તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અટલજીની અસ્થિઓ સંચિત કરવા પરિવાર પહોંચ્યો સ્મૃતિસ્થળ, આજે હરિદ્વારમાં ગંગામાં વહાવવામાં આવશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હી: ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના અસ્થિ કળશ હરિદ્વારમાં હર કી પૈડી પહોંચી ગંગામાં પ્રવાહિત કરવામાં આવ્યાં છે. અટલજીના દીકરીએ નમિતાએ અસ્થિ ગંગાના પ્રવાહમાં વિસર્જિત કર્યા. આ પ્રસંગે અટલજીની ભાણેજ નમ્રતા પણ હાજર છે. આ ઉપરાંત તેમની સાથે ભાજપ અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ, ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપસ્થિત છે. 

 

આ પહેલાં રવિવારે સવારે અટલજીના પરિવારના લોકો અસ્થિઓને દિલ્હીમાં સ્મૃતિ સ્થળથી સંચિત કર્યાં હતા. જે બાદ તેને સેનાના વિશેષ વિમાનથી દેહરાદૂન લવાયાં અને જ્યાંથી હેલિકોપ્ટરથી હરિદ્વાર લઈ જવાયાં હતા. 

 

20 દિવસો સુધી દેશના રાજ્યોમાં પ્રાર્થના સભાઓ

 

બીજેપી પ્રવક્તા ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું, "અટલજીની અસ્થિઓને દેશની 100 નદીઓમાં વહેવડાવવામાં આવશે. આ ઉપરાંત, 20 દિવસો સુધી દેશના તમામ રાજ્યોમાં પ્રાર્થના સભાઓ રાખવામાં આવશે. દિલ્હીમાં 20 ઓગસ્ટના રોજ ઇંદિરા ગાંધી સ્ટેડિયમમાં સાંજે 4 વાગે પ્રાર્થના સભા રાખવામાં આવી છે. ત્યારબાદ 23 ઓગસ્ટના રોજ લખનઉમાં આયોજન થશે."

 

તમામ રાજ્યોમાં આપવામાં આવશે અટલજીનો અસ્થિ કળશ

 

- મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે તાજેતરમાં જ દિલ્હીમાં થયેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે અહીંયા 20 ઓગસ્ટના રોજ થનારી પ્રાર્થનાસભા પછી તમામ રાજ્યોને અટલજીનો અસ્થિ કળશ આપવામાં આવશે. તેમને મધ્યપ્રદેશની નર્મદા, સોન, ચંબલ, કેન, તાપ્તી, બેતવા, પાર્વતી નદીઓમાં વહેવડાવવામાં આવશે. આ પહેલા યોગી આદિત્યનાથ પણ અટલજીની અસ્થિઓને ઉત્તરપ્રદેશની તમામ નદીઓમાં વહેવડાવવાનું એલાન કરી ચૂક્યા છે.

 

આગળની સ્લાઇડ્સમાં જુઓ અન્ય તસવીરો

 

આ પણ વાંચો: ઇન્દિરાજીએ બ્લૂ સ્ટાર સમયે અટલજી સાથે વાત કરવા બનારસમાં ટેલિફોન લાઈન નાખી હતી