Divya Bhaskar

Home » National News » Latest News » National » J&K: attack on petrolling party of Army 2 terrorists killed in encounter

J&K: હંદવાડામાં પેટ્રોલિંગ પાર્ટી પર હુમલો, અથડામણમાં 2 આતંકી ઠાર

Divyabhaskar.com | Updated - May 31, 2018, 10:27 AM

કાશ્મીરમાં કુપવાડા જિલ્લાના હંદવાડામાં આતંકીઓએ બુધવારે મોડી રાતે સેનાની પેટ્રોલિંગ પાર્ટી પર હુમલો કરી દીધો

  • J&K: attack on petrolling party of Army 2 terrorists killed in encounter
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    અથડામણ પછી ગુરૂવારે સવારે સેનાને હથિયારધારી બે આતંકીઓના શબ મળ્યા. (ફાઇલ)

    શ્રીનગર: કાશ્મીરમાં કુપવાડા જિલ્લાના હંદવાડામાં આતંકીઓએ બુધવારે મોડી રાતે સેનાની પેટ્રોલિંગ પાર્ટી પર હુમલો કરી દીધો. સેનાએ સામે જવાબી કાર્યવાહી કરી. ત્યારબાદ સર્ચ ઓપરેશન દરમિયાન બે આતંકીઓના શબ મળી આવ્યા. કેટલાક આતંકીઓના ભાગી જવાના સમાચાર છે. હાલ સેના સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં રમજાન દરમિયાન સુરક્ષાદળોના સર્ચ ઓપરેશન પર રોક લગાવી છે. ત્યારબાદથી સતત ઘૂસણખોરીના પ્રયત્નો થઇ રહ્યા છે.

    પુલવામામાં બે હુમલાઓને આતંકીઓએ આપ્યો અંજામ

    - બુધવારે બપોરે આતંકીઓએ પુલવામા જિલ્લાના ત્રાલમાં નેશનલ કોન્ફરન્સના નેતા મોહમ્મદ અશરફ ભટના ઘરે ગ્રેનેડથી હુમલો કર્યો. બીજો હુમલો સુરક્ષાદળો પર ગ્રેનેડથી કરવામાં આવ્યો. પોલીસ, સીઆરપીએફ અને સેનાના ટોચના અધિકારીઓએ સ્થળ પર પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. જોકે, બંને હુમલાઓમાં જાનમાલનું નુકસાન નથી થયું.

    ચાર વર્ષમાં 619 આતંકીઓ ઠાર

    - ગૃહમંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે ચાર વર્ષના કાર્યકાળમાં સુરક્ષાદળોએ 619 આતંકીઓને ઠાર માર્યા. જ્યારે, પાછલી સરકારમાં આ આંકડો 471નો હતો. તેમણે કહ્યું કે આતંકી ઘટનાઓમાં જવાનો અને નાગરિકોના મોતની સંખ્યામાં 1997ની સરખામણીએ 96 ટકાનો ઘટાડો થયો છે.

  • J&K: attack on petrolling party of Army 2 terrorists killed in encounter
    30મેના રોજ આતંકીઓએ નેશનલ કોન્ફરન્સના નેતાના ઘરે ગ્રેનેડથી હુમલો કર્યો હતો. (ફાઇલ)
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending