ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Asaram was aware that he is not a sin for an astrologer like him.

  આસારામ માનતો કે તેના જેવા ‘બ્રહ્મજ્ઞાની’ માટે દુષ્કર્મ પાપ નથી: સાક્ષી

  DivyaBhaskar.com | Last Modified - Apr 27, 2018, 03:51 AM IST

  નિર્ણયની સુણવણી સમયે જજે કીધું કે: આસારામને સંત કહેવામાં આવે છે, તેમણે સમાજમાં સંતોની છવિ ઇઝા પહોંચાડી છે.
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   જોધપુર: સગીરા પર દુષ્કર્મના જે કેસમાં આસારામને બુધવારે જન્મટીપની સજા થઇ તે કેસની ટ્રાયલ દરમિયાન ફરિયાદી પક્ષના એક સાક્ષીએ કોર્ટ સમક્ષ આપેલી જુબાનીમાં જણાવ્યું હતું કે આસારામનું એવું માનવું હતું કે તેના જેવા ‘બ્રહ્મજ્ઞાની’ને છોકરીઓનું જાતીય શોષણ કરવાથી કોઇ પાપ લાગતું નથી. આસારામના અનુયાયી રહેલા રાહુલ સાચર નામના આ સાક્ષીએ એમ પણ કહ્યું હતું કે આસારામ જાતીય શક્તિવર્ધક દવાઓ પણ લેતો હતો તથા અફીણનું સેવન પણ કરતો હતો.

   રાહુલ એક સમયે આસારામની ખૂબ નજીક હતો અને તેને આસારામની કુટિયામાં પ્રવેશવાની પણ મંજૂરી હતી. તેના કહેવા પ્રમાણે, 2003માં તેણે આસારામના અમદાવાદ, પુષ્કર અને ભિવાનીના આશ્રમોમાં તેને છોકરીઓની છેડતી કરતો જોયો હતો. એક સાંજે અમદાવાદના આશ્રમમાં તેણે આસારામની કુટિયાની દીવાલ પર ચઢીને જોયું તો આસારામ એક છોકરીની છેડતી કરી રહ્યો હતો. આ બાબતે તેણે આસારામને બે વખત પત્ર લખી પૂછ્યું હતું પણ કંઇ જવાબ ન મળતાં તેણે એક દિવસ કુટિયાની અંદર જઇને આસારામને પૂછ્યું કે તે શા માટે તેના સવાલનો જવાબ નથી આપતા?

   કેદી નં.130 એટલે કે આસારામે ઉપવાસ કર્યો

   પાંચ વર્ષમાં પહેલીવાર આસારામ માટે આશ્રમમાંથી જમવાનું આવ્યું નહતું. જેલમાં બનેલું દૂધીનું શાક, રોટલી અને મઠની દાળ તેને આપવામાં આવી હતી. જોકે, એકાદશીનો ઉપવાસ હોવાનું કહી તેણે ખાધું નહોતું. આસારામે તેના બેરેકની પાછળ તુલસી અને કપાસના છોડવાનું વાવેતર કર્યું છે તેની દેખભાળ કરશે. તેની બેરેકની આસપાસ પણ ઘણા છોડ તેણે વાવ્યા છે. શિલ્પી કેદી નં. 76 મહિલા જેલમાં બંધ છે તેને સિલાઈકામ અપાશે. અથવા તો બ્યુટીપાર્લર અને મહેંદીનો કોર્સ શીખવાડાશે.

   દિલગીરી - તા. 25 એપ્રિલના અંકમાં આસારામ અંગેના સમચાારમાં સરતચૂકથી કૃષ્ણલીલા શબ્દ ઉપયોગમાં લેવાયોે હતો. કોઈની લાગણી દુભાવવાનો હેતુ ન હતો.

   આગળ વાંચો: બાપૂની સેવિકાઓએ પીડિતાઓનું ગર્ભપાત કરાવતી હતી

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Asaram was aware that he is not a sin for an astrologer like him.
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top