Home » National News » Latest News » National » આસારામને સજા મળતા પીડિતાએ કહ્યું- મને ન્યાય મળ્યો| Asaram Case Victim happy After Decision By Court

આસારામને સજા મળતા પીડિતાએ કહ્યું- IAS બનવાનો ઈરાદો થયો વધુ મજબૂત

Divyabhaskar.com | Updated - Apr 26, 2018, 10:08 AM

સમજૂતી માટે પીડિતાને લાંચ આપવામાં આવી, 3 સાક્ષીઓના મર્ડર, તેમ છતા પીડિતા નહતી હારી હિંમત

  • આસારામને સજા મળતા પીડિતાએ કહ્યું- મને ન્યાય મળ્યો| Asaram Case Victim happy After Decision By Court
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    કોર્ટનો નિર્ણય આવ્યા પછી ભોપાલમાં આસારામ બાપૂના નામનું બસસ્ટેન્ડનું બોર્ડ લોકોએ તોડી નાખ્યું

    શાહજહાંપુર: આસારામ વિરુદ્ધ દાખલ દુષ્કર્મ મામલે નિર્ણય આવવાનો હતો તે દિવસ પીડિતા અને તેમના પરિવારની નજર સતત ટીવી ઉપર જ હતી. પીડિતાએ તે દિવસે નિર્ણય આવતા પહેલાં કે પછી કઈ ખાધુ પણ નહતું. નિર્ણય આવતા પહેલાં તેના મનમાં ખૂબ જ ગભરામણ હતી અને નિર્ણય આવ્યા પછી જીતની ખુશી હતી. કોર્ટે નિર્ણય સંભળાવતા જ મા દીકરી એક બીજાને ભેટીને ખૂબ રડ્યા હતા. નિર્ણય આવ્યા પછી પીડિતાએ જણાવ્યું કે, ન્યાય પ્રત્યે મારો વિશ્વાસ વધી ગયો છે. મારું આઈએએસ બનવાનું સપનું વધારે મજબૂત થઈ ગયું છે.

    અમારી લડાઈ મુશ્કેલ નહીં, પણ બહુ જ મુશ્કેલ હતી


    - કોર્ટનો નિર્ણય આવ્યા પછી પીડિતાએ જણાવ્યું કે, અમને ન્યાય મળી ગયો છે. અમને પહેલાં ડર હતો પરંતુ હવે અમારો ન્યાયમાં વિશ્વાસ વધી ગયો છે. એવી જ વાતો થતી હતી કે નિર્ણય આવવામાં વર્ષો થઈ જાય છે તેમ છતા આરોપો સાબીત નથી થઈ શકતા. અમારી લડાઈ મુશ્કેલ જ નહીં પરંતુ બહું જ મુશ્કેલ હતી. હવે આઈએએસ બનવાનો મારો ઈરાદો વધારે મજબૂત થઈ ગયો છે.

    એક દિવસ પહેલાં પૂરી કરી બીએ સેકન્ડ યરની એક્ઝામ


    - ચૂકાદો આવવાની ખબરોની વચ્ચે મંગળવારે જ પીડિતાએ બીએ સેકન્ડ યરની એક્ઝામ પૂરી કરી હતી.
    - તેણે કહ્યું હતું- હું આના કરતા ઘણી આગળ હોત પરંતુ આ કેસના કારણે મારી કરિયર પણ બગાડી દીધી. હવે હું દ્રઢ રીતે નિડર થઈને જે કરવા માગુ છું તે કરીશ. આ પાંચ વર્ષો દરમિયાન બહેનપણીઓ, સંબંધીઓ અને બહારની દુનિયાથી મે સંપર્ક કાપી નાખ્યો હતો. હું દેશની મહિલાઓને કહેવા માગુ છું કે, કોઈની પણ સામે આવો કપરો સમય આવે તો તેઓ ડરે કે ગભરાય નહીં પરંતુ તે મુશ્કેલીઓનો સાહસ અને આત્મવિશ્વાસ સાથે સામનો કરે.

    પીડિતાના ઘરે રહી મીડિયાની ભીડ


    - યુપીના શાહજહાંપુરમાં બુધવારે પીડિત પરિવારના ઘરની સામે જ ન્યૂઝ ચેનલોની ઓબીવાન અને મીડિયાકર્મીઓની ભીડ થઈ ગઈ હતી.
    - ઘરની બહાર 3 પોલીસસ્ટેશનની પોલીસ તહેનાત કરવામાં આવી હતી.
    - સવારે સાડા દસ વાગે જ્યારે કોર્ટે આસારામને દોષિત જાહેર કર્યા ત્યારે 10મિનિટ પછી પીડિતાના પિતા ઘરની બહાર આવ્યા હતા અને તેમણે 5 મિનિટમાં તેમની પ્રતિક્રિયા આપી હતી. ત્યારપછી અઢી વાગે ફરી સજાની જાહેરાત કરી ત્યારે તેઓ 5 મિનિટ માટે ઘરની બહાર આવ્યા હતા અને મીડિયા સાથે વાત કરી હતી.

    આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીર

  • આસારામને સજા મળતા પીડિતાએ કહ્યું- મને ન્યાય મળ્યો| Asaram Case Victim happy After Decision By Court
    બુધવારે પીડિતાના ઘરની બહાર મીડિયાની ભીડ થઈ ગઈ હતી
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending