• Home
  • National News
  • Desh
  • અહીં રહેતી હતી આસિફા, હવે ઘરે છે તાળું| Asifa Family Left from Home

કઠુઆ ગેંગરેપ: અહીં રહેતી હતી આસિફા, ઘરે છે તાળું- કોઈને નથી ખબર ક્યાં ગયો પરિવાર

15 પાનાની ચાર્જશીટ મુજબ સમગ્ર ઘટનાક્રમનો માસ્ટરમાઈન્ડ મંદિરનો પૂજારી સંજી રામ છે

divyabhaskar.com | Updated - Apr 15, 2018, 07:00 AM
અહીં રહેતી હતી આસિફા, હવે ઘરે છે તાળું
અહીં રહેતી હતી આસિફા, હવે ઘરે છે તાળું

જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં 8 વર્ષની આસિફા સાથે થયેલા ગેંગરેપ અને હત્યાથી દેશ ગુસ્સામાં છે. પરંતુ આ દરમિયાન કઠુઆના રસાના ગામમાં રહેતો આસિફાનો પરિવાર ક્યાંક ચાલ્યો ગયો છે. તેના ઘરમાં તાળું લાગેલું છે. કોઈને નથી ખબર કે અંતે આસિફાનો પરિવાર ક્યાં ગયો.

નેશનલ ડેસ્કઃ જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં 8 વર્ષની આસિફા સાથે થયેલા ગેંગરેપ અને હત્યાથી દેશ ગુસ્સામાં છે. પરંતુ આ દરમિયાન કઠુઆના રસાના ગામમાં રહેતો આસિફાનો પરિવાર ક્યાંક ચાલ્યો ગયો છે. તેના ઘરમાં તાળું લાગેલું છે. કોઈને નથી ખબર કે અંતે આસિફાનો પરિવાર ક્યાં ગયો. મીડિયા રિપોર્ટ્સ મુજબ રસાના ગામમાં જંગલોની વચ્ચે આ એકમાત્ર પાકું ઘર છે, જ્યાં આસિફા પોતાના પરિવાર સાથે રહેતી હતી.

'આસિફાનું શબ દફનાવવા નહોતું દીધું'


આસિફાના ઘરથી થોડા કિલોમીટરના અંતરે આસિફાના કાકા મોહમ્મદ જાન રહે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ તેઓએ જણાવ્યું કે, રસાના ગામમાં હિન્દુઓની વસતી વધુ છે. અમારી અહીં કેટલીક જમીન છે. જ્યાં પાંચથી સાત કબર છે. અમે કહ્યું હતું કે અમે આસિફાને પણ અહીં દફનાવીશું. પરંતુ ગામ લોકોએ ના પાડી દીધી હતી. તેમનું કહેવું હતું કે આ જમીન પર આસિફાને દફનાવવા નહીં દઈએ. તેઓએ જણાવ્યું કે આસિફાની સાથે જે થયું ત્યારબાદ તેમનો પરિવાર પણ ઘણો ડરી ગયો છે.

રસાના ગામમાં છે હિન્દુઓની બહુમતી


રસાના ગામમાં હિન્દુઓની બહુમતી છે. અહીં બકરવાલ સમુદાયના લોકો પણ રહે છે. જે મૂળ રૂપે વિચરતો સમુદાય છે અને પશુપાલન સાથે સંકળાયેલો છે. તેઓ ગામમાં આવતા-જતા રહે છે પરંતુ છેલ્લા થોડા વર્ષોથી સમુદાયના કેટલાક લોકોએ અહીં જમીનો ખરીદી અને પાકા મકાન બનાવ્યા છે. આસિફાનું પણ પાકું મકાન છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ બીજા સમુદાયના લોકોને આ વાત પસંદ નહોતી આવી. તેઓ વારંવાર બકરવાલ સમુદાયનું સ્થાયી રીતે રસાનામાં વસવાનો વિરોધ કરતા રહેતા છે.

શું છે આસિફા ગેંગરેપ કેસ?


કઠુઆમાં 10 જાન્યુઆરીના રોજ 8 વર્ષની બાળકી આસિફા ગુમ થઈ ગઈ હતી. 12 જાન્યુઆરીએ તેના પિતાએ હીરાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 17 જાન્યુઆરીએ માસૂમની લાશ ક્ષત-વિક્ષત હાલતમાં મળી હતી. મુફ્તી સરકારે 23 જાન્યુઆરીએ સમગ્ર મામલાને જમ્મુ-કાશ્મીર ક્રાઇમ બ્રાન્ચને સોંપી દીધો હતો. ક્રાઇમ બ્રાન્ચે એસઆઈટી બનાવી અને તપાસ બાદ 9 એપ્રિલે 8 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી. આ મામલામાં પણ તમામ 8 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. 15 પાનાની ચાર્જશીટ મુજબ સમગ્ર ઘટનાક્રમનો માસ્ટરમાઈન્ડ મંદિરનો પૂજારી સંજી રામ છે. કઠુઆના બકરવાલ સમુદાયને ભગાડવા માટે માસૂમને નિશાન બનાવવામાં આવી.

આગળની સ્લાઈડમાં જુઓ ઘટના સંબંધિત અન્ય તસવીરો

આ મંદિરમાં આસિફાની સાથે રેપ થયો હોવાનો અંદાજ
આ મંદિરમાં આસિફાની સાથે રેપ થયો હોવાનો અંદાજ
રેપ કેસનો મુખ્ય આરોપી સાંજી રામ
રેપ કેસનો મુખ્ય આરોપી સાંજી રામ
X
અહીં રહેતી હતી આસિફા, હવે ઘરે છે તાળુંઅહીં રહેતી હતી આસિફા, હવે ઘરે છે તાળું
આ મંદિરમાં આસિફાની સાથે રેપ થયો હોવાનો અંદાજઆ મંદિરમાં આસિફાની સાથે રેપ થયો હોવાનો અંદાજ
રેપ કેસનો મુખ્ય આરોપી સાંજી રામરેપ કેસનો મુખ્ય આરોપી સાંજી રામ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App