મક્કા મસ્જિદ વિસ્ફોટઃ 9 મોત, 11 વર્ષ- ફરી ગયા સાક્ષી અને છૂટી ગયા આરોપી

છેલ્લા 11 વર્ષમાં આ કેસમાં અનેક પ્રકારના નાટકીય વળાંક આવ્યા. અનેક સાક્ષી પોતાના નિવેદનથી ફરી ગયા.

Divyabhaskar.com | Updated - Apr 16, 2018, 01:42 PM
લગભગ 11 વર્ષ પહેલા 18 મે 2007ના રોજ થયેલા આ બ્લાસ્ટમાં લગભગ 9 લોકોના મોત થયા હતા અને 58 લોકો ઘાયલ થયા હતા (ફાઈલ)
લગભગ 11 વર્ષ પહેલા 18 મે 2007ના રોજ થયેલા આ બ્લાસ્ટમાં લગભગ 9 લોકોના મોત થયા હતા અને 58 લોકો ઘાયલ થયા હતા (ફાઈલ)

હૈદરાબાદની ઐતિહાસિક મક્કા મસ્જિદમાં થયેલા બ્લાસ્ટ મામલામાં જુમ્માની નમાઝ દરમિયાન થયેલા બ્લાસ્ટ કેસમાં NIAની વિશેષ કોર્ટનો ચુકાદો આવી ગયો છે. કોર્ટે મામલામાં અસીમાનંદ સહિત તમામ 5 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. લગભગ 11 વર્ષ પહેલા 18 મે 2007ના રોજ થયેલા આ બ્લાસ્ટમાં લગભગ 9 લોકોના મોત થયા હતા અને 58 લોકો ઘાયલ થયા હતા.

નેશનલ ડેસ્કઃ હૈદરાબાદની ઐતિહાસિક મક્કા મસ્જિદમાં થયેલા બ્લાસ્ટ મામલામાં જુમ્માની નમાઝ દરમિયાન થયેલા બ્લાસ્ટ કેસમાં NIAની વિશેષ કોર્ટનો ચુકાદો આવી ગયો છે. કોર્ટે મામલામાં અસીમાનંદ સહિત તમામ 5 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. લગભગ 11 વર્ષ પહેલા 18 મે 2007ના રોજ થયેલા આ બ્લાસ્ટમાં લગભગ 9 લોકોના મોત થયા હતા અને 58 લોકો ઘાયલ થયા હતા. છેલ્લા 11 વર્ષમાં આ કેસમાં અનેક પ્રકારના નાટકીય વળાંક આવ્યા. અનેક સાક્ષી પોતાના નિવેદનથી ફરી ગયા જેના કારણે આજે આરોપીઓ દોષમુક્ત જાહેર થયા છે.

પોલીસ તપાસ અને સીબીઆઈ તપાસમાં અલગ-અલગ એન્ગલ!


- જ્યારે આ બ્લાસ્ટની ઘટના બની તો સૌથી પહેલા તેની તપાસ હૈદરાબાદની પોલીસે કરી.
- પોલીસે પોતાની તપાસમાં કોઈ મુસ્લિમ સંગઠનનું નામ લીધું હતું પરંતુ બાદમાં સીબીઆઈને તપાસ સોંપવામાં આવી.
- સીબીઆઈની તપાસમાં હિન્દુવાદી સંગઠન અભિનવ ભારતનું નામ સામે આવ્યું.
- ત્યારબાદ 5 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

68માંથી 54 સાક્ષી ફરી ગયા, પુરાવા પણ મજબૂત ન હતા


- સીબીઆઈ અધિકારીઓએ 68 પ્રત્યક્ષદર્શીઓની જુબાની લીધી હતી. જેમાંથી 54 સાક્ષી હવે જુબાથીમાંથી ફરી ગયા. સીબીઆઈએ આરોપપત્ર પણ દાખલ કર્યું.
- NIAએ લગભગ 200 સાક્ષીઓની પૂછપરછ કરી. આજે જ્યારે કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો તો બે મિનિટમાં જ ચુકાદો સંભળાવી દીધો. જે પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા તેનાથી એ સાબિત ન થઈ શક્યું કે તે પાંચ લોકો જ આરોપી છે.
પરંતુ NIAના સૂત્રોનું માનીએ તો હજુ સુધી કોર્ટના ચુકાદાનું અધ્યયન કરશે. ત્યારબાદ નિર્ણય લેશે કે આ મામલાને લઈને હાઈકોર્ટમાં અપીલ કરે કે નહીં.

અસીમાનંદ સહિત અભિનવ ભારતના તમામ સભ્યો હતા આરોપી


- તપાસ બાદ ઘટનાને લઈને 10 લોકોને આરોપી બનાવવામાં આવ્યા. જેમાં અભિનવ ભારતના તમામ સભ્ય સામેલ છે.
- સ્વામી અસીમાનંદ સહિત દેવેન્દ્ર ગુપ્તા, લોકેશ શર્મા ઉર્ફે અજય તિવારી, લક્ષ્મણ દાસ મહારાજ, મોહનલાલ રતેશ્વર અને રાજેન્દ્ર ચૌધરીને મામલામાં આરોપી બનાવવામાં આવ્યા હતા.

NIAને યોગ્ય કામ ન કર્યું કે તેઓને કરવા દેવામાં ન આવ્યું- ઓવૈસી


- AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસીએ આરોપ લગાવ્યો છે કે તમામ આરોપીઓએ જૂન 2014 બાદ પોતાના નિવેદનોથી ફરી જવાનું શરૂ કર્યું.
- NIAએ પોતાના કામને યોગ્ય રીતે ન કર્યું કે તેઓએ કરવા દેવામાં ન આવ્યું.
- જો આ રીતે ચાલતું રહ્યું તો દેશમાં ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમનું શું થશે.

સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

સીબીઆઈની તપાસમાં હિન્દુવાદી સંગઠન અભિનવ ભારતનું નામ સામે આવ્યું હતું (ફાઈલ)
સીબીઆઈની તપાસમાં હિન્દુવાદી સંગઠન અભિનવ ભારતનું નામ સામે આવ્યું હતું (ફાઈલ)
68માંથી 54 સાક્ષી ફરી ગયા, પુરાવા પણ મજબૂત ન હતા (ફાઈલ)
68માંથી 54 સાક્ષી ફરી ગયા, પુરાવા પણ મજબૂત ન હતા (ફાઈલ)
X
લગભગ 11 વર્ષ પહેલા 18 મે 2007ના રોજ થયેલા આ બ્લાસ્ટમાં લગભગ 9 લોકોના મોત થયા હતા અને 58 લોકો ઘાયલ થયા હતા (ફાઈલ)લગભગ 11 વર્ષ પહેલા 18 મે 2007ના રોજ થયેલા આ બ્લાસ્ટમાં લગભગ 9 લોકોના મોત થયા હતા અને 58 લોકો ઘાયલ થયા હતા (ફાઈલ)
સીબીઆઈની તપાસમાં હિન્દુવાદી સંગઠન અભિનવ ભારતનું નામ સામે આવ્યું હતું (ફાઈલ)સીબીઆઈની તપાસમાં હિન્દુવાદી સંગઠન અભિનવ ભારતનું નામ સામે આવ્યું હતું (ફાઈલ)
68માંથી 54 સાક્ષી ફરી ગયા, પુરાવા પણ મજબૂત ન હતા (ફાઈલ)68માંથી 54 સાક્ષી ફરી ગયા, પુરાવા પણ મજબૂત ન હતા (ફાઈલ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App