લવ મેરેજ કરનાર કપલને મળી સજા, દુલ્હન સાથે કરાવ્યું શર્મજનક કામ

પંચાયતમાં અસામાજિક તત્વોએ પ્રેમી યુગલ સાથે ખૂબ ખરાબ વ્યવહાર કર્યો અને જાહેરમાં થૂંક ચાટવા મજબૂર કર્યા હતા.

divyabhaskar.com | Updated - Mar 05, 2018, 10:40 AM
પંચાયતે કપલ સાથે કર્યું ખરાબ વર્તન
પંચાયતે કપલ સાથે કર્યું ખરાબ વર્તન

બિહારના સુપૌલમાં લવ મેરેજની સજા એક પ્રેમી યુગલને પંચાયતે સંભળાવી. પંચાયતમાં દબંગોએ પ્રેમી યુગલની સાથે ખરાબ વર્તન કર્યું અને જાહેરમાં થૂંક ચટાવ્યું. ત્યારબાદ બંનેને ઉઠક-બેઠક કરાવી. પોલીસે શરૂ કરી કાર્યવાહી

સુપૌલઃ બિહારના સુપૌલમાં લવ મેરેજની સજા એક પ્રેમી યુગલને પંચાયતે સંભળાવી. પંચાયતમાં દબંગોએ પ્રેમી યુગલની સાથે ખરાબ વર્તન કર્યું અને જાહેરમાં થૂંક ચટાવ્યું. ત્યારબાદ બંનેને ઉઠક-બેઠક કરાવી. પછી બંને પર 11-11 હજાર રૂપિયાનો દંડ લગાવી દીધો. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી કરવાની વાત કહી છે. આ ઘટના સુપૌલના બડહરા પંચાયતની છે.

સજા આપતો વીડિયો થયો વાયરલ


ઉલ્લેખનીય છે કે, 28 ફેબ્રુઆરીએ પહેલીવાર પંચાયતની શરૂઆત થઈ અને 1 માર્ચનો આ વીડિયો છે. વિવાહ કરવા પર પ્રેમી જોડાને દબંગોએ માત્ર પંચાયતની વચ્ચે ઉઠક-બેઠક કરાવી. પછી બંનેને પંચાયતની વચ્ચે જ જમીન પર થૂંક ચાટવા ફરજ પાડવામાં આવી. યુવક અને યુવતી બંને પક્ષોના પરિજનોથી પ્રેમ વિવાહની સામે 11-11 હજાર દંડ પણ વસૂલવામાં આવ્યો. મામલો ઉગ્ર બન્યા બાદ હવે પંચાયતમાં સામેલ તમામ લોકો પોતે તેમાં સામેલ નહોતા તેવું સાબિત કરવા પ્રયત્ન કરી રહ્યા છે.

અનેક વર્ષોથી ચાલી રહ્યો હતો પ્રેમ સંબંધ


નેપાળના વિરાટનગરની પાસે રહેનારી યુવતી મરૌના પ્રખંડ ક્ષેત્રના બડહરા પંચાયત સ્થિત પોતાના નાનાના ઘરે રહેતી હતી અને તેણે મધ્ય વિદ્યાલયમાં અભ્યાસ પૂર્ણ કર્યો હતો. આ દરમિયાન જ સંજીત કુમાર સાથે તેને પ્રેમ થઈ ગયો. 16 ફેબ્રુઆરીને બંનેને હરદી દુર્ગા મંદિરમાં બંનેએ લગ્ન કરી દીધા. 26 ફેબ્રુઆરીએ નોટરી પબ્લિકમાં મેરેજ રજિસ્ટર કરાવ્યા બાદ બંને પોતાના ઘરે પહોંચ્યા. યુવક અને યુવતી બંનેના પરિવાર લગ્નનો સ્વીકાર કરવા તૈયાર થઈ ગયા, પરંતુ ગામના કેટલાક દબંગોએ તેનો વિરોધ કરી દીધો.

પંચાયતની વચ્ચે પ્રેમી જોડાને કેવી સજા આપવામાં આવી? જુઓ તસવીરોમાં

લવ મેરેજ કરીને પરત ફરનાર કપલને મળી સજા
લવ મેરેજ કરીને પરત ફરનાર કપલને મળી સજા
કપલ સાથે કરાવી ઉઠક-બેઠક
કપલ સાથે કરાવી ઉઠક-બેઠક
દુલ્હનને જાહેરમાં થૂંક ચાટવા મજબૂર કરી
દુલ્હનને જાહેરમાં થૂંક ચાટવા મજબૂર કરી
X
પંચાયતે કપલ સાથે કર્યું ખરાબ વર્તનપંચાયતે કપલ સાથે કર્યું ખરાબ વર્તન
લવ મેરેજ કરીને પરત ફરનાર કપલને મળી સજાલવ મેરેજ કરીને પરત ફરનાર કપલને મળી સજા
કપલ સાથે કરાવી ઉઠક-બેઠકકપલ સાથે કરાવી ઉઠક-બેઠક
દુલ્હનને જાહેરમાં થૂંક ચાટવા મજબૂર કરીદુલ્હનને જાહેરમાં થૂંક ચાટવા મજબૂર કરી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App