આતંકી હુમલો / જમ્મુ-કાશ્મીરમાં ભારતના ઈતિહાસનો સૌથી મોટો હુમલો, CRPFના 44 જવાન શહીદ

jnk pulwama goripora in awantipora attack on crpf with bullets and bombs live update 8 dead 8 injured

  • ફિદાયીન આતંકીઓએ વિસ્ફોટકો ભરેલી ગાડી એક બસ સાથે અથડાવી, જેમાં CRPFના જવાનો સવાર હતા
  • અગાઉ ઓક્ટોબર 2001માં કાશ્મીર વિધાનસભા પર આ રીતે હુમલો થયો હતો જેમાં 38 લોકોના મોત થયા હતા. 
  • સપ્ટેમ્બર 2016માં ઉરીમાં સૈન્ય મુખ્યાલય પર હુમલો થયો હતો, જેમાં 19 જવાનો શહીદ થયા હતા જે બાદ સેનાએ સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. 

divyabhaskar.com

Feb 15, 2019, 10:29 AM IST

શ્રીનગર: જમ્મુથી શ્રીનગર જઈ રહેલી CRPFની 78 ગાડીઓના કાફલા પર કાશ્મીરના પુલવામામાં આતંકીઓએ આત્મઘાતી હુમલો કર્યો છે. અધિકારીઓએ જણાવ્યાં મુજબ હુમલામાં 44 જવાન શહીદ થઈ ગયા છે, જ્યારે અનેક ઘાયલ છે. આ કાફલામાં 2547 જવાન સામેલ હતા. જૈશ-એ-મોહમ્મદે હુમલાની જવાબદારી લીધી છે.

આદિલ 2018માં જૈશમાં સામેલ થયો હતો: જૈશના આતંકી આદિલ અહેમદ ઉર્ફે વકાસ કમાન્ડોએ ગુરૂવાર બપોરે 3-15 વાગ્યે ફિદાયીન હુમલો કર્યો. તેને એક ગાડીમાં વિસ્ફોટક ભરી રાખ્યો હતો. જેવાં જ CRPFનો કાફલો લેથપોરાથી પસાર થયો આતંકીઓએ પોતાની ગાડી જવાનોથી ભરેલી બસ સાથે અથડાવી દીધી. ઓક્ટોબર 2001માં કાશ્મીર વિધાનસભા અને જાન્યુઆરી 2004માં સુરક્ષા દળોએ કાફલા પર આ પ્રકારે જ હુમલો કર્યો હતો. પુલવામાના કાકાપોરાનો રહેવાસી આદિલ 2018માં જૈશમાં સામેલ થયો હતો.

જવાનોની સુરક્ષા અંગે ઊભા થયેલા પ્રશ્ન

* કાફલામાં એક હજાર જવાન જ હોય છે. 2,547નો આટલો લાંબો કાફલો કેમ મોકલ્યો ?
* સૌથી વધુ સુરક્ષા ધરાવતા હાઈવે પર વિસ્ફોટકો ભરેલી એસયુવીની તપાસ કેમ નહીં ?
* IED હુમલાની ચેતવણી છતાં સુરક્ષા પર ધ્યાન કેમ અપાયું નહીં ?
* ગુપ્તચર એજન્સીએ 8 ફેબ્રુઆરીએ એલર્ટ જાહેર કર્યું હતું કે ખીણમાં સુરક્ષાદળો પર આઈઈડીથી હુમલો થઈ શકે છે.

ડોભાલે બેઠક બોલાવી, રાજનાથ શ્રીનગર જશે: આત્મઘાતી હુમલાની તપાસ અેનઆઇએ કરશે. શુક્રવારે સીસીએસની બેઠક સવારે 9.15 કલાકે મળશે. સાથે ગૃહમંત્રી રાજનાથ સિંહ પણ શુક્રવારે ઘટનાસ્થળની મુલાકાત લેવાના છે. કેન્દ્ર સરકારની સૂચના પછી એનઆઇએની ટીમ શુક્રવારે દિલ્હીથી શ્રીનગર રવાના થશે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલે દિલ્હીમાં એક બેઠક કરી હતી. ઉપરાંત ગૃહમંત્રી રાજનાથ સિંહે સીઆરપીએફના ડાયરેક્ટર આર.આર.ભટનાગર સાથે બેઠક યોજી હતી. રાજનાથ શુક્રવારે એક ઉચ્ચસ્તરીય બેઠકમાં ભાગ લેશે જેમાં આર્મી, સીઆરપીએફ, રાજ્ય પોલીસના અધિકારીઓ સામેલ થશે.

જે બસને નિશાન બનાવી તેમાં 39 જવાનો સવાર હતા: એક અધિકારીએ જણાવ્યું કે કાફલો સવારે 3-30 વાગ્યે જમ્મુથી રવાના થયો હતો અને સાંજ થતાં પહેલાં શ્રીનગર પહોંચવાનું છે. ઘાટી પરત ફરનારાઓની સંખ્યા વધારે હતી, કેમકે છેલ્લાં કેટલાંક દિવસોમાં હવામાન ખરાબ હોવાથી હાઈવે પર ભીડ ન હતી અને કેટલાંક પ્રશાસનિક કારણો પણ હતા. સામાન્ય રીતે આવા કાફલામાં એક વખતમાં એક હજાર જવાનો હોય છે. પરંતુ આ વખતે સંખ્યા 2,547 હતી. કાફલામાં રોડ ઓપનિંગ પાર્ટી અને બખ્તરબંધ આતંક વિરોધી ગાડીઓ પણ સામેલ હતી. જે બસને હુમલામાં નિશાન બનાવવામાં આવી તે 76મી બટાલિયનની હતી અને તેમાં 39 જવાન સવાર હતા. ફોરેન્સિક અને બોમ્બ નિષ્ણાંત ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

વિસ્ફોટની જગ્યાએ 3 ફૂટ ઊંડો ખાડો પડી ગયો, 8 કિમી સુધી જમીન હચમચી: લેથપોરામાં ઘટનાસ્થળથી 100 મીટર દૂર મારી ડ્રાયફ્રૂટ અને કેસરની દુકાન છે. હું ગુરુવારે બપોરે 3:15 વાગે દુકાનમાં દાખલ થયો કે તરત જ ધડાકો સંભળાયો. ધરતી હલી ગઈ. મારી દુકાનની બારીના કાચ તૂટી ગયા.દીવાલમાં તિરાડ પડી ગઈ. હું ઘટનાસ્થળ તરફ ભાગ્યો. ત્યાં જોયું કે સીઆરપીએફની એક બસના ફૂરચેફૂરચા ઊડી ગયા હતા. રસ્તા પર દૂર-દૂર સુધી જવાનોના અંગો વિખરાયેલા પડ્યા હતા. જે એસયુવી દ્વારા વિસ્ફોટ કરાયો તેનું તો નામોનિશાન દેખાતું નહોતું. જવાનો અંગો ભેગા કરી રહ્યા હતા. તેઓ ભયંકર ગુસ્સામાં હતાં. જ્યાં વિસ્ફોટ થયો ત્યાં ડિવાઈડર પાસે ત્રણ ફૂટ ઊંડો ખાડો પડી ગયો છે. ઘટનાસ્થળથી 8 કિમી સુધી ધરતીમાં ધ્રૂજારી જણાઈ હતી.

ઈન્ટેલિજન્સ એજન્સીઓએ આપ્યું હતું એલર્ટ: અફઝલ ગુરુની વરસી એટલે કે 8 ફેબ્રુઆરીએ ઈન્ટેલિજન્સ એજન્સીઓ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. તેમાં આઈઈડી પ્લાન્ટનું એલર્ટ પણ આપવામાં આવ્યું હતું. આ એલર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં આતંકી સેનાના ડિપ્લોયમેન્ટ અને તેમના આવવા-જવાના રસ્તા પર આઈઈડીથી હુમલો કરી શકે છે. સેનાને એલર્ટ કરતાં ઈન્ટેલિજન્સ એજન્સીઓએ કહ્યું હતું કે, એરિયાને સેન્સિટાઈઝ કર્યા વગર તે વિસ્તારમાં ડ્યૂટી પર ન જવું.

શહાદત બેકાર નહીં જાય- મોદી: વડાપ્રધાને કહ્યું કે, "પુલવામામાં CRPF જવાનો પરનો હુમલો ધૃણિત છે. જવાનોની શહાદત બેકાર નહીં જાય. સમગ્ર દેશ જવાનોના પરિવારની સાથે ઊભો છે." કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે પુલવામા હુમલાની ટ્વીટ કરીને નિંદા કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે આ હુમલાથી તેઓ ઘણા દુઃખી છે. શહીદોનાં પરિવારો પ્રત્યે દુખની લાગણી વ્યક્ત કરી હતી. આ ઉપરાંત ઘણા લોકોએ આ હુમલા પર સોશયલ મીડિયાનાં આધારે તેમનો આક્રોશ અને દુખની લાગણી વ્યક્ત કરી હતી

ઉમર અબ્દુલ્લાએ પણ આ હુમલાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે ફરીથી ઘાટીમાં 2004-05 જેવો માહોલ બની રહ્યો છે.

X
jnk pulwama goripora in awantipora attack on crpf with bullets and bombs live update 8 dead 8 injured
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી