr 30, 2018, 09:15 AM

ચાર ધામ પહોંચનાર તીર્થયાત્રીઓની સંખ્યા આ વખતે 30 લાખે પહોંચવાનો અંદાજ

 • આજે સવારે ખુલ્યા બદ્રીનાથના કપાટ| Badrinath Temple Portals Opened today
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  આજે સવારે ખુલ્યા બદ્રીનાથના કપાટ

  દેહરાદૂન: સેનાના બેન્ડની ધૂન સાથે સોમવારે સવારે 4.30 વાગે બાબા બદ્રીનાથના કપાટ ખોલવામાં આવ્યા છે. આ દિવસે મંદિરોને ફુલોથી સજાવવામાં આવ્યું હતું. આ દરમિયાન લેઝર શો દ્વારા બાબા બદ્રીનાથ મહિમાનું વર્ણન કરવામાં આવ્યું હતું. બહાર ભક્તોની ભીડ જયકારા સાથે તેમનો અવાજ બદ્રીનાથ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા હતા. નોંધનીય છે કે, આ પહેલાં રવિવારે સવારે બાબા કેદારનાથના કપાટ ખોલવામાં આવ્યા હતા.

  આર્મી બેન્ડની ધૂન પર મંદિરમાં લાવવામાં આવી ભગવાનની મૂર્તિઓ


  - કપાટ ખુલતા પહેલાં ભગવાન શંકરાચાર્ય અને ભગવાન કુબેરની મૂર્તિ આર્મી બેન્ડ ધૂન પર મંદિરમાં લાવવામાં આવી હતી.
  - પહેલાં જ દિવસે ભગવાનના દર્શન માટે ભક્તોની ભીડ થઈ ગઈ હતી. છેલ્લાં બે દિવસમાં હજારો ભક્તો બાબાના દર્શન માટે પહોંચી ગયા હતા.

  આજે માત્ર નિર્વાણ દર્શન


  - સોમવારે ભગવાન બદ્રીનાથના માત્ર નિર્વાણ દર્શન થશે. આ દિવસે ભગવાનને શ્રૃંગાર કરવામાં આવતો નથી. વિશેષ પૂજા પણ કરવામાં આવતી નથી. માત્ર સાંજે આરતી થાય છે.
  - આગલા દિવસથી જ ભગવાનની દરેક દિવસે ખાસ પૂજા કરવામાં આવે છે.

  બરફવર્ષાના કારણે દર વર્ષે બંધ કરી દેવામાં આવે છે કપાટ


  - ઉત્તરાખંડના ગઢવાલમાં બરફવર્ષાના કારણે ચારધામના પટ દર વર્ષે ઓક્ટોબર-નવલેમ્બરમાં બંધ કરી દેવામાં આવે છે. જે પછી બીજા વર્ષે એપ્રિલ-મેમાં જ ખુલે છે.
  - પટ બંધ થવાના કારણે ભગવાનની મૂર્તિ શીતકાલીન ગદ્દી જોશીમઠના નૃસિંહ મંદિરમાં લાવીને સ્થાપિત કરવામાં આવે છે. પટ ખુલ્યા પછી જ આ મૂર્તિઓ કેદારનાથ અને બદ્રીનાથ મંદિરોમાં લઈ જવામાં આવે છે.

  આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

 • આજે સવારે ખુલ્યા બદ્રીનાથના કપાટ| Badrinath Temple Portals Opened today
  રવિવારે સવારે બાબા કેદારનાથના કપાટ ખોલવામાં આવ્યા હતા
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending