1

Divya Bhaskar

Home » National News » Latest News » National » આજે અરુણ જેટલીની કિડની ટ્રાન્સપ્લાન્ટ થવાની શક્યતા| Arun Jaitley kidney transplant operation today

અરુણ જેટલી AIIMSમાં, આજે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાય તેવી શક્યતા

Divyabhaskar.com | Last Modified - Apr 08, 2018, 11:12 AM IST

અરુણ જેટલીને કિડની ડોનર્સ મળી ગયા છે, અને તેમના અગાઉના બધા રિપોર્ટસ પણ કરી દેવામાં આવ્યા છે.

 • આજે અરુણ જેટલીની કિડની ટ્રાન્સપ્લાન્ટ થવાની શક્યતા| Arun Jaitley kidney transplant operation today
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  આજે અરુણ જેટલીની કિડની ટ્રાન્સપ્લાન્ટ થવાની શક્યતા

  નવી દિલ્હી: કિડનીની બીમારીથી પીડાઈ રહેલા નાણાપ્રધાન કેન્દ્રીય નાણા પ્રધાન અરુણ જેટલીને એમ્સમાં ડોક્ટર્સની દેખરેખમાં રાખવામાં આવ્યા છે. શનિવારે તેમની કિડની ટ્રાન્સપ્લાન્ટ અગાઉની દરેક પ્રક્રિયા પૂરી કરી લેવામાં આવી છે. હવે રવિવારે તેમની કિડની ટ્રાન્સપ્લાન્ટની સર્જરી કરવામાં આવે તેવી શક્યતા છે.

  નોંધનીય છે કે, શુક્રવારે જેટલી એમ્સના સીએન (કાર્ડિયક ન્યૂરો) સેન્ટરના વીવીઆઈપી વોર્ડમાં એડ્મિટ થયા છે. પહેલા શનિવારે કિડની ટ્રાન્સપ્લાન્ટની સર્જરી થવાની હતી. પરંતુ ડોક્ટર્સનું કહેવું છે કે, કિડની ટ્રાન્સપ્લાન્ટ કરતા પહેલાં ડાયાલિસિસ કરવું જરૂરી હોય છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે શનિવારે તેમના મોટાભાગના રિપોર્ટ કરી દેવામાં આવ્યા છે.

  લંડન મુલાકાત કરી રદ


  નાણાપ્રધાન અરુણ જેટલી કિડની સંબંધિત સમસ્યાથી પીડાઈ રહ્યા છે. બીમાર થવાના કારણે નાણાપ્રધાને આગામી સપ્તાહે આયોજિત લંડન મુલાકાત પણ રદ કરી છે. લંડનમાં તેઓ 10માં ભારત-બ્રિટન આર્થિક અને નાણાકીય ચર્ચામાં ભાગ લેવાના હતા. જેટલીએ ટ્વિટર પર જ તેમની બીમારીની સુચના આપી હતી. તેમણે ટ્વિટ કર્યું હતું કે, મને કિડની સંબંધિત થોડી મુશ્કેલી છે. તેથી હાલ હું ઘરેથી મારુ કામ કરી રહ્યો છું. મારી આગામી સારવાર મારા ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે કરવામાં આવશે. કિડની દાન કરનારની બધી જ પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે.

  અરુણ જેટલીની સમસ્યાનું શું છે કારણ


  - સૂત્રોના જણાવ્યા પ્રમાણે અરુણ જેટલીની હાલની સ્થિતિનું કારણ બેરિએટ્રિક સર્જરી હોઈ શકે છે. વર્ષ 2014માં કેન્દ્રમાં રાજગના સત્તામાં આવ્યા પછી તેમણે આ સર્જરી કરાવી હતી. આ સર્જરી તેમણે વજન નિયંત્રણમાં કરવા માટે કરાવી હતી. પહેલાં આ ઓપરેશન મેક્સ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. પરંતુ થોડી મુશ્કેલીઓને કારણે ત્યારપછી તેમને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે એમ્સના ડોક્ટર્સ જેટલીના ઘરે પણ તેમની દેખરેખ રાખી રહ્યા હતા.

  ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
 • આજે અરુણ જેટલીની કિડની ટ્રાન્સપ્લાન્ટ થવાની શક્યતા| Arun Jaitley kidney transplant operation today
  અરુણ જેટલીને કિડની ડોનર્સ મળી ગયા છે

More From National News

Trending