ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Know about Aseemanand

  અજમેર બાદ મક્કા મસ્જિદ કેસમાં પણ આરોપમુક્ત, જાણો કોણ છે અસીમાનંદ

  Divyabhaskar.com | Last Modified - Apr 16, 2018, 12:57 PM IST

  વનસ્પતિ વિજ્ઞાનમાં ગ્રેજ્યુએટ અસીમાનંદ પશ્ચિમ બંગાળના હુગલીના નિવાસી છે
  • 1990થી 2007 વચ્ચે સ્વામી અસીમાનંદ RSS સાથે જોડાયેલી સંસ્થા વનવાસી કલ્યાણ આશ્રમના પ્રાંત પ્રચારક પ્રમુખ રહ્યાં (ફાઈલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   1990થી 2007 વચ્ચે સ્વામી અસીમાનંદ RSS સાથે જોડાયેલી સંસ્થા વનવાસી કલ્યાણ આશ્રમના પ્રાંત પ્રચારક પ્રમુખ રહ્યાં (ફાઈલ)

   નેશનલ ડેસ્કઃ જતિન ચેટર્જી ઉર્ફે નબાકુમાર સરકાર ઉર્ફે સ્વામી ઓમકારનાથ ઉર્ફે સ્વામી અસીમાનંદ. આ શખ્સના જેટલાં નામ છે તેટલાં જ આતંક ફેલાવવાના મામલાઓ સાથે કથિતપણે તેનું નામ જોડાયેલું છે. 2007માં હૈદરાબાદના મક્કા મસ્જિદમાં વિસ્ફોટ થયો અને તે જ વર્ષે અજમેર દરગાહમાં વિસ્ફોટ કે સમજૂતી એક્સપ્રેસ બલાસ્ટ હોય કે 2008માં મહારાષ્ટ્રના માલેગાંવમાં વિસ્ફોટ આ તમામ આતંકી ઘટનાઓમાં સ્વામી અસીમાનંદનું નામ જોડાયેલું છે.

   વેસ્ટ બંગાળના હુબલીથી છે સંબંધ

   - વનસ્પતિ વિજ્ઞાનમાં ગ્રેજ્યુએટ અસીમાનંદ પશ્ચિમ બંગાળના હુગલીના નિવાસી છે.
   - 1990થી 2007 વચ્ચે સ્વામી અસીમાનંદ RSS સાથે જોડાયેલી સંસ્થા વનવાસી કલ્યાણ આશ્રમના પ્રાંત પ્રચારક પ્રમુખ રહ્યાં.
   - અસીમાનંદ 1995ની આસપાસ ગુજરાતના ડાંગ જિલ્લાના મુખ્યાલય આહ્વા આવ્યાં અને હિંદુ સંગઠનો માટે હિંદુ ધર્મ જાગરણ તેમજ શુદ્ધીકરણમાં કામ કર્યું.
   - આહ્વામાં અસીમાનંદે શબરી માતાનું મંદિર બનાવ્યું અને શબરી ધામની પણ સ્થાપના કરી.
   - પોલીસના દાવા મુજબ વિસ્ફોટ પહેલાં આ શબરી ધામમાં કુંભનું આયોજન કર્યું અને આ દરમિયાન વિસ્ફોટમાં સામેલ લગભગ 10 લોકો આ આશ્રમમાં જ રહ્યાં હતા.
   - અસીમાનંદ બિહારના પુરૂલિયા, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ સક્રિય રહ્યાં.

   ઓળખ છુપાવીને રહેતા હતા

   - CBIના દાવા મુજબ અસીમાનંદ હરિદ્વારમાં પોતાની ઓળખ છુપાવીને રહેતા હતા અને આ દરમિયાન તેને નકલી ઓળખ કાર્ડ પણ કઢાવી લીધું હતું.
   - CBIને અસીમાનંદ પાસેથી કોલકાતાથી ઈશ્યૂ થયેલો પાસપોર્ટ, અનેક નકલી રાશન કાર્ડ તેમજ હરિદ્વાર પ્રશાસન દ્વારા જાહેર કરાયું ચૂંટણી કાર્ડ મળી આવ્યાં હતા.
   - અસીમાનંદની તલાશ 2009 બાદથી શરૂ થઈ જ્યારે સુરક્ષા એજન્સીઓને તેવી મજબૂત જાણકારી મળી કે આરોપી પોતાનો ભેષ બદલીને રહે છે.

   માલેગાંવ બ્લાસ્ટમાં આ રીતે નામ સામે આવ્યું

   - અસીમાનંદનું નામ માલેગાંવ બ્લાસ્ટની તપાસ દરમિયાન સામે આવ્યું હતું.
   - મહારાષ્ટ્ર ATSને આરોપી સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર પાસેથી અસીમાનંદના વાહન ચાલકનો નંબર મળ્યો હતો.

   પહેલાં ગુનો કબુલ્યો બાદમાં ફરી ગયા

   - સ્વામી અસીમાનંદે વર્ષ 2011માં મેજીસ્ટ્રેટને આપેલાં એક નિવેદનમાં સ્વીકાર્યું હતું કે અજમેર દરગાહ, હૈદરાબાદની મક્કા મસ્જિદ અને અન્ય સ્થળોએ થયેલાં બ્લાસ્ટમાં તેમનું અને અન્ય રાઈટ વિંગના લોકોની સંડોવણી છે.
   - જો કે બાદમાં અસીમાનંદે પોતાના નિવેદન પરથી પલટી મારી હતી અને કહ્યું કે તેમને આ પ્રકારનાં નિવેદન NIAના દબાણમાં આપ્યાં હતા.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • CBIના દાવા મુજબ અસીમાનંદ હરિદ્વારમાં પોતાની ઓળખ છુપાવીને રહેતા હતા (ફાઈલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   CBIના દાવા મુજબ અસીમાનંદ હરિદ્વારમાં પોતાની ઓળખ છુપાવીને રહેતા હતા (ફાઈલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Know about Aseemanand
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top