ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Apapapuri is now Pavapuri, where Mahavira gave the first and the last sermon

  અપાપાપુરી હવે પાવાપુરી, જ્યાં મહાવીરે પ્રથમ અને અંતિમ ઉપદેશ આપ્યો હતો

  Atul Upadhyay, Pavapuri | Last Modified - Mar 29, 2018, 02:47 AM IST

  સૌની આસ્થાનું કેન્દ્ર છે મહાવીર પરંતુ પ્રવાસન સ્થળની પાયાની સુવિધાઓ નથી, દિવસભર શ્રદ્ધાળુઓનો જમાવડો રહે છે
  • અપાપાપુરી હવે પાવાપુરી, જ્યાં મહાવીરે પ્રથમ અને અંતિમ ઉપદેશ આપ્યો હતો
   અપાપાપુરી હવે પાવાપુરી, જ્યાં મહાવીરે પ્રથમ અને અંતિમ ઉપદેશ આપ્યો હતો

   પાવાપુરી: 527 ઇસવીસન પૂર્વેનું અપાપાપુરી હવે પાવાપુરી છે. ભગવાન મહાવીરના નિર્વાણની ધરતી. અપાપાપુરીનો અર્થ છે પાપોથી મુક્ત ધરતી. બિહારના નાલંદામાં વસેલા પાવાપુરીની આ તે માટી છે જ્યાંથી ભગવાન મહાવીરે વિશ્વને અહિંસાનો સંદેશ આપ્યો હતો. જ્ઞાનપ્રાપ્તિ બાદ મહાવીરે પોતાનો પહેલો અને અંતિમ ઉપદેશ અહીં જ આપ્યો હતો. જલમંદિર તે સ્થળ છે, જ્યાં ભગવાન મહાવીરના અંતિમ સંસ્કાર કરાયા હતા.

   ઘરમાં કોઈ પણ સારું કાર્ય કરતા પહેલાં અહીં પૂજા કરવા માટે આવે છે

   શ્રદ્ધાભાવથી લોકો અહીંની માટી મુઠ્ઠીમાં લઇ જવા લાગ્યા હતા અને જોતજોતામાં જ અહીં લગભગ 58 એકરમાં ફેલાયેલું ત‌ળાવ બની ગયું હતું. અહીં હોસ્પિટલ અને સ્કૂલને કારણે જમીનના ભાવો આકાશે આંબી ગયા છે. પાવાપુરીમાં પાયાની સુવિધઆઓનો પણ અભાવ છે. અહીં ભગવાન મહાવીરની ચરણપાદુકાઓ છે. નિર્વાણ સ્થળની જ અસર છે કે તળાવમાં મરનારા સાપ,કાચબાના સફેદ કપડામાં લપેટીને અંતિમ સંસ્કાર કરાય છે.

   જલમંદિરનું નિર્માણ એ પથ્થરોથી થયું જેનાથી તાજમહલનું થયું


   જલમંદિરનું નિર્માણ એ જ મકરાણાના પથ્થરોથી કરાયું છે જેનાથી મોગલ બાદશાહ શાહજહાંએ આગ્રામાં તાજમહલ બંધાવ્યો હતો. પૂજારી ઉમાકાંત ઉપાધ્યાય કહે છે કે લગભગ 90 વર્ષ અગાઉ કોલકાતાના પૂનમચંદ્ર સેઠિયાએ સવા લાખ રૂપિયાના ખર્ચે જલમંદિરનું મકરાણા પથ્થરથી નિર્માણ કરાવ્યું હતું. આ મંદિરના દરવાજા ચાંદીના બનેલા છે જેને દિવાળીમાં લગાવાય છે. જોકે મંદિરનો પાયો મહાવીરના ભાઈ રાજા નંદીવર્ધને નાખ્યો હતો.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Apapapuri is now Pavapuri, where Mahavira gave the first and the last sermon
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top