તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓવૈસીનો મોદી અને શાહને પડકાર, કહ્યું- હૈદરાબાદથી ચૂંટણી જીતી બતાવો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હી: ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલમીન (એઆઇએમઆઇએમ)ના પ્રમુખ અને હૈદરાબાદથી સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહને પડકાર ફેંક્યો છે. ઓવૈસીએ કહ્યું કે, હું કોઇને પણ હૈદરાબાદથી એઆઇએમઆઇએમ વિરુદ્ધ ચૂંટણી લડવાનો પડકાર આપું છું. પીએમ મોદી અને અમિત શાહ અહીંથી ચૂંટણી લડીને બતાવે. 

 

ઓવૈસીએ કોંગ્રેસને પણ કરી ચેલેન્જ

 

- પોતાના આ પડકારમાં ઓવૈસીએ કોંગ્રેસને પણ સામેલ કરી લીધી છે. ઓવૈસીએ કહ્યું કે, હું કોંગ્રેસને પણ ચૂંટણી લડવાનો પડકાર આપું છું. જો બંને પાર્ટીઓ એકસાથે ચૂંટણી લડે તોપણ તેઓ અમને હરાવી નહીં શકે. 

- અસદુદ્દીન ઓવૈસીએ મુખ્તાર અબ્બાસ નકવીના નિવેદન પર કહ્યું, "તથ્ય એ પણ છે કે મુસ્લિમ ક્યારેય વોટબેંક નથી રહ્યા. મુસ્લિમોને હંમેશાં વોટબેંક જણાવીને તેમને ઠગવામાં આવ્યા છે."

 

નિવેદનો આપવા માટે ચર્ચામાં રહે છે ઓવૈસી

 

- આ વર્ષની શરૂઆતમાં પાર્ટીની 60મી જયંતીના પ્રસંગે ઓવૈસીએ કહ્યું હતું, "જો મોદીમાં દમ હોય તો 2019 પહેલા ચૂંટણી કરીને બતાવે. જનતા તેમને અને બીજેપીને પાઠ ભણાવી દેશે. સરકારના 4 વર્ષના કાર્યકાળે લોકોને નિરાશ જ કર્યા છે."

- 25 જૂનના રોજ મહારાષ્ટ્રના બીડમાં ઓવૈસીએ કહ્યું હતું, "ઉઠો, તમારા હક માટે લડો. જો જીવતા રહેવું હોય તો તમારા ઉમેદવારનો વોટ કરો. પોતાના લોકોને જીતાડો."

- તેમણે સેક્યુલરિઝમની વાત કરનારાઓને ડાકૂ જણાવીને કહ્યું કે કોંગ્રેસે 70 વર્ષોથી સેક્યુલરિઝમના નામે મુસલમાનોનો ઉપયોગ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...