વિવાદ/ રાહુલ ગાંધીના ઈન્ટરવ્યૂને BJPએ 'પેઈડ ન્યૂઝ' કહી ચૂંટણીપંચને ફરિયાદ કરી

ચૂંટણી પંચને જો ભાજપની ફરિયાદમાં વજુદ લાગે તો સંબંધિત બેઠકનું મતદાન રદ થઈ શકે

Divyabhaskar | Updated - Dec 08, 2018, 03:57 PM
assembly polls 2018 bjp approaches election body over rahul gandhi interview assembly polls 2018 bjp approaches election body over rahul gandhi interview

ચૂંટણી પંચને જો ભાજપની ફરિયાદમાં વજુદ લાગે તો સંબંધિત બેઠકનું મતદાન રદ થઈ શકે

- પ્રચાર અભિયાન પૂરું થયા પછી આપેલ ઈન્ટરવ્યુમાં રાહુલે કોંગ્રેસનો પ્રચાર કર્યો હોવાનો ભાજપનો દાવો

નવી દિલ્હીઃ ભારતીય જનતા પક્ષે રાહુલ ગાંધીના એક ઈન્ટરવ્યૂને માટે 'પેઈડ ન્યૂઝ' ગણીને કાર્યવાહી કરવાની માંગ સાથે શુક્રવારે ચૂંટણી પંચનો સંપર્ક સાધ્યો હતો. તાજેતરમાં જ રાહુલ ગાંધીએ હૈદરાબાદમાં એક સ્થાનિક અખબારને ઈન્ટરવ્યૂ આપ્યો હતો, જે મતદાનના 48 કલાક પહેલાં અને પ્રચાર અભિયાન પૂર્ણ થયા પછી પ્રસિદ્ધ થયો હોવાથી તે પેઈડ ન્યુઝ જ કહેવાય એવો ભાજપે દાવો કર્યો છે.

કેન્દ્રીયમંત્રી જેપી નડ્ડા, મુખ્તાર અબ્બાસ નકવી સહિત એક પ્રતિનિધિમંડળે હૈદરાબાદથી પ્રકાશિત થયેલા ઇન્ટરવ્યૂ સંદર્ભે BJPએ ચૂંટણી પંચમાં એક મેમોરેન્ડમ રજૂ કર્યું અને કહ્યું કે,"આ ઈન્ટરવ્યુ કોંગ્રેસના પ્રચાર અભિયાનનો જ હિસ્સો છે માટે તેને પેઈડ ન્યુઝ જ ગણવો પડે."

શું છે નિયમ?


- મતદાનના 48 કલાક પહેલાં પ્રચાર અભિયાન બંધ કરી દેવામાં આવે છે. આ સમય દરમિયાન ઉમેદવારો કે રાજકીય પક્ષ જાહેર માધ્યમથી પ્રચાર કરી શકતાં નથી.

ભાજપનો વાંધો શું છે?


પ્રચાર માટે પ્રતિબંધિત સમય દરમિયાન રાહુલ ગાંધીએ સ્થાનિક અખબારમાં ઈન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં તેમણે કોંગ્રેસની જીતનો દાવો કર્યો હતો. ઈન્ટરવ્યુ પ્રસારિત થવાનો સમય અને ઈન્ટરવ્યુમાં કરાયેલો પ્રચાર નિયમનો ભંગ ગણાય.

શું સજા થઈ શકે?


ચૂંટણી પંચને જો ભાજપની ફરિયાદમાં વજુદ લાગે અને કોંગ્રેસ સંતોષકારક ખુલાસો ન આપી શકે તો જે-તે વિસ્તારનું મતદાન રદ થઈ શકે.

X
assembly polls 2018 bjp approaches election body over rahul gandhi interview assembly polls 2018 bjp approaches election body over rahul gandhi interview
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App