Home » National News » Latest News » National » Attack on saint in Brahma Mandir of Pushkar in Rajasthan

પુષ્કર: બ્રહ્મા મંદિરમાં સંત પર હુમલો, હુમલાખોર બોલ્યો- રાષ્ટ્રપતિનું અપમાન કર્યું

Divyabhaskar.com | Updated - May 29, 2018, 01:38 PM

તમામ સુરક્ષાઓને વળોટીને એક આધેડ વ્યક્તિ ધારદાર હથિયાર લઇને મંદિરમાં ઘૂસી ગયો

 • Attack on saint in Brahma Mandir of Pushkar in Rajasthan
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  પુષ્કર: પુષ્કરના બ્રહ્મા મંદિરમાં સોમવારે બપોરે 3.15 વાગે એક ચોંકાવનારી ઘટના બની. તમામ સુરક્ષાઓને વળોટીને એક આધેડ વ્યક્તિ ધારદાર હથિયાર લઇને મંદિરમાં ઘૂસી ગયો. આધેડે સંત મહાદેવ પુરી પર જીવલેણ હુમલો કરી દીધો. સંતે કોઇક રીતે ગર્ભગૃહમાં ઘૂસીને પોતાનો જીવ બચાવ્યો. સંતના હાથમાં ઇજા થઇ છે. હુમલાખોર લગભગ 2 મિનિટ સુધી બ્રહ્માજીની પ્રતિમા આગળ હથિયાર હલાવતો રહ્યો. દર્શન માટે આવેલા શ્રદ્ધાળુઓને ડરાવીને ભગાડતો રહ્યો. આ જ અફડાતફડીમં સફાઇકર્મીઓએ તેને પકડી લીધો અને પોલીસને સોંપી દીધો. હુમલાખોરની ઓળખ સોજતમાં રહેતા અશોક મેઘવાલ તરીકે થઇ છે. અશોક પોતાને એમબીબીએસ ડોક્ટર જણાવી રહ્યો છે. અશોકે પહેલા સંતને ડાબા હાથે પ્રસાદ આપ્યો અને પછી બીજા હાથથી તલવાર કાઢીને હુમલો કરી દીધો.

  હુમલાના 2 દિવસ પહેલા પણ આવ્યો હતો

  - પોલીસે આરોપી પર પ્રાણઘાતક હુમલો કરવાનો કેસ નોંધીને તેની ધરપકડ કરી લીધી છે. આસપાસના લોકોએ જણાવ્યું કે હુમલાખોર 2 દિવસ પહેલા પણ મંદિર આવ્યો હતો. ઘણીવાર સુધી મંદિરની બહાર બેસી રહ્યો હતો.

  સુરક્ષા પર સવાલ

  - બ્રહ્મા મંદિર આતંકીઓના નિશાના પર છે. એટલે અહીંયા જબરદસ્ત સિક્યોરિટી રહે છે. મંદિરમાં ખાનગી સુરક્ષા માટે ગાર્ડ પણ છે. મેટલ ડિટેક્ટરથી તપાસ થાય છે. ત્યારે હથિયાર લઇને મંદિરમાં ઘૂસી જવાની ઘટના પર સવાલ ઊભો થાય છે.

  હુમલાનો વીડિયો વાયરલ

  - આ ઘટનાની સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ કેવી રીતે થઇ? તેને લઇને પણ સવાલો ઊભા થઇ રહ્યા છે, કારણકે સીસીટીવી કેમેરાઓના ઓપરેટિંગ રૂમ પણ પોલીસ સુરક્ષામાં રહે છે.

  દિલને ખળભળાવી દેતી સીસીટીવી ફૂટેજ વાયરલ

  - પુષ્કરમાં દેશી-વિદેશી પ્રવાસીઓ આવતા-જતા રહે છે. દરરોજ હજારોની સંખ્યામાં સહેલાણીઓ પુષ્કર આવે છે, તેમાંથી મોટાભાગના બ્રહ્મા મંદિર અને પુષ્કર સરોવરના કારણે અહીંયા આવે છે. બ્રહ્મા મંદિરમાં થયેલી આ ઘટનાની સીસીટીવી ફૂટેજ આખા વિશ્વમાં પહોંચી ગઇ છે. ફૂટેજમાં આરોપીને જે રીતે ધારદાર હથિયારથી પૂજારી પર હુમલો કરતા અને સામાન્ય શ્રદ્ધાળુઓ પર હુમલાનો પ્રયાસ કરતો દર્શાવવામાં આવ્યો છે, તે દિલને ખળભળાવી નાખે તેવું દ્રશ્ય છે. આ મામલાની તપાસ શરૂ પણ નથી થઇ કે સીસીટીવી કેમેરાનું આ રેકોર્ડિંગ સોશિયલ મીડિયા પર દેશ-વિદેશમાં વાયરલ થઇ ગયું.

  આટલી સુરક્ષા વચ્ચે ક્યાં ચૂક થઇ ગઇ

  - દરગાહ અને પુષ્કરના બ્રહ્મા મંદિર બંને ધાર્મિક સ્થળો પર જિલ્લા પોલીસ ટોચની સુરક્ષા હોવાનો દાવો કરે છે. અહીંયા ડોરફ્રેમ મેટલ ડિટેક્ટર, એક્સ-રે બેગેજ સીસીટીવી કેમેરાનું સર્વેલન્સ, હથિયારબંધ સુરક્ષાકર્મીઓની તહેનાતી, સાદી વર્દીમાં પોલીસની હાજરી, હેંડહેલ્ડ મેટલ ડિટેક્ટરથી બારીકાઇથી દરેક આવતી-જતી વ્યક્તિની તલાશીની વ્યવસ્થા છે.

  - હાઇ સિક્યોરિટી ઝોન માનીને સુરક્ષા સમયાંતરે ચેક કરવામાં અને પરખવામાં આવે છે.

  આતંકી સંગઠનોના નિશાન પર 'ખબાદ હાઉસ'

  - અજમેરની દરગાહ અને પુષ્કરમાં જ સ્થિત ઇઝરાયલીઓનું ધાર્મિક સ્થળ 'ખબાદ હાઉસ' પણ છે. આ સ્થળ લશ્કર સહિત બીજા આતંકી સંગઠનોના નિશાના પર છે.

  - કુખ્યાત આતંકી રિચર્ડ કોલમેન હેડલી અહીંયા આવીને સ્થળ તપાસી પણ ગયો છે. આ ખુલાસો અમેરિકાના ફોરેન્સિક બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (એફબીઆઇ) દ્વારા ગયા વર્ષે થયો હતો. જોકે બ્રહ્મા મંદિરમાં થયેલી ઘટના પછી તમામ ધાર્મિક સ્થળોની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.

 • Attack on saint in Brahma Mandir of Pushkar in Rajasthan
  સીસીટીવીમાં કેદ શ્રદ્ધાળુઓ પર હુમલો કરતો હુમલાખોર
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ