ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Army chief Bipin Rawat said if Major Gogoi is guilty then he will be punished

  મેજર ગોગોઈ મામલામાં આર્મીએ આપ્યા કોર્ટે ઓફ ઇન્કવાયરીના આદેશ

  divyabhaskar.com | Last Modified - May 25, 2018, 04:27 PM IST

  આર્મી ચીફ બિપીપ રાવતે વિશ્વાસ અપાવ્યો છે કે જો મેજર લીતુર ગોગોઈએ કોઈ ખોટું કામ કર્યું હશે તો તેમને તેની સજા મળશે
  • મેજર લીતુલ ગોગોઇ (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   મેજર લીતુલ ગોગોઇ (ફાઇલ)

   શ્રીનગરઃ આર્મી ચીફ બિપીપ રાવતે વિશ્વાસ અપાવ્યો છે કે જો મેજર લીતુર ગોગોઈએ કોઈ ખોટું કામ કર્યું હશે તો તેમને તેની સજા મળશે. મેજર ગોગોઈ પર આરોપ છે કે બુધવારે એક હોટલમાં છોકરીની સાથે મળ્યા હતા. ત્યાં ગોગોઈનું સ્ટાફ સાથે ઘર્ષણ થયું હતું, ત્યારબાદ તેમને પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીર પોલીસે આ મામલામાં તપાસ શરૂ કરી છે. આર્મીએ મેજર ગોગોઇ વિરુદ્ધ કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ આપ્યા છે અને ઇન્ક્વાયરી પૂરી થયા પછી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. આ મુદ્દે આર્મી ચીફ સાથે મીડિયાએ સવાલ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા યુદ્ધવિરામ ઉલ્લંઘન દરમિયાન આર્મી ચીફ ગુરુવારે કાશ્મીર ઘાટીની સ્થિતિનો નિરિક્ષણ કરવા પહોંચ્યા.

   જો ખોટું કામ કર્યું હશે તો ગોગોઈને કડક સજા મળશે- આર્મી ચીફ

   આર્મી ચીફે કહ્યું કે, હિન્દુસ્તાનની સેનાનો કોઈ પણ હોદેદ્દાર હોય જે તો કોઈ ખોટી કાર્યવાહી કરે છે અને અમારી નજરે આવે છે કે તેણે ખોટી કાર્યવાહી કરી છે તો તેની પર એક્શન લેવામાં આવશે. જો મેજર ગોગોઈએ કોઈ ખોટું કામ કર્યું છે તો હું વિશ્વાસ આપું છું કે તેમને કડક સજા કરવામાં આવશે અને હું સજા એવી આપીશ કે તે ઉદાહરણરૂપ બનશે.

   સ્ટાફે છોકરીને હોટલમાં જતા રોકી હતી

   - જમ્મુ-કાશ્મીર પોલીસે બુધવારે મેજર ગોગોઈની હોટલથી અટકાયત કરી હતી. પોલીસ મુજબ, તેમને હોટલમાં કોઈ વાતને લઈને ઝઘડો થવાની જાણકારી મળી હતી. મેજર ગોગોઈ આ હોટલમાં રોકાયા હતા, એક છોકરી તેમને મળવા પહોંચી હતી. જ્યારે હોટલ સ્ટાફે તેને અને ડ્રાઇવરને અંદર ન જવા દીધા તો બંને પક્ષોની વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ. પોલીસ તમામ લોકોને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ. અહીં નિવેદન નોંધાવીને મેજર અને ડ્રાઇવરને આર્મી યૂનિટને સોંપી દેવામાં આવ્યા.

   મેજરે યૂનિટને પથ્થરબાજોથી બચાવ હતી, પદ્ધતિ સામે ઊભા થયા હતા સવાલ

   - ઉલ્લેખનીય છે કે, મેજર ગોગોઈએ ગયા વર્ષે એપ્રિલમાં ફારૂખ અહમદ ડાર નામના શખ્સને જીપની આગળ બાંધી યૂનિટને પથ્થરબાજોની વચ્ચેથી સુરક્ષિત બહાર કાઢી હતી. ત્યારે ચૂંટણી આયોજીત કરાવવા ગયેલી આર્મી યૂનિટ અને આયોગના અધિકારી ઉગ્ર ભીડની વચ્ચે ઘેરાઈ ગયા હતા.

   પાકિસ્તાન શાંતિ ઈચ્છે છે તો પહેલા ઘૂસણખોરી રોકે- રાવત

   - પાકિસ્તાન તરફથી સતત કરવામાં આવેલા ફાયરિંગ પર આર્મી ચીફ રાવતે કહ્યું કે, અમે સરહદે શાંતિ ઈચ્છીએ છીએ, પરંતુ પાકિસ્તાન સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. જેના કારણે જાન અને માલનું નુકસાન થઈ રહ્યું છે. એવી સ્થિતિમાં અમારે જવાબ આપવો પડશે. જો પાકિસ્તાન શાંતિ ઈચ્છે છે તો તે પહેલ કરે અને તેના માટે પહેલું પગલું છે ઘૂસણખોરી રોકવી.

   - અમે ઓપરેશન એટલા માટે ટાળ્યા હતા કારણ કે લોકોને શાંતિનો માહોલ મળે અને મને વિશ્વાસ છે કે તેઓ ખુશ હશે. જો સ્થિતિ એવી જ રહેશે તો અમે આગળ પણ ઓપરેશન્સને રોકવા વિશે વિચાર કરીશું, પરંતુ જ્યાં સુધી આતંકી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે..અમે એવું નહીં કરી શકીએ.

  • પાકિસ્તાન તરફથી થઇ રહેલા સીઝફાયર દરમિયાન આર્મી ચીફ ઘાટીની પરિસ્થિતિનો તાગ લેવા ગયા છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પાકિસ્તાન તરફથી થઇ રહેલા સીઝફાયર દરમિયાન આર્મી ચીફ ઘાટીની પરિસ્થિતિનો તાગ લેવા ગયા છે. (ફાઇલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Army chief Bipin Rawat said if Major Gogoi is guilty then he will be punished
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `