Home » National News » Latest News » National » કોંગ્રેસના અધ્યક્ષ બન્યા બાદ રાહુલ માટે કર્ણાટકની ચૂંટણી મહત્વની | Karnataka Election very important for Rahul Gandhi as a Congress President

કર્ણાટક સાસુ-પુત્રવધૂને ફળ્યું હતું, પિતા-પુત્રને મળ્યો જાકારો

Divyabhaskar.com | Updated - May 15, 2018, 12:23 PM

કોંગ્રેસની હવે માત્ર ગણતરીના રાજ્યોમાં સરકાર છે, કર્ણાટક તે પૈકી મહત્વનું છે.

 • કોંગ્રેસના અધ્યક્ષ બન્યા બાદ રાહુલ માટે કર્ણાટકની ચૂંટણી મહત્વની | Karnataka Election very important for Rahul Gandhi as a Congress President
  +4બીજી સ્લાઈડ્સ જુઓ

  નેશનલ ડેસ્કઃ કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામમાં કોંગ્રેસને એટલે કે રાહુલ ગાંધીને જાકારો મળ્યો છે. કોંગ્રેસના અધ્યક્ષ બન્યા બાદ રાહુલ માટે આ ચૂંટણી સૌથી મહત્વની માનવામાં આવતી હતી તેમનું ભાવિ પણ આ પરિણામ પરથી ઘડાવવાનું હતું. કર્ણાટક સાસુ અને પુત્રવધૂને ફળ્યું હતું પરંતુ બાપ-દીકરાને કર્ણાટકની પ્રજાએ જાકારો આપ્યો છે. દેશમાં કોંગ્રેસની ગણ્યાં ગાંઠ્યા રાજ્યોમાં જ સરકાર હતી, જેમાં કર્ણાટક મુખ્ય હતું. પરંતુ કર્ણાટકમાં હાર તરફ ધસી રહેલું કોંગ્રેસ હવે માત્ર 3 રાજ્યોમાં જ પકડ ધરાવે છે કર્ણાટકનો કિલ્લો બચાવી રાખવા કોંગ્રેસ અધ્યક્ષ આર-પારની લડાઈ લડવા મેદાને ઉતર્યા હતા પરંતુ તેમને ધારી સફળતા મળી ન હતી.

  દાદી ઈન્દિરાથી લઈને માતા સોનિયા સુધીઃ પરિવારનો કર્ણાટક સાથે જૂનો નાતો


  - કર્ણાટક વિધાનસભા ચૂંટણીની આ સમગ્ર પ્રક્રિયામાં કોઈ વ્યક્તિનું અસ્તિત્વ સૌથી વધુ દાવ પર લાગ્યું છે તો તે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી છે.
  - તેમના માટે કર્ણાટકની બંધ મુઠ્ઠીમાં શું છે, તે જાણતા પહેલા એ પણ જાણી લેવું જોઈએ કે તેમના વડવાઓને કર્ણાટકે શું આપ્યું?
  - તેમની દાદી ઈન્દિરા ગાંધી, પિતા રાજીવ ગાંધી અને માતા સોનિયા ગાંધીને કર્ણાટકે મુશ્કેલ સમયમાં આવકાર આપ્યો કે જાકારો આપ્યો?

  રાહુલ ગાંધીને ન ફળી અધ્યક્ષ પદ પરની પ્રથમ ચૂંટણી

  - રાહુલ ગાંધી અધ્યક્ષ બન્યા બાદ કર્ણાટકની ચૂંટણી તેમના માટે ખૂબ જ મહત્વની હતી. અને તેથી જ કર્ણાટકમાં જીત મેળવવા રાહુલે એડીચોટીનું જોર લગાવ્યું હતું.
  - રાહુલ એવી જ પ્રાર્થના કરી રહ્યા હતા કે તેમની કુંડળમાં તે સ્ટાર્સ બળવાન થઈ જાય જે તેમની બહેન અને માતાની કુંડળીમાં થયા હતા.

  આગળની સ્લાઇડ્સમાં વાંચો, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીને કર્ણાટકે આપ્યો પ્રેમ કે ધુતકાર?

 • કોંગ્રેસના અધ્યક્ષ બન્યા બાદ રાહુલ માટે કર્ણાટકની ચૂંટણી મહત્વની | Karnataka Election very important for Rahul Gandhi as a Congress President
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  ઈન્દિરા ગાંધી (ફાઈલ)

  ચિકમંગલૂરથી ઈન્દિરા ગાંધીનું કમબેક


  - 1975માં ઇમરજન્સી લાદ્યા બાદ 1997ની લોકસભા ચૂંટણીમાં ભારતની સૌથી કદાવર નેતા ઈન્દિરા ગાંધીને ખૂબ જ ખરાબ રીતે હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો.
  - ઉત્તર પ્રદેશ પોતાની પરંપરાગચ રાયબરેલી સીટ પણ ચૂંટણીમાં હારી ગઈ.
  - આ સીટને આજે સોનિયા ગાંધીની સીટ તરીકે જોવામાં આવે છે, પરંતુ અસલમાં આ સીટ પર ઈન્દિરા ગાંધી પહેલા તેમના પતિ ફિરોઝ ગાંધી ચૂંટણી લડતા હતા.
  - ઉત્તર ભારતમાં આ હદના ખરાબ પ્રદર્શન બાદ કોંગ્રેસ નિરાશામાં ડૂબી ગઈ.
  - ત્યારબાદ 1978માં કર્ણાટકની ચિકમંગલૂર સીટ પર લોકસભા પેટાચૂંટણી યોજાઈ.
  - ઈન્દિરા ગાંધીએ પોતે દક્ષિણ ભારતની આ સીટથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો.
  - ઈન્દિરા ગાંધીએ ભાવુક નારો આપ્યો- અપની છોટી બિટિકા કો વોટ દે.
  - ઈન્દિરા ગાંધી 70 હજાર વોટોથી ચૂંટણી જીતી ગયા. આ જીતે ભારતીય રાજકારણમાં ઈન્દિરા ગાંધીની વાપસીનો દ્વારા ખોલી દીધો.

 • કોંગ્રેસના અધ્યક્ષ બન્યા બાદ રાહુલ માટે કર્ણાટકની ચૂંટણી મહત્વની | Karnataka Election very important for Rahul Gandhi as a Congress President
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  રાજીવ ગાંધી (ફાઈલ)

  લોકસભા ચૂંટણીમાં રાજીવને આપ્યો અઢળક પ્રેમ


  ઈન્દિરા ગાંધીની રાજકીય કારકિર્દીના સૌથી ખરાબ સમયમાં જો કર્ણાટકે તેમના માટે સહારો બનીને ઉભર્યું તો દીકરા રાજીવ ગાંધી જ્યારે સત્તાના શિખરે હતા ત્યારે કર્ણાટકના તેમને ઝટકો આપ્યો.
  - ઈન્દિરા ગાંધીના હત્યા બાદ 1984માં થયેલી લોકસભા ચૂંટણીમાં રાજીવ ગાંધીને 400થી વધુ લોકસભા બેઠકો મળી.

 • કોંગ્રેસના અધ્યક્ષ બન્યા બાદ રાહુલ માટે કર્ણાટકની ચૂંટણી મહત્વની | Karnataka Election very important for Rahul Gandhi as a Congress President
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  રાજીવ ગાંધી (ફાઈલ)

  ...પરંતુ કર્ણાટકથી જ રાજીવ ગાંધીના પતનની શરૂઆત થઈ


  - ભારતના લોકતંત્રના ઈતિહાસમાં અત્યાર સુધીની આ સૌથી મોટી જીત છે, પરંતુ લોકસભા ચૂંટણીના 9 સપ્તાહ બાદ કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ.  
  - બધાને આશા હતી કે 1985માં કર્ણાટક કોંગ્રેસને મળશે, પરંતુ અહીં તેમનો મુકાબલો કર્ણાટકના રામકૃષ્ણ હેગડે સાથે થયો.
  - હેગડેએ ચૂંટણીમાં એક જ વાત કહી કે લોકસભામાં વોટ મળ્યા તો રાજીવ વડાપ્રધાન બની ગયા, પરંતુ વિધાનસભામાં વોટ આપવાથી તેઓ મુખ્યમંત્રી નહીં બની શકે. જનતા નક્કી કરે કે તેમના મુખ્યમંત્રી રામકૃષ્ણ હેગડે હશે કે કોઈ બીજું.
  - હેગડેનો ઈશારો કોંગ્રેસી નેતા ગુંડૂં રાવ તરફ હતો. લોકસભા ચૂંટણીના 9 સપ્તાહ બાદ જ કર્ણાટકનો મૂડ બદલાઈ ગયો અને કોંગ્રેસ કર્ણાટક વિધાનસભા ચૂંટણી હારી ગયું.
  - રાજીવ ગાંધીની લોકપ્રિયતાના પતનની શરૂઆત અહીંથી થઈ. 

 • કોંગ્રેસના અધ્યક્ષ બન્યા બાદ રાહુલ માટે કર્ણાટકની ચૂંટણી મહત્વની | Karnataka Election very important for Rahul Gandhi as a Congress President

  સોનિયાને બેલ્લારીનો સહારો


  - રાજીવ ગાંધીની હત્યાના 7 વર્ષ સુધી સોનિયાએ ગાંધી પરિવારને સક્રિય રાજકારણથી દૂર રાખ્યા.
  - પરંતુ 1998માં જ્યારે કોંગ્રેસ પાર્ટી ખરાબ સ્થિતિમાંથી પસાર થઈ રહી હતી ત્યારે અંતે સોનિયા ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષનું પદ સ્વીકાર્યું.
  - એ નક્કી જ હતું કે 1999માં તેઓ પોતાની પહેલી ચૂંટણી પરિવારની પારંપરિક બેઠક અમેઠીથી લડશે, પરંતુ ઉત્તર પ્રદેશમાં પાર્ટીના નબળા જનાધારને જોતા તેમને એક સુરક્ષિત બેઠકની તલાશ હતી.
  - આ તલાશ ફરી એકવાર કર્ણાટકમાં જઈને પૂરી થઈ.
  - કોંગ્રેસે નામાંકનની અંતિમ તારીખના થોડા સમય પહેલા જ બેલ્લારીથી લડવાની જાહેરાત કરી.
  - બીજેપીએ નાટકીય ઘટનાક્રમમાં પોતાના ફાયરબ્રાન્ડ નેતા સુષ્મા સ્વરાજને બેલ્લારીમાં નામાંકન કરવા મોકલ્યા.
  - સોનિયાના રાજકીય ભવિષ્યને નક્કી કરનારી ચૂંટણીમાં બેલ્લારીની જનતાએ સોનિયા પર પસંદગીનો કળશ ઢોળ્યો.
  - બીજેપીની ભારતીય દીકરી વિરુદ્ધ વિદેશી પુત્રવધૂનો નારો ન ચાલ્યો. કર્ણાટકે 21 વર્ષ પહેલા જે પ્રેમ સાસુને આપ્યો એવો જ પ્રેમ પુત્રવધૂને આપ્યો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ