આજે ટીમ ઈન્ડિયાની 102 મેચના 5 વર્ષના મીડિયા રાઈટ્સની હરાજી

પહેલી વખત ઈ-હરાજી, 5 વર્ષમાં 22 ટેસ્ટ, 45 વન-ડે અને 35 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચોની યજમાની કરશે ભારત

Agency

Agency

Divyabhaskar.com | Updated - Apr 03, 2018, 03:16 AM
છેલ્લાં 6 વર્ષમાં ભારત ઘરઆંગણે 108 મેચ રમ્યું
છેલ્લાં 6 વર્ષમાં ભારત ઘરઆંગણે 108 મેચ રમ્યું

નવી દિલ્હી: બીસીસીઆઈ તેની મેચોના પ્રસારણ અધિકારો માટે પહેલી વખત ઈ-હરાજી કરવા જઈ રહ્યું છે. તેમાં ટીવી અને ડિજિટલ પ્રસારણ અધિકારનો સમાવેશ થાય છે. મંગળવારે થનારી આ હરાજી ભારતમાં એપ્રિલ 2018થી 31 માર્ચ 2023 વચ્ચે યોજાનારી ક્રિકેટ મેચો માટે થશે. ભારત આ દરમિયાન 102 આંતરરાષ્ટ્રીય મેચોની યજમાની કરશે. તેમાં 22 ટેસ્ટ, 45 વન-ડે અને 35 ટી-20 મેચનો સમાવેશ થાય છે.

હરાજીમાં ગૂગલ, ફેસબુક અને રિલાયન્સ જિયો જેવી કંપનીઓ દોડમાં છે. બીસીસીઆઈની વહીવટી સમિતિ (સીઓએ)એ લોઢા સમિતિની ભલામણોના આધારે ઈ-હરાજીનો નિર્ણય કર્યો હતો. આ પહેલાં બીસીસીઆઈ ગુપ્ત હરાજી (ક્લોઝ્ડ-બીડ ઓક્શન) મારફત જ મીડિયા અધિકાર વેચતું રહ્યું છે.

આ હરાજી દરમિયાન બધા જ ભાગ લેનારા સતત ઓનલાઈન જોઈ શકશે કે બોલી ક્યાં સુધી પહોંચી. જોકે, તેઓ એ નહીં જાણી શકે કે બોલી કઈ કંપનીએ લગાવી છે. બીસીસીઆઈએ આ હરાજીમાં પહેલા વર્ષની દરેક મેચ માટે 43 કરોડની રિઝર્વ પ્રાઈસ નિશ્ચિત કરી છે. તેમાં ટીવી માટે 35 કરોડ અને ડિજિટલ રાઈટ્સ માટે 8 કરોડ બેઝ પ્રાઈસનો સમાવેશ થાય છે. બીજાથી પાંચમા વર્ષ સુધી ટીવી માટે પ્રતિ મેચ 40 કરોડ, જ્યારે ડિજિટલ માટે 7 કરોડ રિઝર્વ પ્રાઈસ નિશ્ચિત કરાઈ છે. અત્યારે બીસીસીઆઈને છેલ્લા ટીવી રાઈટ્સના આધારે પ્રતિ મેચ 43 કરોડ રૂપિયા મળી રહ્યા હતા.

જો હરાજી આગળ વધે તો બોલી લગાવનારાને છેલ્લી બોલીથી 25 કરોડ વધુની બોલી લગાવવી પડશે. જો બોલી માત્ર ટીવી રાઈટ્સ માટે હોય તો તે રકમ 20 કરોડ સુધીની હોઈ શકે છે. આવી જ રીતે માત્ર ડિજિટલ રાઈટ્સ માટે દરેક બોલીમાં ઓછામાં ઓછા 5 કરોડ વધતા જશે. જો બીસીસીઆઈની રિઝર્વ પ્રાઈસને આધાર માનીએ તો બીસીસીઆઈને અંદાજે 4,134 કરોડ મળી શકે છે. નિષ્ણાતોને બોલીની રકમ 10 હજાર કરોડથી વધુ થવાની આશા છે.

આગળ વાંચો: પહેલી વખત ઈ-હરાજી, બપોરે 2 વાગ્યાથી પ્રક્રિયા શરૂ થશે

પહેલી વખત ઈ-હરાજી, બપોરે 2 વાગ્યાથી પ્રક્રિયા શરૂ થશે
પહેલી વખત ઈ-હરાજી, બપોરે 2 વાગ્યાથી પ્રક્રિયા શરૂ થશે

પહેલી વખત ઈ-હરાજી, બપોરે 2 વાગ્યાથી પ્રક્રિયા શરૂ થશે

 

હરાજી ઓનલાઈન પોર્ટલની મદદથી કરાશે. તેમાં બધા દાવેદાર બોલી લગાવતા જશે. સૌથી વધુ બોલી લગાવનાર મીડિયા રાઈટ્સ ખરીદવામાં સફળ થશે. તેમાં ભાગ લેવા માટે ગૂગલ, ફેસબુક સહિત દુનિયાની છ મોટી કંપનીઓએ બીડિંગ ડોક્યુમેન્ટ્સ ખરીદયા છે. તેમાં સ્ટાર ઈન્ડિયા, સોની પિક્ચર્સ, રિલાયન્સ જિયો અને યપ ટીવીનો પણ સમાવેશ થાય છે. તેમણે મંગળવારે સવારે 10 વાગ્યા સુધીમાં દસ્તાવેજ આપવાના છે. તેની તપાસ બાદ બપોરે 2 વાગ્યાથી હરાજી શરૂ થશે. તેમાં 10 હજાર કરોડ સુધીની બોલીની આશા છે.

X
છેલ્લાં 6 વર્ષમાં ભારત ઘરઆંગણે 108 મેચ રમ્યુંછેલ્લાં 6 વર્ષમાં ભારત ઘરઆંગણે 108 મેચ રમ્યું
પહેલી વખત ઈ-હરાજી, બપોરે 2 વાગ્યાથી પ્રક્રિયા શરૂ થશેપહેલી વખત ઈ-હરાજી, બપોરે 2 વાગ્યાથી પ્રક્રિયા શરૂ થશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App