J&K: સેનાના જવાન ઔરંગઝેબનું અપહરણ, આતંકી સમીરને ઠાર કરવામાં હતો સામેલ

રાયફલમેન ઔરંગઝેબની પોસ્ટિંગ 44RR શાદીમાર્ગમાં હતી. તેઓ પુંચના રહેવાસી છે.

Divyabhaskar.com | Updated - Jun 14, 2018, 04:56 PM
રાયફલમેન ઔરંગઝેબની પોસ્ટિંગ 44RR શાદીમાર્ગમાં હતી. તેઓ પુંચના રહેવાસી છે (ફાઈલ)
રાયફલમેન ઔરંગઝેબની પોસ્ટિંગ 44RR શાદીમાર્ગમાં હતી. તેઓ પુંચના રહેવાસી છે (ફાઈલ)

જમ્મુ કાશ્મીરમાં સિક્યોરિટી ફોર્સ પર સતત હુમલાઓ થઈ રહ્યાં છે. રમજાનના પવિત્ર માસમાં સંઘર્ષવિરામની જાહેરાત છતાં સુરક્ષાદળના જવાનોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. ત્યારે આતંકીઓએ ફરી એકવખત પોતાની કાયરતાનો પરિચય આપ્યો છે. પુંચ જિલ્લાના આર્મી જવાનનું ગુરૂવારે આતંકીઓએ અપહરણ કરી લીધું છે.

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરમાં સિક્યોરિટી ફોર્સ પર સતત હુમલાઓ થઈ રહ્યાં છે. રમજાનના પવિત્ર માસમાં સંઘર્ષવિરામની જાહેરાત છતાં સુરક્ષાદળના જવાનોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. ત્યારે આતંકીઓએ ફરી એકવખત પોતાની કાયરતાનો પરિચય આપ્યો છે. પુંચ જિલ્લાના આર્મી જવાનનું ગુરૂવારે આતંકીઓએ અપહરણ કરી લીધું છે. રાયફલમેનનું નામ ઔરંગઝેબ છે, તે પોતાના ઘરે ઈદની રજા માણવા જઈ રહ્યો હતો તે સમયે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું.

રાયફલમેન ઔરંગઝેબનું અપહરણ

- રાયફલમેન ઔરંગઝેબની પોસ્ટિંગ 44RR શાદીમાર્ગમાં હતી. તેઓ પુંચના રહેવાસી છે.
- ઈદના તહેવારને પરિવાર સાથે માણવા જ્યારે તેઓ ઘરે જઈ રહ્યાં હતા ત્યારે મુગલ રોડ પર કેટલાંક આતંકીઓએ તેમનું અપહરણ કરી લીધું.
- મળતી માહિતી મુજબ આ અપહરણ સવારે 9 વાગ્યે કરવામાં આવ્યું છે.
- મળતી માહિતી મુજબ ઔરંગઝેબ સવારે 9 વાગ્યે એક પ્રાઈવેટ વ્હીકલમાં બેસીને શોપિયાં આવી રહ્યાં હતા. ત્યારે કલમપોરાની પાસે આતંકીઓએ વાહન રોકાવ્યું હતું અને તેમનું અપહરણ કરી લીધું.
- પ્રાપ્ત થતી માહિતી મુજબ આતંકી સમીર ટાઈગર વિરૂદ્ધ સેનાએ જે ઓપરેશન ચલાવ્યું હતું, તે ઓપરેશનમાં ઔરંગઝેબ મેજર શુક્લાની સાથે હતા.

એપ્રિલમાં માર્યો ગયો હતો સમીર ટાઈગર


- આ વર્ષે એપ્રિલમાં જમ્મુ કાશ્મીરના પુલવામામાં સિક્યોરિટી ફોર્સ અને પોલીસના સંયુક્ત ઓપરેશનમાં બે આતંકીઓ ઠાર થયા હતા.
- મરનાર આતંકીઓમાં હિઝબુલ મુજાહિદ્દીનનો ટોપનો કમાન્ડર સમીર ટાઈગર પણ હતો.

કોણ હતો સમીર ટાઈગર?


- આતંકી સમીર ટાઈગર વર્ષ 2016માં હિઝબુલ મુજાહિદ્દીનમાં સામેલ થયો હતો. સમીર પુલવામાનો રહેવાસી હતો અને હિઝબુલના અનેક હુમલાઓમાં તે સામેલ હતો.
- બુરહાન વાની પછી સમીરને કાશ્મીરના પોસ્ટર બોય તરીકે રજૂ કરાયો હતો. સમીરે આતંકી વસીમના જનાજામાં સામેલ થઈ ફાયરિંગ પણ કર્યું હતું.

વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

આતંકી સમીર ટાઈગર વિરૂદ્ધ સેનાએ જે ઓપરેશન ચલાવ્યું હતું, તે ઓપરેશનમાં ઔરંગઝેબ મેજર શુક્લાની સાથે હતા (ફાઈલ)
આતંકી સમીર ટાઈગર વિરૂદ્ધ સેનાએ જે ઓપરેશન ચલાવ્યું હતું, તે ઓપરેશનમાં ઔરંગઝેબ મેજર શુક્લાની સાથે હતા (ફાઈલ)
આતંકી સમીર ટાઈગર વર્ષ 2016માં હિઝબુલ મુજાહિદ્દીનમાં સામેલ થયો હતો (ફાઈલ)
આતંકી સમીર ટાઈગર વર્ષ 2016માં હિઝબુલ મુજાહિદ્દીનમાં સામેલ થયો હતો (ફાઈલ)
X
રાયફલમેન ઔરંગઝેબની પોસ્ટિંગ 44RR શાદીમાર્ગમાં હતી. તેઓ પુંચના રહેવાસી છે (ફાઈલ)રાયફલમેન ઔરંગઝેબની પોસ્ટિંગ 44RR શાદીમાર્ગમાં હતી. તેઓ પુંચના રહેવાસી છે (ફાઈલ)
આતંકી સમીર ટાઈગર વિરૂદ્ધ સેનાએ જે ઓપરેશન ચલાવ્યું હતું, તે ઓપરેશનમાં ઔરંગઝેબ મેજર શુક્લાની સાથે હતા (ફાઈલ)આતંકી સમીર ટાઈગર વિરૂદ્ધ સેનાએ જે ઓપરેશન ચલાવ્યું હતું, તે ઓપરેશનમાં ઔરંગઝેબ મેજર શુક્લાની સાથે હતા (ફાઈલ)
આતંકી સમીર ટાઈગર વર્ષ 2016માં હિઝબુલ મુજાહિદ્દીનમાં સામેલ થયો હતો (ફાઈલ)આતંકી સમીર ટાઈગર વર્ષ 2016માં હિઝબુલ મુજાહિદ્દીનમાં સામેલ થયો હતો (ફાઈલ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App