Home » National News » Latest News » National » સોશિયલ મીડિયા પર લાઈવ થયા આસારામ| AsaramS Sermon Audio And Video Viral From Jodhpur Prison

આસારામ સોશિયલ મીડિયા પર થયા લાઈવ, કહ્યું- હું આવીશ તમારી વચ્ચે

Divyabhaskar.com | Updated - Apr 28, 2018, 02:17 PM

આસારામની ફેસબુક પર લાઈવ થવાની સૂચના સાંજે જ આપી દેવામાં આવી હતી

 • સોશિયલ મીડિયા પર લાઈવ થયા આસારામ| AsaramS Sermon Audio And Video Viral From Jodhpur Prison
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  આસારામને સગીરા રેપ કેસમાં મળી છે આ જીવન કેદની સજા

  જોધપુર: સગીરા સાથે રેપ કેસમાં આજીવન કેદની સજા મળ્યાના બે દિવસ પછી જ આસારામ સોશિયલ મીડિયા પર આવી ગયા હતા. શુક્રવારે આશ્રમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આસારામના ફોટા લાગેલો વીડિયો અને પ્રવચન આપતો ઓડિયો મેસેજ ચલાવવામાં આવ્યો હતો. આ ઓડિયોમાં આસારામ કહી રહ્યા હતા કે, તેઓ પહેલાં શરદ અને શિલ્પીને બહાર કઢાવશે, પછી હું આવી જઈશ તમારી વચ્ચે. આ માટે આસારામના ફેસબુક પેજ પર આગલા દિવસે સાંજે જ સૂચના જાહેર કરી દેવામાં આવી હતી. તેમાં લખ્યું હતું કે, 27 એપ્રિલે જોધપુર જેલથી સાંજે 6.30 વાગે ઓડિયો લાઈવ આવે તેવી શક્યતા છે. 'મંગલમય' પર ચોક્કસ સાંભળજો. 'મંગલમય' આસારામની મોબાઈલ એપ છે. જોકે એક કલાક પછી ઓડિયોને ફેસબુક અને મંગલમય પરથી હટાવી લેવામાં આવ્યો હતો.

  જેલ પ્રશાસને કહ્યું- આસારામે ફોનથી સાબરમતી આશ્રમ વાત કરી હતી


  - જેલ પ્રશાસનના જણાવ્યા પ્રમાણે આસારામે સાબરમતી આશ્રમ 17 મિનિટ સુધી વાત કરી હતી. કદાચ તે જ વાત-ચીતને તેમની ઓડિયો ક્લિપ તરીકે જાહેર કરવામાં આવી છે. બીજી બાજુ ડીઆઈજી વિક્રમ સિંહ કર્ણાવતે જણાવ્યું કે, જેલના કેદીઓને માત્ર કોઈ પણ બે નંબર ઉપર જ વાત કરવાની મંજૂરી આપવામાં આવે છે. તે ઉપરાતં કોઈ એક કેદી મહિનામાં કુલ 80 મિનિટ જ ફોન પર વાત કરી શકે છે. આ બંને ફોન નંબરોનું પહેલેથી જ એટીએસ પાસે વેરિફિકેશન કરાવવામાં આવે છે ત્યારપછી જકેદી તે બે નંબર ઉપર વાત કરી શકે છે. શુક્રવારે સાંજે સાડા છ વાગે આસારામે સાબરમતી આશ્રમના જદવાની નિશંતા સાથે 17 મિનિટ સુધી વાત કરી હતી.

  ફોન પર આ રીતે વાત કરવી યોગ્ય નથી, આસારામ પાસેથી છીનવાઈ શકે છે આ સુવિધા


  - ડીઆઈજીએ જેલમાં કહ્યું કે, શક્ય છે કે આસારામ દ્વારા ફોન પર કરવામાં આવેલી વાતચીતને આશ્રમમાંથી સોશિયલ મીડિયા દ્વારા લાઈવ પ્રસારિત કરવામાં આવી હોય. જોકે આસારામે જે પણ વાતચીત કરી હશે તે જેલના એસટીડી સિસ્ટમમમાં રેકોર્ડ થતી જ હોય છે. વાતચીતને સોશિયલ મીડિયા વાયરલ કરવી કે ન કરવી તે કોઈ નિયમ નથી પરંતુ આવું કરવું યોગ્ય નથી. કારણકે કેદીને તેના સંબંધી સાથે વાત કરવાની સુવિધા આપવાનો હેતુ આવો નથી હોતો. આ સંજોગોમાં કેદીની આ સુવિધા છીનવાઈ પણ શકે છે.

  ઓડિયોના અમુક અંશ


  - સોશિયલ મીડિયા ઉપરથી હટાવવામાં આવેલો ઓડિયો મોડી રાતે એક બ્લોગ ઉપર આવ્યો હતો. તેમાં આસારામ કહેતા હતા કે, જેટલી મોટી તકલીફ આવે છે તેટલા મોટા રસ્તા પણ નીકળતા હોય છે. હું પહેલાં શિલ્પી દીકરીને બહાર કાઢીશ અને પછી શરદ દીકરાને. ઉપર એક થી એક કોર્ટ છે. અમુક લોકો જુઠ્ઠાણું ફેલાવવામાં લાગ્યા છે... હું રડ્યો હતો તે વાત ખોટી છે. ઓડિયોમાં અંતે શરદનો અવાજ આવે છે. તે કહે છે કે, હું જોધપુરમાં ઠીક છું.
  - અમુક લોકો આશ્રમના લેટર હેડની કોપી કરીને અનર્ગલ મેસેજ કરી રહ્યા છે. તે લોકોથી સાવધાન રહેજો. માત્ર લક્ષ્મી, નારાયણ સાંઈ અને ભારતી જ મારો પરિવાર છે, એવુ કહેનારા લોકો ખોટા છે. આખી દુનિયા મારો પરિવાર છે. જેમાં લાખો-કરોડો સભ્ય છે. શિલ્પી એમ.એ થયેલી છે જ્યારે શરદ એમ.ટેક થયેલો છે. તેમને પણ સજા આપી દીધી. જ્યારે અમે કોઈ કાવતરું કર્યું જ નથી. આ કેસ જ આખો કાવતરું છે.

  આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીર

 • એક દિવસ પહેલાં જ આસારામ સોશિયલ મીડિયા પર આવશે તેવી આશ્રમ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ