Divya Bhaskar

Home » National News » Desh » MP: Ashok Bohane of Balaghat gives free education upto 10th std to Adiwasi children

MP: બાલાઘાટના અશોકભાઈએ ધર્યો શિક્ષણનો ભેખ, મનમાં એક જ ધૂન- ગરીબ બાળકોને સાક્ષર કરી ગરીબીના અંધકારથી મુક્તિ અપાવવી

Divyabhaskar.com | Updated - Jul 28, 2018, 02:22 PM

સરકારી સ્કૂલના ધો-5ના તમામ બાળકો થયા નાપાસ, પ્રિન્સિપાલે કહ્યું- આમને બ્રહ્મા પણ ન ભણાવી શકે, અશોકભાઈએ પાર કર્યો પડકાર

  • MP: Ashok Bohane of Balaghat gives free education upto 10th std to Adiwasi children
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    ગુરૂકુળ પાઠશાળામાં બાળકોને પહેલા ધોરણથી જ કોમ્પ્યુટર શીખવાડવામાં આવે છે.
    બાલાઘાટ (MP): ધર્મના માર્ગે ચાલીને સંન્યાસ લેનારા તો ઘણા હોય છે પરંતુ શિક્ષણ માટે જીવન સમર્પિત કરનારા કોઇક જ વીરલાઓ હોય છે. આવા વ્યક્તિઓમાં બાલાઘાટ, મધ્યપ્રશના અશોક બોહાનેનું નામ સામેલ કરવું પડે, જે પોતાની સુખ-સગવડોનો ત્યાગ કરીને સંન્યાસીઓ જેવું જીવન જીવી રહ્યા છે. તેમના આ વનવાસનું લક્ષ્ય પણ આત્મકલ્યાણ જ છે, પરંતુ શિક્ષણનું અજવાળું ફેલા વતા તેઓ આ લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા છે.

    360 આદિવાસી બાળકોને નિઃશુલ્ક શિક્ષણ
    - અશોક બોહને બાલાઘાટ જિલ્લાના દેવટોલાના રહેવાસી છે. આખું જીવન તેમણે શિક્ષણ માટે સમર્પિત કરી દીધું છે. તેમના મનમાં બસ એક જ ધૂન સવાર છે, ગરીબ બાળકોને સાક્ષર કરીને ગરીબીના અંધકારથી મુક્તિ અપાવવી. આ માટે તેમણે લગ્ન સુદ્ધાં નથી કર્યા. ઘર પણ છોડી દીધું છે.
    - તેમની ઉંમર અત્યારે 52 વર્ષ છે. તેમના બનાવેલા ગુરૂકુળમાં 10મા ધોરણ સુધીના 360 આદિવાસી બાળકોને નિઃશુલ્ક શિક્ષણ મળી રહ્યું છે. જે બાળકો અહીંયાથી ભણીગણીને ખાનગી-સરકારી નોકરીઓ મેળવી ચૂક્યાં છે, તેઓ હવે ગુરૂદક્ષિણા સ્વરૂપે ગુરૂકુળને આર્થિક મદદ કરે છે.
    પ્રિન્સિપાલે કહ્યું'તું- આ બાળકોને તો બ્રહ્મા પણ ન ભણાવી શકે
    - વિસ્તારના એક રિટાયર્ડ શિક્ષક રાજેન્દ્રસિંહ પરમાર જણાવે છે કે અશોક મજૂરી કરીને બી.કોમ. સુધી ભણ્યા હતા, પરંતુ પૈસા ન હોવાને કારણે તેમના ઘણા મિત્રોને ભણવાનું છોડી દેવું પડ્યું હતું.
    - 1998માં જ્યારે ગામની સરકારી સ્કૂલમાં ધો-5ના તમામ બાળકો નાપાસ થયા ત્યારે અશોકે આ બાબતે સ્કૂલના પ્રિન્સિપાલ સાથે વાત કરી. પ્રિન્સિપાલે ગુસ્સામાં કહ્યું કે આ બાળકોને તો . આટલી વાતો કરો છો તો જાતે ભણાવીને બતાવો.
    - અશોકે આ પડકાર સ્વીકારી લીધો અને પાંચમા ધોરણના બાળકોને નિઃશુલ્ક ભણાવવાનું શરૂ કર્યું. તે વર્ષે તમામ બાળકો પાસ થઇ ગયા. ત્યારબાદ તેમણે માત્ર એક રૂપિયાના વેતને 10 વર્ષ સુધી સ્કૂલમાં શિક્ષાદાન કર્યું.
    સરકારી ખેંચતાણથી સ્કૂલ છોડી પોતાની પાઠશાળા શરૂ કરી
    - સરકારી ખેંચતાણને કારણે અશોકે સ્કૂલ છોડી દીધી અને 2006માં વડના ઝાડની નીચે ગુરૂકુળ પાઠશાળા શરૂ કરી. આ પાઠશાળા ભાડાના મકાન સુધી પહોંચી અને હવે તેનું પોતાનું મકાન બની ચૂક્યું છે.
    - 10મા ધોરણ સુધીની આ સ્કૂલમાં 360 બાળકો ભણી રહ્યા છે, જ્યારે સરકારી સ્કૂલમાં ત્રણ ડઝન બાળકો પણ નથી. ગુરૂકુળ પાઠશાળામાં બાળકોને પહેલા ધોરણથી જ કોમ્પ્યુટર શીખવાડવામાં આવે છે. ગુરૂકુમાંથી ભણેલા કુલ 54 વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ સરકારી નોકરીઓ કરી રહ્યા છે.
    - વર્તમાનમાં ગુરૂકુળમાં અશોક ઉપરાંત 14 નિયમિત અને આઠ વિઝિટિંગ ફેકલ્ટીના શિક્ષકો છે.
    આગળની સ્લાઇડ્સમાં જુઓ અન્ય તસવીરો
  • MP: Ashok Bohane of Balaghat gives free education upto 10th std to Adiwasi children
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    અશોકભાઈના બનાવેલા ગુરૂકુળમાં 10મા ધોરણ સુધીના 360 આદિવાસી બાળકોને નિઃશુલ્ક શિક્ષણ મળી રહ્યું છે.
  • MP: Ashok Bohane of Balaghat gives free education upto 10th std to Adiwasi children
    વર્તમાનમાં ગુરૂકુળમાં અશોકભાઈ ઉપરાંત 14 નિયમિત અને આઠ વિઝિટિંગ ફેકલ્ટીના શિક્ષકો છે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending