અયોધ્યા કેસ: વિવાદિત માળખાનો કેસ 2 વર્ષમાં પતાવવાનો હતો, 1 વર્ષ જ બાકી, સુનાવણી કેવી રીતે પૂરી થશે

અડવાણી, ઉમા અને જોશી સહિત 14 આરોપીઓ વિરુદ્ધ સુનાવણી થઇ રહી છે

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 02:17 AM
Ayodhya case: The case of the disputed structure was to be repaid in 2 years

નવી દિલ્હી: અયોધ્યામાં વિવાદિત માળખાને તોડી પાડવાના મામલે સુનાવણી કરી રહેલા લખનઉના વિશેષ સીબીઆઈ જજ એસ.કે.યાદવને સુપ્રીમકોર્ટે પૂછ્યું કે એપ્રિલ 2019 સુધી સુનાવણી કેવી રીતે પૂરી કરશે? તેમને સીલબંધ કવરમાં રિપોર્ટ રજૂ કરવા જણાવાયું છે. તેમણે એ પણ જણાવવું પડશે કે અત્યાર સુધી તેમણે શું-શું કર્યુ? સાથે જ જજ યાદવના પ્રમોશન પર પણ કોર્ટે યુપી સરકારથી જવાબ માગ્યો છે. સુપ્રીમકોર્ટે 19 એપ્રિલ, 2017ના રોજ આદેશ આપ્યો હતો કે દરરોજ સુનાવણી કરી વિવાદિત માળખાના કેસની બે વર્ષમાં પતાવટ કરવામાં આવે.

સુપ્રીમકોર્ટે સીબીઆઈ જજને અયોધ્યા કેસ અંગે પૂછ્યું

સાથે જ કોર્ટે કહ્યું હતું કે ટ્રાયલ પૂરી થવા સુધી સંબંધિત જજની બદલી નહીં થાય. જજ યાદવે સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરી રહ્યું છે કે આ આદેશને કારણે તેમનું પ્રમોશન અટકી ગયું છે. ગત 1 જૂને અલ્હાબાદ હાઈકોર્ટના જજોની બદલી અને પ્રમોશનની નોટિફિકેશન જાહેર કરાઈ હતી.તેમને પ્રમોટ કરી બદાયૂં જિલ્લાના જજ બનાવાયા હતા પણ આ જ દિવસે વધુ એક નોટિફિકેશમાં હાઈકોર્ટે સુપ્રીમકોર્ટના આદેશનો હવાલો આપી તેમનું પ્રમોશન અટકાવી દીધું હતું.

અડવાણી, ઉમા અને જોશી સહિત 14 આરોપીઓ વિરુદ્ધ સુનાવણી થઇ રહી છે

સુપ્રીમકોર્ટે 19 એપ્રિલ 2017માં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી સહિત 14 આરોપીઓ વિરુદ્ધ વિવાદિત માળખાને તોડી પાડવાનું કાવતરું રચવાનો કેસ ચલાવવાનો આદેશ આપ્યો હતો. વિવાદિત માળખાને પાડવાની ઘટના સંબંધિત બે કેસ હતા. લખનઉ કોર્ટમાં ચાલી રહેલ કેસ અજાણ્યા કારસેવકો વિરુદ્ધ હતો.

X
Ayodhya case: The case of the disputed structure was to be repaid in 2 years
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App