પીએનબી ગોટાળા માટે ઓડિટર જવાબદાર: જેટલી

PNB-નીરવની કંપનીઓના 18 કર્મીઓની પૂછપરછ

Agency

Agency

Divyabhaskar.com | Updated - Feb 21, 2018, 03:21 AM
અરૂણ જેટલીની ફાઇલ તસવીર
અરૂણ જેટલીની ફાઇલ તસવીર

નવી દિલ્હી: દેશના 11,394 કરોડના સૌથી મોટા બેન્કિંગ કૌભાંડ અંગે નાણામંત્રી અરુણ જેટલીએ 7મા દિવસે મૌન તોડ્યું અને ‘જા બિલ્લી મોભા મોભ’ની કહેવત મુજબ આ મામલે સંપૂર્ણ દોષનો ટોપલો બેન્ક મેનેજમેન્ટ અને ઓડિટર પર ઢોળ્યો હતો.

તેમણે કહ્યું કે ઓડિટર્સ અને મેનેજમેન્ટની નિષ્ફળતાના કારણે આટલું મોટું કૌભાંડ થઇ ગયું. તેમ છતાં કૌભાંડીઓને છોડવામાં નહીં આવે. જેટલીએ પૂછ્યું 6 વર્ષમાં ઓડિટર આ કૌભાંડ કેમ પકડી ન શક્યાω ઓડિટ ટીમ પાસે આ અંગે પૂછપરછ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે જ્યારે મેનેજમેન્ટને સત્તા આપી છે તો આશા પણ રખાય છે કે તેઓ એનો યોગ્ય અને અસરકારક રીતે ઉપયોગ કરશે. પરંતુ અહીં મેનેજમેન્ટ પોતાની જવાબદારી અદા કરવામાં નિષ્ફળ રહ્યું અને પોતાની વચ્ચેના આરોપીઓને ઓળખી શક્યું નહીં.


તપાસ સીટને સોંપવા અંગે સુપ્રીમમાં આજે સુનાવણી

પીએનબી કૌભાંડની તપાસ એસઆઇટી પાસે કરાવવા અંગેની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થશે. એડવોકેટ જે.પી. ઢાંડાએ કૌભાંડનો આંકડો બહુ મોટો હોવાનો હવાલો આપી ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની કોર્ટમાં આ અંગે અરજી મૂકી હતી.


મેહુલ અને ગીતાંજલિ ગ્રૂપનાં 20 ઠેકાણે આઇટી દરોડા


આઇટી વિભાગે મંગળવારે મેહુલ ચોકસી અને તેના ગીતાંજલિ ગ્રૂપનાં દેશભરનાં 20 ઠેકાણે દરોડા પાડ્યા હતા. મુંબઇ, સુરત, પૂણે, હૈદરાબાદ, બેંગ્લુરુ સહિત અન્ય શહેરોમાં 13 કંપનીઓમાં દરોડા પાડ્યા.


પીએનબીના 10 અને નીરવ-મેહુલના 18 અધિકારીઓની પૂછપરછ


સીબીઆઇએ મંગળવારે એક્ઝિક્યુટિવ સ્તર સહિતના પીએનબીના 10 અને નીરવ-મેહુલની કંપનીઓના 18 કર્મચારીઓ સાથે પૂછપરછ કરી હતી.

આગળની સ્લાઇડ્સમાં વાંચો, રોટોમેકનો માલિક અને તેનો પુત્ર કસ્ટડીમાં.....

અરૂણ જેટલીની ફાઇલ તસવીર
અરૂણ જેટલીની ફાઇલ તસવીર

રોટોમેકનો માલિક અને તેનો પુત્ર કસ્ટડીમાં


સાત બેન્કોના 3,695 કરોડનું ફૂલેકું ફેરવનારા રોટોમેકના માલિક વિક્રમ કોઠારી અને તેના પુત્ર રાહુલ કોઠારીને સીબીઆઇ અને ઇડીની ટીમે કસ્ટડીમાં લઇ દિલ્હી પહોંચી હતી. કાનપુરમાં બે દિવસની તપાસમાં દસ્તાવેજો કબજે કરાયા છે. તેમજ તેમનાં 14 બેંક ખાતાં સીઝ કરાયાં છે.

 

PNBનું માર્કેટકેપ 5 દિવસમાં કૌભાંડ જેટલું જ ધોવાયું

 

પીએનબીના માર્કેટકેપમાં છેલ્લા પાંચ દિવસમાં રૂ. 10939 કરોડનું ધોવાણ થયું છે. આશ્ચર્યની વાત એ છે કે, બેન્કમાં કૌભાંડ પણ તેટલી જ રકમનું રૂ. 11384 કરોડનું આચરાયું છે. બેન્કનો શેર 28 ટકા તૂટ્યો હતો. જેના કારણે તેનું માર્કેટકેપ રૂ. 39209 કરોડથી રૂ. 10938.78 કરોડ ઘટી રૂ. 28270.22 કરોડ થયું છે.

X
અરૂણ જેટલીની ફાઇલ તસવીરઅરૂણ જેટલીની ફાઇલ તસવીર
અરૂણ જેટલીની ફાઇલ તસવીરઅરૂણ જેટલીની ફાઇલ તસવીર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App