અટલજીના અંતિમ સંસ્કાર આજે: અંતિમ દર્શન માટે લાંબી લાઈન- મોહન ભાગવતે આપી શ્રદ્ધાંજલિ

રાજઘાટ પર મહાત્મા ગાંધીની સ્મૃતિ સ્થળ નજીક 4 વાગે અટલ બિહારી વાજપેયીજીના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે

divyabhaskar.com | Updated - Aug 17, 2018, 09:10 AM
ભારત રત્ન અટલ બિહારી વાજપેયીના સમગ્ર રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.
ભારત રત્ન અટલ બિહારી વાજપેયીના સમગ્ર રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

આરએસએસ પ્રમુખ મોહન ભાગવત પણ શુક્રવારે અટલજીને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. આ સિવાય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સહિત ઘણાં નેતાઓ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા

નવી દિલ્હી: ભારત રત્ન અને ત્રણ વાર વડાપ્રધાન રહી ચૂકેલાં અટલ બિહારી વાજપેયીજીના રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. દીકરી નમિતાએ અટલજીને મુખાગ્નિ આપ્યો હતો. અટલજીના અંતિમ સંસ્કાર સમયે તેમને 21 તોપોની સલામી આપવામાં આવી હતી. જ્યારે દેશની ત્રણેય સેનાના અધ્યક્ષ દ્વારા તેમને સલામી આપવામાં આવી હતી. આ ઉપરાંત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ, લોકસભાના સ્પીકર સુમીત્રા મહાજન અને બીજેપીના અગ્રણી નેતા લાલ કૃષ્ણ અડવાણીજી દ્વારા તેમને સ્મૃતિ સ્થળ પર અંતિમ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ ઉપરાંત પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ દ્વારા પણ તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. નોંધનીય છે કે, 11 જુલાઈથી એઈમ્સ હોસ્પિટલમાં દાખલ અટલજીએ 16 ઓગસ્ટને ગુરુવારના સાંજે 5.05 વાગે અંતિમ શ્વાસ લીધા હતા.

સવારે અટલજીના દેહને કૃષ્ણ મેનનમાર્ગ પાસે આવેલા તેમના ઘરે રાખવામાં આવ્યો હતો. ત્યાં પણ પક્ષ-વિપક્ષના તમામ નેતાઓએ અટલજીને શ્રદ્ધાંજલિ આપી હતી. અટલજીના અંતિમ દર્શન માટે ગઈ કાલે મોડી રાતે સુધી અને આજે વહેલી સવારથી જ ઘરની બહાર લાંબી લાઈન જોવા મળી રહી હતી. આરએસએસ પ્રમુખ મોહન ભાગવત પણ શુક્રવારે અટલજીને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. આ સિવાય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સહિત ઘણાં નેતાઓ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.

બીજેપી હેડક્વાર્ટરથી રાજઘાટ સુધીની અંતિમ યાત્રા

વાજપેયીજીની અંતિમ યાત્રા ભાજપના મુખ્યાલયથી દીનદયાલ ઉપાધ્યાય માર્ગ થીને આઈટીઓ અને ત્યાંતી રાજઘાટપર આવેલા રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળ પર પહોંચશે. ભાજપ મુખ્યાલયથી અહીંનું અંતર અંદાજે પાંચ કિમી સુધીનું છે. બપોરે 4 વાગે અટલજીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમના નિધન પર સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. શુક્રવારે દેશના 12 રાજ્યોમાં રાજકીય શોક અને અવકાશની જાહેરાત કરવામાં આવી છે. તેમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્ય પ્રદેશ, ઓરિસ્સા, પંજાબ, બિહાર, ઝારખંડ, હરિયાણા, તેલંગાણા,તમિલનાડુ અને કર્ણાટક રાજ્ય સામેલ છે. આ રાજ્યોમાં સરકારી કાર્યાલય, સ્કૂલો અને કોલેજોમાં રજા રાખવામાં આવી છે. દિલ્હીમાં વેપારીઓએ પણ બજાર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. અટલજીએ ગુરુવારે સાંજે 5.05 વાગે એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ નવ વર્ષથી બીરમા હતા અને 67 દિવસથી એઈમ્સમાં ભરતી હતા.

રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળ પર જ બનશે અટલજીનું સ્મારક


યમુના કિનારે રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળ પર દોઢ એકર જમીનમાં અટલ બિહારી વાજપેયીજીની સમાધિ બનાવવામાં આવશે. યુપીએ સરકારે નદીના કિનારે સમાધિ સ્થળ બનાવવા માટે પ્રતિબંધ લગાવી દીધો છે, પરંતુ મોદી સરકારે આ નિર્ણયને ટાળીને અહીં સમાધિ સ્થળ બનાવવાનો નિર્ણય કર્યો છે. આ વિશે મોદી સરકાર ટૂંક સમયમાં અધ્યાદેશ લાવી શકે છે.

અમેરિકા, ચીન, પાકિસ્તાન, બ્રિટન અને બાંગ્લાદેશે દુખ વ્યક્ત કર્યું


પાકિસ્તાન તહરીક-એ-ઈંસાફના નેતા અને વડાપ્રધાન બનવા જઈ રહેલા ઈમરાન ખાને કહ્યું કે, અટલ બિહારી વાજપેયી રાજકારણનું એક મોટું વ્યક્તિત્વ છે. ભારત-પાકિસ્તાનના સંબંધો સુધરે તે માટે તેમણે કરેલા પ્રયત્નોને હંમેશા યાદ કરવામાં આવશે. ચીનના રાજદૂત લુયો હાઓહુઈએ ટ્વિટ કર્યું છે કે, અટલ બિહારી વાજપેયીના નિધનથી ખૂબ દુખ થયું. ભારત સ્થિત અમેરિકી એમ્બેસેડરે કહ્યું, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીએ તેમના શાસનકાળમાં અમેરિકા સાથે મબજૂત સંબંધો પર જોર આપ્યું હતું. બ્રિટન અને જાપાનના રાજદૂતે કહ્યું કે, તેઓ વૈશ્વિક નેતાઓમાંથી એક હતા. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ કહ્યું કે, બાંગ્લાદેશના લોકોમાં પણ અટલ બિહારી વાજપેયીને ખૂબ લોકપ્રિય હતા.

મોદીએ કહ્યું પિતાની છત્ર-છાયા ગુમાવી

નરેન્દ્ર મોદીએ અટલજીને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, અટલજીના જવાથી એવું લાગે છે કે જાણે પિતાની છત્ર-છાયા ગુમાવી હોય. તે પહેલાં તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, હું નિ:શબ્દ છું અને શૂન્ય છું. પરંતુ લાગણીઓનો સૈલાબ છવાયો છે. આપણાં બધાના શ્રદ્ધેય અટલજી આપણી વચ્ચે નથી રહ્યા. તેમના જીવનની દરેક ક્ષણ તેમણે દેશને સમર્પિત કરી છે. તેમનું જવું એક યુગનો અંત છે.

સંબંધિત તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

X
ભારત રત્ન અટલ બિહારી વાજપેયીના સમગ્ર રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.ભારત રત્ન અટલ બિહારી વાજપેયીના સમગ્ર રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App