Home » National News » Latest News » National » સગીરા દુષ્કર્મ કેસમાં આસારામને મળી શકે છે આજીવન કેદ| Asaram Verdict In Special Court At Jodhpur Central Jail

સગીરા રેપ કેસ: આસારામને આજીવન કેદ, અન્ય દોષિતોને 20 વર્ષની સજા

Divyabhaskar.com | Updated - Apr 25, 2018, 05:42 PM

આસારામ સામે રેપ, સમર્પિત કરાવીને દુષ્કર્મ કરવું અને યૌન શોષણનો ગેરકાયદેસર વેપાર કરવાનો આરોપ છે

 • સગીરા દુષ્કર્મ કેસમાં આસારામને મળી શકે છે આજીવન કેદ| Asaram Verdict In Special Court At Jodhpur Central Jail
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  સગીરા દુષ્કર્મ કેસમાં આજે આસારામ પર ચુકાદો

  જોધપુર: સગીરા દુષ્કર્મ કેસને આસારામને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે, જ્યારે અન્ય બે દોષિતો શિલ્પી અને શરતચંદ્રને 20-20 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. આ સાથે જ આસારામને રૂ. એક લાખનો અને અન્ય દોષિતોને રૂ. 50,000નો દંડ પણ કરવામાં આવ્યો છે. સજાની જાહેરાત થતાં જ આસારામ કોર્ટરૂમમાં જ ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યા હતા. બુધવારે સવારે આસારામ સહિત બેને દોષિત જાહેર કરી દેવામાં આવ્યા હતા. જ્યારે શિવા અને પ્રકાશ નામના બે આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. આસારામ પર સગીર શિષ્યા પર દુષ્કર્મ કરવાનો આરોપ છે. જેના માટે આસારામ સાડા ચાર વર્ષથી જેલમાં બંધ છે. ફેંસલા અને સજા વિરૂદ્ધ આસારામ રાજસ્થાન હાઈકોર્ટમાં અપીલ કરી શકે છે. ઈન્દિરા ગાંધીના હત્યારા, આતંકી અજમલ આમિર કસાબ અને ડેરા પ્રમુખ ગુરમીત રામ રહીમ પછી દેશનો આ ચોથો એવો મોટો કેસ છે જેમાં જેલમાં કોર્ટ લગાવવામાં આવી હતી અને ફેંસલો સંભળાવ્યો હતો. પોક્સો એક્ટ અંતર્ગત પણ આ પહેલો મોટો મામલો છે.

  આ ચાર કારણ જેના કારણે આસારામ દોષિત

  1) જ્યાં લાખો લોકોની આસ્થા જોડાયેલી છે, તેનો ગુનો વધુ ગંભીર માનવામાં આવે છે. આવું જ રામ રહીમના કેસમાં થયું હતું. તે કેસમાં જજે કહ્યું હતું કે- જેને પોતાની સાધ્વીઓને છોડી ન હતી અને જંગલી જાનવરની જેમ વર્તન કર્યું, તે કોઈપણ જાતની રહેમને લાયક નથી.

  2) મામલો સગીરા સાથેના દુષ્કર્મનો હતો. જેના સંરક્ષણમાં જ સગીર રહે છે તે જ તેનું શોષણ કરે તો ગુનો વધુ સંગીન માનવામાં આવે છે.

  3) પોક્સો એક્ટ 2012માં સગીરાની આયુ 16થી 18 થઈ ગઈ, પીડિતા 17 વર્ષની હતી. એટલે 2013માં દાખલ આસારામના મામલે પોક્સો એક્ટ અંતર્ગત કલમો લાગી છે.

  4) ધ ક્રિમિનલ લો અમેન્ડમેન્ટ 2013માં દુષ્કર્મની પરિભાષા બદલી ગઈ છે, એટલે 376ની કલમ લાગી.

  પીડિતાના પિતાએ વ્યક્ત કરી ખુશી

  આસારામને દોષિત જાહેર કરતાં પીડિતાના પિતાએ ન્યાય મળ્યો હોવાની ખુશી વ્યક્ત કરી હતી, તો આસારામની પ્રવકતાએ આ અંગે લીગલ ટીમ સાથે ચર્ચા કરી આગળ શું કરવું તે નક્કી કરવાની વાત ઉચ્ચારી હતી.

  અમને ન્યાય મળ્યો- પીડિતાના પિતા

  શાહજહાંપુર પીડિતાના પિતાએ પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, "આસારામ દોષિત જાહેર થયો, અમને ન્યાય મળ્યો છે. અમારી આ લડાઈમાં અમને સપોર્ટ આપનારા તમામ લોકોનું હું આભાર માનું છું. હવે હું આશા તેને કડકમાં કડક સજા મળે. હું એવી પણ આશા રાખુ છું કે સાક્ષીઓ કે જેની હત્યા થઈ છે કે અપહ્યત થયાં છે તેમને પણ યોગ્ય ન્યાય મળે."

  - તો આ ચૂકાદા બાદ આસારામના પ્રવક્તા નિલમ દુબેએ જણાવ્યું કે, "અમે અમારા કાયદાકીય નિષ્ણાંતો સાથે ચર્ચા કરી ભવિષ્યમાં શું પગલાં ભરી શકાય છે તે નક્કી કરીશું. અમને આપણાં કાયદા પર પૂર્ણ વિશ્વાસ છે."

  આસારામને ઓછામાં ઓછા 10 અને વધુમાં વધુ આજીવન કેદની સજા મળી શકે છે

  આ કેસમાં આસારામ દોષિત જાહેર કરી દેવામાં આવ્યા છે અને આજે જ તેમની સજાની સુનાવણી પણ કરી દેવામાં આવશે. આ કેસમાં આસારામને ઓછામાં ઓછી 10 વર્ષ અને વધુમાં વધુ આજીવન કેદની સજા મળી શકે છે. આસારામને જે પણ સજા મળશે તેમાંથી તેણે અત્યાર સુધી જેલમાં પસાર કરેલા 4.5 વર્ષ બાદ કરી દેવામાં આવશે. નોંધનીય છે કે, જોધપુર સેન્ટ્રલ જેલે મીડિયાને જેલ પરિસરમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ રાખ્યો છે.

  ચુકાદો લાંબો અને ઐતિહાસીક હશે શકે છે કારણ કે...

  - ચુકાદો લાંબો અને ઐતિહાસિક હશે કારણ કે 2012માં બનેલા પોક્સો એક્ટ તેમજ 2013માં ધ ક્રિમિનલ લૉ અમેન્ડમન્ટ એક્ટ અમલમાં મૂક્યા બાદ જ આસારામ વિરુદ્ધ કેસ નોંધાયો હતો અને તેમાં આઇપીસીની 376, 376(2)(f), 376(d) તેમજ પોક્સોની 5(f)(g)/6અને 7/8 કલમો પણ સુધારા સાથે જોડાઇ હતી. ચુકાદો શું આવશે તે તો બુધવારે જ ખબર પડશે, પરંતુ કેસના ફેક્ટ, મહિનાઓ સુધી ચાલેલી દલીલો અને ગુજરાતમાં નોંધાયેલા પેન્ડિંગ કેસો પરથી લાગે છે કે આસારામનું બાકી જીવન પણ વૈકુંઠ (જેલ)માં જ વીતી શકે છે.


  - આ કેસમાં આસારામ સિવાય અન્ય ચાર આરોપીઓ પણ કાયદાના સંશોધનના કારણે ગેંગરેપના આરોપી બન્યા છે. તેથી જે પણ નિર્ણય લેવામાં આવશે તે સુપ્રીમ કોર્ટ સુધી જશે.

  12 વખત જામીન અરજી કરી પરંતુ દરેક વખતે નકારી કાઢવામાં આવી


  - 01 સપ્ટેમ્બર 2013માં ધરપકડ પછી આસારામ જેલમાં છે. બહાર નીકળવા માટે આસારામે 12 વખત જામીન અરજી કરી છે. તેમાંથી 6 ટ્રાયલ કોર્ટમાં અને ત્રણ-ત્રણ રાજસ્થાન હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં નકારવામાં આવી છે. આસારામ પર ગુજરાતમાં પણ એક દુષ્કર્મનો કેસ ચાલી રહ્યો છે.

  5 આરોપીનો ચુકાદો આ 5-5 વાતોથી સમજો

  - પોક્સો એક્ટ 2012માં સગીરની વય 16થી 18 થઇ ગઇ. પીડિતા 17 વર્ષની હતી.

  - ધ ક્રિમિનિલ લૉ એમેન્ડમેન્ટ 2013માં દુષ્કર્મની પરિભાષા બદલાતા કલમ 376 લાગી.
  - કલમો એવી જેમાં 10 વર્ષથી ઓછી સજા થશે જ નહીં, ઉમરકેદની પણ જોગવાઇ.
  - 10 વર્ષની સજા થાય તો 6 મહિનામાં પેરોલ મેળવવા હકદાર, સજાનો હેતુ અધૂરો રહેશે.
  - ગુજરાત જેલમાં ટ્રાન્સફર થશે, ટ્રાયલ પેન્ડિંગ હોવાથી જેલમુક્તિની સંભાવના ઓછી.

  આરોપમુક્તિના અણસાર નહીંવત્

  - જ્યાં લાખો લોકોની આસ્થા જોડાયેલી હોય છે તેનો ગુનો વધુ ગંભીર મનાય છે.
  - જેની સુરક્ષામાં સગીર હોય, એ જ તેનું શોષણ કરે તો વધુ ગંભીર મામલો કહેવાય.
  - બચાવપક્ષનો ભાર યુવતીને પુખ્ત સાબિત કરવા પર હતો, પરંતુ તે નિષ્ફળ રહ્યો.
  - પીડિતાના પિતા પર 50 કરોડ માગવાનો આરોપ મુકાયો, પરંતુ 2008થી સાબિત ન થયું.
  - 1696 દિવસમાં 9 સાક્ષીઓ પર હુમલા અને 3ની હત્યા કરી દેવાઈ.

  આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

 • સગીરા દુષ્કર્મ કેસમાં આસારામને મળી શકે છે આજીવન કેદ| Asaram Verdict In Special Court At Jodhpur Central Jail
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  આસારામ દોષિત જાહેર થયો, અમને ન્યાય મળ્યો છે- પીડિતાના પિતા
 • સગીરા દુષ્કર્મ કેસમાં આસારામને મળી શકે છે આજીવન કેદ| Asaram Verdict In Special Court At Jodhpur Central Jail
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  અમે અમારા કાયદાકીય નિષ્ણાંતો સાથે ચર્ચા કરી આગળ શું કરવું તે નક્કી કરીશું- નિલમ દુબે, આસારામના પ્રવકતા
 • સગીરા દુષ્કર્મ કેસમાં આસારામને મળી શકે છે આજીવન કેદ| Asaram Verdict In Special Court At Jodhpur Central Jail
  આસારામના દરેક આશ્રમ બહાર સુરક્ષા સઘન કરવામાં આવી
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ