• Home
  • National News
  • Latest News
  • National
  • કેજરીવાલના ઘરણાંનો છઠ્ઠો દિવસ, હવે PM હાઉસ ઘેરવાની તૈયારી| Arvind Kejriwal protest PMO Narendra Modi

દિલ્હી: કેજરીવાલના ઘરણાંનો છઠ્ઠો દિવસ, હવે PM હાઉસ ઘેરવાની તૈયારી

પાર્ટી નેતાઓએ શુક્રવારે મુખ્યમંત્રીના ઘરે બેસીને જ કેન્દ્ર સરકારને ઘેરવાની રણનીતિ બનાવી

divyabhaskar.com | Updated - Jun 16, 2018, 12:03 PM
એલજી હાઉસ પર ધરણાં દરમિયાનની તસવીરો
એલજી હાઉસ પર ધરણાં દરમિયાનની તસવીરો

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉપરાજ્યપાલ અનિલ બૈજલ વિરુદ્ધ મોટું આંદોલન કરવાની જાહેરાત કરી છે. અનિલ બૈજલના કાર્યકાળમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ધરણાંનો આજે છઠ્ઠો દિવસ છે. શુક્રવારે જ પાર્ટી નેતાઓએ આંદોલનની રણનીતિ બનાવી લીધી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે થયેલી આ બેઠકમાં AAPના અગ્રણી નેતીઓએ પીએમઓ સામે રવિવારે આંદોલનની ગતિ વધારવાની રણનીતિ બનાવી હતી. પક્ષના રાજ્યસભાના સાંસદ સંજય સિંહે જણાવ્યું કે, જો હવે મુખ્યમંત્રી અને મંત્રીઓની માગણી માનવામાં નહીં આવે તો 17 જૂને AAPના કાર્યકર્તાઓ પીએમના ઘરની સામે દેખાવો કરશે.

રાજનાથને મળ્યા સંજય સિંહ


આ પહેલાં તણાવ ઓછો કરવા માટે શુક્રવારે સંજય સિંહ ગૃહમંત્રી રાજનાથ સિંહને મળ્યા હતા. ગૃહમંત્રી સાથે મુલાકાત કર્યા પછી આશા વ્યક્ત કરી હતી કે, સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે ચાલી રહેલા તણાવનું કઈંક સમાધાન શોધવામાં આવશે. તેમણે ટ્વિટ કર્યું છે કે, ગૃહમંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કર્યા પછી આશા છે કે, દિલ્હીના લોકોના હિતમાં ઉપરાજ્યપાલ સાર્થક સમાધાન કાઢશે. તે સાથે જ તેમણે એલજી બૈજલ અને પીએમ નરેન્દ્ર મોદી સામે પ્રહાર કરતા આરોપ લગાવ્યો છે કે, અમારા મુદ્દાઓનો ઉકેલ લાવવાની તેમને સહેજ પણ ચિંતા નથી.

પીએમ હાઉસ પર મોકલ્યા રેશનના પેકેટ


- સાંકેતિક પ્રદર્શન કરતા દિલ્હીમાં દરેક 70 સીટના નેતાઓએ પીએમ હાઉસપર રેશનના પેકેટ મોકલીને તેમનો વિરોધ વ્યક્ત કર્યો છે. આ રીતે તેમણે લોકોને ડોર સ્ટેપ સુધી રેશન પહોંચાડવાની યોજનાને પ્રોત્સાહન આપવા તરફ ઈશારો કર્યો હતો.
- નોંધનીય છે કે, ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને મંત્રી સત્યેન્દ્ર જૈન તથા ગોપાલ રાય સાથે અરવિંદ કેજરીવાલ બૈજલના ઘરે ધરણાં ઉપર બેઠા છે. AAPના પ્રવક્તા સૌરભ ભારદ્વાજે કહ્યું કે, કેજરીવાલ અને મંત્રીઓ ઉપરાજ્યપાલને આગ્રહ કરી રહ્યા છે કે, તેઓ આઈએએસ અધિકારીઓને નિર્દેશ આપીને તેમની હડતાળ પૂરી કરાવે.

આ છે AAPની 3 માંગ

- એલજી પોતે IAS અધિકારીઓની ગેરકાયદેસરની હડતાળ તાત્કાલિક ખતમ કરાવે કેમકે તેઓ સર્વિસ વિભાગના વડા છે.
- કામ રોકનારા IAS અધિકારીઓ વિરૂદ્ધ કડક પગલાં ભરવામાં આવે.
- રેશનની ડોર સ્ટેપ ડિલિવરી યોજનાને મંજૂર કરે.

વિપક્ષી દળોનું કેજરીવાલને સમર્થન


- આપના આંદોલનને TDP પ્રમુખ ચંદ્રાબાબુ નાયડુ અને ઝારખંડ મુક્તિ મોર્ચાના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેને પણ સમર્થન આપ્યું છે. નાયડુએ કહ્યું છે કે, અમે દિલ્હી સરકાર પ્રતિ અમારુ સમર્થન વ્યક્ત કરીએ છીએ. જ્યારે ઝારખંડના વિધાનસભાના પ્રતિપક્ષ નેતા સોરેને ટ્વિટ કરીને કહ્યું છે કે, દિલ્હીની જનતા દ્વારા તેમના અધિકારો માટે લડવામાં આવતી લડાઈને મારુ સલામ. જનતા દ્વારા પસંદ કરવામાં આવેલી આપ સરકારને આ રીતે વારંવાર તેમના હક માટે રસ્તા ઉપર ઉતરવા માટે મજબૂર કરવા પડે તે ક્યાંનું લોકતંત્ર છે? કેજરીવાલ સહિક જનતાના આ સંઘર્ષમાં ઝારખંડ તેમની સાથે છે.

આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

આજે ધરણાંનો છઠ્ઠો દિવસ
આજે ધરણાંનો છઠ્ઠો દિવસ
કેજરીવાલના ઘરણાંનો છઠ્ઠો દિવસ, હવે PM હાઉસ ઘેરવાની તૈયારી| Arvind Kejriwal protest PMO  Narendra Modi
X
એલજી હાઉસ પર ધરણાં દરમિયાનની તસવીરોએલજી હાઉસ પર ધરણાં દરમિયાનની તસવીરો
આજે ધરણાંનો છઠ્ઠો દિવસઆજે ધરણાંનો છઠ્ઠો દિવસ
કેજરીવાલના ઘરણાંનો છઠ્ઠો દિવસ, હવે PM હાઉસ ઘેરવાની તૈયારી| Arvind Kejriwal protest PMO  Narendra Modi
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App