Home » National News » Latest News » National » આસારામ બાપુએ સલમાન ખાનને જોધપુર જેલમાં પોતાનો મહેમાન કહ્યો | Asaram Bapu said Salman was my guest in Jail will leave cigarette coffee soon

સલમાન જેલમાં મારો મહેમાન, જલ્દી સિગરેટ-કોફી છોડશે: આસારામ

Divyabhaskar.com | Updated - Apr 08, 2018, 09:41 AM

કાળિયાર શિકાર મામલે જોધપુર સેન્ટ્રલ જેલમાંથી બહાર આવેલા સલમાન ખાનને આસારામે પોતાનો મહેમાન ગણાવ્યો

  • આસારામ બાપુએ સલમાન ખાનને જોધપુર જેલમાં પોતાનો મહેમાન કહ્યો | Asaram Bapu said Salman was my guest in Jail will leave cigarette  coffee soon
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    શનિવારે સલમાન ખાન 50 કલાક પછી જેલમાંથી છૂટી ગયો હતો.

    જોધપુર: કાળિયાર શિકાર મામલે જોધપુર સેન્ટ્રલ જેલમાંથી બહાર આવેલા સલમાન ખાનને આસારામે પોતાનો મહેમાન ગણાવ્યો. શનિવારે હાજર થયેલા આસારામે કહ્યું કે સલમાન ટુંક સમયમાં સિગરેટ અને કોફી પીવાનું છોડી દેશે. તેમણે મારી વાત માની લીધી છે. દુષ્કર્મના આરોપમાં આસારામ 5 વર્ષથી આ જ જેલમાં બંધ છે. તેના એક મામલે 25 એપ્રિલના રોજ કોર્ટ ફેંસલો સંભળાવશે. ઉલ્લેખનીય છે કે સલમાને કોર્ટને કાંકણી શિકાર કેસમાં દોષી કરાર આપીને 5 વર્ષની સજા સંભળાવી છે. જેલમાં 50 કલાક રહ્યા બાદ શનિવારે તેને જામીન મળ્યા.

    આસારામ બોલ્યો- કોઇપણ બહાર જાય છે તો સારું છે

    - શનિવારે જ્યારે સુનાવણી માટે આસારામને કોર્ટ લાવવામાં આવ્યો તો ગાડીમાંથી ઉતરતા જ તેમણે કહ્યું કે સલમાનનું શું થયું? તો તેમને જણાવવામાં આવ્યું કે સલમાનને તો જામીન મળી ગયા. ત્યારબાદ કોર્ટરૂમમાંથી પાછા આવતા આસારામ બોલ્યા- સલમાનને જામીન મળી ગયા, સારું થયું. કોઇપણ બહાર જાય છે તો સારી વાત છે.

    - સલમાન ખાન મારો મહેમાન છે. સલમાન મારી વાત માની ગયા, તેઓ સિગરેટ છોડશે. કોફી વધુ પીવે છે, તે પણ છોડી દેશે.

    સલમાનના વીઆઇપી ટ્રીટમેન્ટથી ધૂંધવાયો હતો આસારામ

    - આ પહેલા જેલમાં સલમાનને મળી રહેલી વીઆઇપી ટ્રીટમેન્ટ જોઇને આસારામ ભડકી ગયો હતો. બેરેકમાં સલમાનને મળવા, ઓટોગ્રાફ લેવા માટે જેલના પ્રહરી, સંત્રી અને સુરક્ષા કર્મચારીઓની ભીડ આસારામને બિલકુલ ગમી ન હતી. તેણે જેલકર્મચારીઓને કહ્યું કે- મને મળવા તો ક્યારેય નથી આવ્યા, આ સેલિબ્રિટી છે એટલે મળવા જઇ રહ્યા છે.

  • આસારામ બાપુએ સલમાન ખાનને જોધપુર જેલમાં પોતાનો મહેમાન કહ્યો | Asaram Bapu said Salman was my guest in Jail will leave cigarette  coffee soon
    દુષ્કર્મ મામલે કોર્ટે 25 એપ્રિલના રોજ આસારામ પર ફેંસલો સંભળાવશે. (ફાઇલ)
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ