ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» અરબાઝ ખાનને આઈપીએલ સટ્ટા મામલે સમન્સ| Arbaaz Khan summoned IPL betting scam international betting cricket

    IPL સટ્ટામાં સામે આવ્યું અરબાઝ ખાનનું નામ, પૂછપરછ માટે સમન્સ

    divyabhaskar.com | Last Modified - Jun 01, 2018, 05:37 PM IST

    પોલીસે અરબાઝ ખાનને પૂછપરછ માટે હાજર રહેવા જણાવ્યું છે
    • પોલીસને સોનૂ જાલાન (સફેદ શર્ટમાં જમણી બાજુ)ના મોબાઈલમાંથી અરબાઝ સાથેની તસવીર મળી છે.
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      પોલીસને સોનૂ જાલાન (સફેદ શર્ટમાં જમણી બાજુ)ના મોબાઈલમાંથી અરબાઝ સાથેની તસવીર મળી છે.

      મુંબઈ: થાણે પોલીસે તાજેતરમાં જ એક આંતરરાષ્ટ્રીય સટ્ટાબાજીના કેસમાં બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાનને સમન્સ મોકલ્યું છે. અરબાઝ ખાન પર આઈપીએલમાં સટ્ટાબાજીનો આરોપ છે. પોલીસે અરબાઝ ખાનને પૂછપરછ માટે હાજર રહેવા જણાવ્યું છે. સમન્સ શુક્રવારે સવારે તેમના બાંદ્રાના ઘરે મોકલવામાં આવ્યો છે. તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, મુંબઈથી ચાલતા આઈપીએલ સટ્ટામાં તેઓ સંકળાયેલા છે.

      સટ્ટોડિયાઓની ડાયરીમાં પ્રખ્યાત લોકોના નામ

      - પોલીસના જણાવ્યા પ્રમાણે સટ્ટોડિયા સોનૂ જાલાન ઉર્ફે સોનૂમલાડના ઘરેથી એક ડાયરી મળી છે. તેમાં ઘણી બોલિવૂડ સેલિબ્રિટી, કોન્ટ્રાક્ટર અને બિલ્ડરના નામ મળી આવ્યા છે. તેમાં અંદાજે 100થી વધુ સટ્ટોડિયાઓના નંબર લખ્યા હતા.

      - પોલીસને સોનૂ ના મોબાઇલમાંથી અરબાઝ ખાન સાથેની તસવીરો પણ મળી છે.
      - એન્ટી એક્સટોર્શન ચીફ, ઇન્સપેક્ટર પ્રદીપ શર્માએ જણાવ્યું કે, અરબાઝ ખાન અને સોનૂજાલાનની વચ્ચે લિંક મળી છે. એટલા માટે તેમની સમન્સ મોકલવામાં આવ્યા છે.

      મેચ ફિક્સિંગ માટે દુબઈમાં કરાવી હતી મીટિંગ

      - ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોના જણાવયા પ્રમાણે સોનૂના વિદેશમાં પણ કોન્ટેક્ટ છે અને તે દુબઈમાં મેચ ફિક્સિંગ માટે પણ મીટિંગ કરાવી ચૂક્યો છે.

      - તેમાં ઘણાં પ્રખ્યાત લોકોના નામનું લિસ્ટ સામેલ છે.

      - જોકે આ મીટિંગ કઈ મેચની ફિક્સિંગ માટે કરવામાં આવી હતી તેની માહિતી શોધવામાં આવી રહી છે.

      પોલીસે અરબાઝને હાજર રહેવા કહ્યું

      - પોલીસના જણાવ્યા પ્રમાણે અરબાઝ ખાનનું હાજર રહેવું ખૂબ જરૂરી છે. પોલીસે તાજેતરમાં જ એક સટ્ટાબાજી રેકેટ પકડી પાડ્યુ છે. તેમાં 42 વર્ષના એક બુકી સોનૂજાલાનની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.

      - પોલીસને શંકા છે કે, અરબાઝ ખાને ભારતના મુખ્ય સટ્ટાખોરો સોનૂજાલાન ઉર્ફે સોનૂમાલદ દ્વારા ચલાવવામાં આવતા સટ્ટામાં કોઈ ખેલાડી ઉપર સટ્ટો રમ્યો હતો. 15મેના રોજ ડોંબિવલીથી ચાલતા એક સટ્ટાબાજીના રેકેટમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. સોનૂ જલાન તે સટ્ટાબાજીનો રિંગલીડર હતો.

      2012માં પણ સોનૂ ની થઈ હતી ધરપકડ

      - આ પહેલાં સોનૂ જાલાનની આઈપીએલ મેચમાં સટ્ટાબાજી માટે મુંબઈ પોલીસે 2012માં ધરપકડ કરી હતી.

      - ત્યારે પૂછપરછ દરમિયાન મુંબઈ ક્રાઈમબ્રાન્ચના અધિકારીઓ તેમને કહ્યું કે, મેચને ફિક્સ કરવા માટે શ્રીલંકાના ખેલાડીઓને રૂ. 10 કરોડ આપવામાં આવ્યા હતા.

    • પોલીસે અરબાઝને પૂછપરછમાં હાજર રહેવા કહ્યું (ફાઇલ)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      પોલીસે અરબાઝને પૂછપરછમાં હાજર રહેવા કહ્યું (ફાઇલ)

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: અરબાઝ ખાનને આઈપીએલ સટ્ટા મામલે સમન્સ| Arbaaz Khan summoned IPL betting scam international betting cricket
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `