Divya Bhaskar

Home » National News » Latest News » National » Prime Minister Narendra Modi Visit Atal Bihari Vajpayee At AIIMS

AIIMS:છેલ્લા 24 કલાકથી અટલ બિહારી વાજપેયીની તબિયત નાજુક, લાઇફ સપોર્ટીંગ સિસ્ટમ પર

Divyabhaskar.com | Updated - Aug 16, 2018, 01:00 AM

અટલજીને યૂરિન ઇન્ફેક્શનની તકલીફના કારણે 11 જૂનના રોજ એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા

  • Prime Minister Narendra Modi Visit Atal Bihari Vajpayee At AIIMS
    2009માં વાજપેયીની તબિયત લથડી હતી. તેઓને શ્વાસ લેવામાં તકલીફ પડ્યા બાદ અનેક દિવસો સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા (ફાઇલ)

    નેશનલ ડેસ્કઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બુધવારે એઇમ્સમાં સારવાર લઇ રહેલા ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની તબિયત પૂછવા માટે એઇમ્સ પહોંચ્યા છે. અટલ બિહારીને યૂરિન ઇન્ફેક્શનની તકલીફના કારણે 11 જૂનના રોજ એઇમ્સમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ છેલ્લાં 9 વર્ષથી બીમાર છે. મોદી પહેલા કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાની પણ તેઓને મળવા એઇમ્સ પહોંચ્યા હતા. પીયૂસ ગોયલ, મીનાક્ષી લેખી તથા રાજ્ય વર્ધનસિંહ રાઠોડ પણ અટલ બિહારી વાજપેયીની તબિયત નાજુક હોવાથી એઇમ્સમાં પહોચ્યા હતા. AIIMS દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ પૂર્વ વડાપ્રધાન અટલજીની તબીયતમાં છેલ્લા 24 કલાકમાં કોઇ પણ પ્રકારનો સુધારો જોવા મળ્યો નથી.

    લાલ કિલ્લા પર ભાષણમાં મોદીએ કર્યા યાદ


    - આજે 72માં સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પર ભાષણ દરમિયાન નરેન્દ્ર મોદીએ આજે અટલ બિહારી વાજપેયીને યાદ કર્યા હતા.
    - મોદીએ કહ્યું, કાશ્મીર મુદ્દાનો ઉકેલ લાવતી વખતે અમે અટલજીના વિચારો પર ચાલીશું, જેઓ માનવતા, કાશ્મીરી અને ઝમહુરિયાત પર આધારિત હતા.


    2009માં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા


    - 2009માં વાજપેયીની તબિયત લથડી હતી. તેઓને શ્વાસ લેવામાં તકલીફ પડ્યા બાદ અનેક દિવસો સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.
    - બાદમાં તેઓના સ્વાસ્થ્યમાં સુધાર જણાતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
    - ત્યારબાદ એવા સમાચાર હતા કે વાજપેયી લકવાના શિકાર છે, આ કારણે તેઓ કોઇની સાથે વાત કરતા નથી. બાદમાં તેઓની યાદશક્તિ પણ નબળી થઇ ગઇ હતી. તેઓએ લોકોને ઓળખવાનું પણ બંધ કરી દીધું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending