ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Anuj Rawat of New Delhi captain of Under 19 cricket team of India for 4 matches in Srilanka

  વિરાટના કોચ પાસે આ ખેલાડીએ લીધી છે ટ્રેનિંગ, હવે બન્યો અંડર-19 ટીમનો કેપ્ટન

  divyabhaskar.com | Last Modified - Jun 11, 2018, 12:25 PM IST

  નવી દિલ્હીના અનુજ રાવતને શ્રીલંકામાં 4 દિવસીય મેચ માટે ઇન્ડિન ટીમ (અંડર-19)ના કેપ્ટન બનાવવામાં આવ્યો છે
  • અનુજ રાવત
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   અનુજ રાવત

   નવી દિલ્હી: શ્રીલંકામાં 4 દિવસીય મેચ માટે ઇન્ડિન ટીમ (અંડર-19)ના કેપ્ટન બનાવવામાં આવેલા દિલ્હીના વિકેટકીપર અને બેટ્સમેન અનુજ રાવતની ટેલેન્ટ તેના પિતા વીરેન્દ્ર પાલ સિંહે પહેલા જ ઓળખી લીધી હતી. કદાચ એટલે જ 12 વર્ષની ઉંમરમાં તેને ક્રિકેટ માટે ઉત્તરાખંડથી દિલ્હી મોકલી દીધો. અનુજ ત્યારથી ઇન્ડિયન ટીમના કેપ્ટન વિરાટ કોહલીના કોચ રાજકુમાર શર્મા પાસે ટ્રેનિંગ લઇ રહ્યો છે. શ્રીલંકાની ટુર પર સચિન તેંડુલકરનો દીકરો અર્જુન પણ ટીમનો હિસ્સો છે.

   6 વર્ષની ઉંમરે પપ્પા લઇ ગયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ

   - અનુજે કહ્યું, "પપ્પાએ મને ક્રિકેટ માટે હંમેશાં સપોર્ટ કર્યો. પહેલીવાર પપ્પાએ મને રામનગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ક્રિકેટ કોચ સતીશ પોખરિયાલ પાસે લઇને ગયા હતા. પોખરિયાલ સરે મને દિલ્હીમાં રાજકુમાર શર્મા પાસે મોકલી દીધો."

   - અનુજના પિતા વીરેન્દ્રપાલ સિંહે જણાવ્યું કે તે ગલી-મહોલ્લામાં દિવસભર ક્રિકેટ રમતો હતો. ઉત્તરાખંડમાં સારી સુવિધાઓ ન હોવાને કારણે સ્કોપ બહુ વધારે ન હતો, પરંતુ વીરેન્દ્ર ઇચ્છતો હતો કે દીકરો દેશ માટે રમે.
   - વીરેન્દ્ર 6 વર્ષની ઉંમરમાં અનુજને રામનગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ લઇને ગયો જ્યાં તેણે કોચ સતીશ પોખરિયાલની દેખરેખમાં પ્રેક્ટિસ શરૂ કરી. થોડાંક વર્ષો પછી કોચે સૂચન આપ્યું કે જો ક્રિકેટમાં કરિયર બનાવવું હોય તો અનુજને દિલ્હી મોકલવો જ યોગ્ય રહેશે.
   - ત્યારબાદ તેમણે અનુજનું એડમિશન બાળભવન સ્કૂલ, દ્વારકામાં કરાવ્યું. સાથે જ વેસ્ટ દિલ્હી એકેડેમીમાં પણ એડમિશન અપાવ્યું. થોડાંક વર્ષ અનુજ પોતાના મામાના ઘરે રહ્યો. ત્યારબાદ તે ભાડા પર રૂમ લઇને રહેવા લાગ્યો.

   નોર્થ ઝોનની કમાન સંભાળી ચૂક્યાં છે અનુજ

   - અનુજ રાવતના નેતૃત્વમાં ગયા વર્ષે નોર્થ ઝોનની ટીમ વિજેતા બની હતી. અનુજે જણાવ્યું કે તે નોર્થ ઝોનની કમાન સંભાળી ચૂક્યો છે. આ અનુભવ તેને શ્રીલંકા ટૂરમાં કામ આવશે. તેમની કોશિશ એ રહેશે કે તે પોતાના નેતૃત્વમાં શ્રીલંકા ટૂરમાં ટીમ ઇન્ડિયાને વિજેતા બનાવે અને પોતાના બેટથી ટીમને જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવે.

   કેપ્ટન કૂલને કરે છે ફોલો

   - અનુજ અંડર-19 એશિયા કપમાં પણ દેશનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. તે સ્વામી શ્રદ્ધાનંદ કોલેજમાં બીએ ફર્સ્ટ યરના સ્ટુડન્ટ છે.

   - અનુજને આ ટુર્નામેન્ટમાં મેન ઑફ ધ સીરીઝનો ખિતાબ મળ્યો હતો. અનુજ જણાવે છે કે તે કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોનીના વિકેટકીપીંગ અને બેટિંગની અદાને પસંદ કરે છે.
   - તે પણ મહેન્દ્ર સિંહ ધોનીની જેમ ઇન્ડિયા માટે વિકેટકીપીંગ અને બેટિંગ બંનેમાં યોગદાન આપવા માંગે છે.

   આ પણ વાંચો:

   ડાન્સથી સોશિયલ મીડિયામાં છવાયેલા સંજીવ હવે સ્વચ્છતા માટેના બ્રાન્ડ એમ્બેસેડર

  • પોતાના પરિવાર સાથે અનુજ રાવત
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પોતાના પરિવાર સાથે અનુજ રાવત

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Anuj Rawat of New Delhi captain of Under 19 cricket team of India for 4 matches in Srilanka
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `