વાજયેપીજીને યુરિન ઈન્ફેક્શન, AIIMS ટૂંક સમયમાં આપશે મેડિકલ બુલેટીન

મોદી, રાજનાથ સિંહ, રાહુલ ગાંધીએ હોસ્પિટલમાં જઈ ડોક્ટર્સ સાથે વાતચીત કરી

divyabhaskar.com | Updated - Jun 12, 2018, 09:17 AM
સોમવારથી AIIMS એડ્મિટ છે અટલજી (ફાઈલ)
સોમવારથી AIIMS એડ્મિટ છે અટલજી (ફાઈલ)

સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમને યુરિન ઈન્ફેક્શનની તકલીફ થઈ હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આજે હવે તેમની તબિયત કેવી છે તે વિશે હોસ્પિટલ દ્વારા તેમનું મેડિકલ બુલેટીન રજૂ કરશે. પીએમ મોદીએ લીધી મુલાકાત.

નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજયેપીને સોમવારે બપોરે નવી દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આજે બીજા દિવસે પણ તેઓ હોસ્પિટલમાં જ છે. એઈમ્સ હોસ્પિટલ દ્વારા રજૂ કરવામાં આવેલા બૂલેટિનમાં કહેવામાં આવ્યું છે કે, વાજપેયીજીની તબિયતમાં સુધારો છે. તેમનું શરીર દવાઓને રિસ્પોન્ડ કરી રહ્યું છે. પરંતુ જ્યાં સુધી તેમનું ઈન્ફેક્શન કંટ્રોલમાં નહીં આવે ત્યાં સુધી તેમને હોસ્પિટલમાં રાખવામાં આવશે. આમ, આજે વાજપેયેજીને હોસ્પિટલમાંથી રજા મળી મુશ્કેલ છે.

વાજપેયીજીને થયું છે યુરિન ઈન્ફેક્શન

પહેલાં ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે તેમને રુટીન ચેકઅપ માટે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેમનું ડાયાલિસિસ પણ કરવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમને યુરિન ઈન્ફેક્શનની તકલીફ થઈ હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આજે હવે તેમની તબિયત કેવી છે તે વિશે હોસ્પિટલ દ્વારા તેમનું મેડિકલ બુલેટીન રજૂ કરશે.

સોમવારે શું કહ્યું હતું ડોક્ટર્સે?


સોમવારે રાતે હોસ્પિટલ દ્વારા રજૂ કરવામાં આવેલા મેડિકલ બુલેટિનમાં કહેવામાં આવ્યું હતું કે, પૂર્વ પીએમ વાજપેયીને કિડની સંબંધિત તકલીફ પછી એઈમ્સમાં લાવવામાં આવ્યા છે. તપાસ કર્યા પછી ખબર પડી છે કે, તેમને યૂરિન ઈન્ફેક્શન થયું છે. ડોક્ટર્સની એક ટીમ અંતર્ગત તેમનો ઈલાજ ચાલી રહ્યો છે. હાલ વાજપેયીજીની હાલત સ્થિર છે.

PM મોદી 50મિનિટ રહ્યા હોસ્પિટલમાં

- અટલજીની તબિયતની ખબર કાઢવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમ્સ પહોંચ્યા હતા અને તેઓ લગભગ 50 મિનિટ હોસ્પિટલમાં રોકાયા હતા. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, નરેન્દ્ર મોદીએ અટલજીના પરિવારજનો સાથે વાતચીત કરી હતી.
- આ ઉપરાંત છ દાયકાથી વાજપેયી સાથે વીતાવનારા લાલકૃષ્ણ અડવાણી પણ હોસ્પિટલમાં તેમની તબિયતના સમાચાર જાણવા આવ્યા હતા.
- આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ અહીં આવીને વાજપેયીની હાલતની જાણકારી મેળવી હતી. વાજપેયીજી લાંબા સમયથી બીમાર છે. એઇમ્સે નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, અટલ બિહારી વાજપેયીની તબિયત સ્થિર છે.

રાજનાથ, નડ્ડા સહિતના પ્રધાનો હાજર


- તે પહેલા ભાજપના અધ્યક્ષ અમિત શાહ પણ એમ્સમાં અટલજીની ખબર પૂછી ગયા હતા.
- ઉપરાંત ગૃહપ્રધાન રાજનાથ સિંહ, આરોગ્ય પ્રધાન જેપી નડ્ડા સહિત અનેક પ્રધાનો પણ એમ્સમાં હાજર રહ્યા છે.

ઘણા સમયથી ઘરે જ ડોક્ટર્સની દેખરેખમાં છે


- અટલ બિહારી વાજપેયી ઘણા લાંબા સમયથી અસ્વસ્થ છે, તેઓ પોતાના નિવાસસ્થાન પર જ ડોક્ટર્સની દેખરેખમાં છે. સોમવારે ડોક્ટર્સની સલાહ પર જ તેમને એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે.
- બીજેપી તરફથી નિવેદન જાહેર કરીને જણાવવામાં આવ્યું છે કે નિયમિત ચેકઅપ માટે તેઓ અહીં આવ્યા છે. તેમને એઇમ્સના નિદેશક ડો. રણદીપ ગુલેરિયાની દેખરેખમાં રાખવામાં આવ્યા છે.
- ઉલ્લેખનીય છે કે, ડો. ગુલેરિયા દેશના પહેલા ડોક્ટર છે, જેમને પલ્મનરી એન્ડ ક્રિટિકલ કેર મેડિસિનમાં ડીએમની ડિગ્રી મેળવી હતી. વર્ષ 1992માં તેઓ એઇમ્સના મેડિસિન ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોડાયા હતા. પૂર્વ વડાપ્રધાન વાજપેયીનો ઈલાજ પણ તેમની જ દેખરેખમાં થયો હતો.
- ડો. ગુલેરિયા મૂળે હિમાલચ પ્રદેશના રહેવાસી છે. તેમનો મેડિકલનો અભ્યાસ ચંદીગઢના પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિચર્સમાં થયો છે.

છેલ્લી વાર 2015માં સામે આવી હતી વાજપેયીની તસવીર


- અટલ બિહારી વાજપેયીની તસવીરો છેલ્લે 2015માં સામે આવી હતી. તેમને તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ તેમના ઘરે જઈને તેમને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કર્યા હતા.

ત્રણ વાર બન્યા દેશના વડાપ્રધાન


- અટલ બિહારી વાજપેયી ત્રણ વાર દેશના વડાપ્રધાન બન્યા. સૌથી પહેલા 1996માં 13 દિવસ માટે વડાપ્રધાન બન્યા. પરંતુ બહુમત સાબિત કરી ન કરી શકવાને કારણે તેમને રાજીનામું આપવું પડ્યું.
- બીજી વાર તેઓ 1998માં વડાપ્રધાન બન્યા. સહયોગી પાર્ટીઓ દ્વારા સમર્થન પરત લેવાના કારણે 13 મહિના બાદ 1999માં ફરી ચૂંટણી યોજાઈ.
- 13 ઓક્ટોબર 1999ના રોજ તેઓ ફરી વડાપ્રધાન બન્યા. તેઓએ 2004 સુધી પોતાનો કાર્યકાળ પૂરો કર્યો.

આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીર

X
સોમવારથી AIIMS એડ્મિટ છે અટલજી (ફાઈલ)સોમવારથી AIIMS એડ્મિટ છે અટલજી (ફાઈલ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App