ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Army Chief Bipin Rawat warns the yougsters of Kashmir who unrest in Valley

  પથ્થરબાજીથી નહીં મળે આઝાદી- આર્મી ચીફની કાશ્મીરી યુવાનોને ચેતવણી

  divyabhaskar.com | Last Modified - May 10, 2018, 11:12 AM IST

  સેના પ્રમુખ બિપિન રાવતે કાશ્મીરમાં અશાંતિ ફેલાવનારા જૂથોને ચેતવણી આપી છે
  • સેના પ્રમુખે કહ્યું કે યુવાનોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   સેના પ્રમુખે કહ્યું કે યુવાનોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. (ફાઇલ)

   શ્રીનગર: સેના પ્રમુખ બિપિન રાવતે કાશ્મીરમાં અશાંતિ ફેલાવનારા જૂથોને ચેતવણી આપી છે. તેમણે ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે કાશ્મીરની આઝાદી માટે હથિયાર ઉઠાવનારા યુવાનો જાણી લે કે તેમની આ ઇચ્છા ક્યારેય પૂરી નહીં થાય. તેમણે કહ્યું કે તમે અમારી સાથે લડશો તો અમે તમારી સાથે લડીશું.

   યુવાઓને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે

   - સેનાપ્રમુખે કહ્યું, કાશ્મીરી યુવાનોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. તેમને કહેવામાં આવી રહ્યું છે કે આ રસ્તા પર ચાલવાથી આઝાદી મળશે.

   - રાવતે કહ્યું, "હું કાશ્મીરી યુવાનોને જણાવી દેવા માંગું છું કે કાશ્મીરની આઝાદી અસંભવ છે. તે ક્યારેય નથી થવાનું."

   હું માર્યા ગયેલા આતંકીઓની સંખ્યા નથી જોતો

   - રાવતે કહ્યું, "હું સેના સાથે અથડામણમાં માર્યા ગયેલા આતંકીઓની સંખ્યાને મહત્વ નથી આપતો. તે તો ચાલતું રહેશે. નવી ભરતીઓ થતી રહેશે. આ બધું મહત્વનું નથી. તેનાથી (આતંકીઓને) કંઇપણ હાંસલ નથી થવાનું. તમે સેનાનો મુકાબલો નહીં કરી શકો."

   યુવાનો મરે છે તો દુઃખ અમને પણ થાય છે

   - જનરલ રાવતે કહ્યું કે અથડામણમાં યુવાનો મરે છે તો દુઃખ અમને પણ થાય છે. અમને તેનાથી કંઇ ખુશી નથી થતી. પરંતુ તેઓ લડે છે તો અમારી પાસે પણ ભરપૂર તાકાતથી મુકાબલો કરવા સિવાય કોઇ ચારો નથી બચતો.

   સીરિયા-પાકિસ્તાનની સેના જેવા અમે ક્રૂર નથી

   - સેના પ્રમુખે કહ્યું કે કાશ્મીરી યુવાનોએ સમજવું જોઇએ કે ભારતીય સુરક્ષાદળો બીજા દેશો જેવા ક્રૂર નથી. સીરિયા અને પાકિસ્તાન તો આવી પરિસ્થિતિનો સામનો કરવા માટે ટેંકો દ્વારા અને હવાઇ હુમલા કરાવે છે. બીજી બાજુ, અમારી સેના નાગરિકોની સુરક્ષા માટે દરેક શક્ય કોશિશ કરે છે.

   - તેમણે કહ્યું કે અમને ખબર છે કે કાશ્મીરી યુવાનોમાં ગુસ્સો છે, પરંતુ સેનાના જવાનો પર પથ્થર ફેંકવો એ કોઇ ઉપાય નથી.

  • વર્ષ 2015થી લઇને 2017 સુધી 4799 પથ્થરબાજીની ઘટનાઓ થઇ. (રિપોર્ટ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   વર્ષ 2015થી લઇને 2017 સુધી 4799 પથ્થરબાજીની ઘટનાઓ થઇ. (રિપોર્ટ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Army Chief Bipin Rawat warns the yougsters of Kashmir who unrest in Valley
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top