Home » National News » Desh » Anu from Sonipat Haryana secured 2nd rank in UPSC exams

નોકરી છોડી; દીકરાને પણ રાખ્યો દૂર, સોનીપતની અનુએ UPSCમાં મેળવ્યો 2nd રેન્ક

Divyabhaskar.com | Updated - Apr 28, 2018, 11:01 AM

યુનિયન પબ્લિક સર્વિસ કમિશને (યુપીએસસી) સિવિલ સર્વિસિઝ એક્ઝામ 2017નું ફાઇનલ પરિણામ જાહેર કર્યું છે

  • Anu from Sonipat Haryana secured 2nd rank in UPSC exams
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    UPSCમાં બીજો રેન્ક હાંસલ કર્યા પછી પોતાના પરિવાર સાથે અનુકુમારી.

    નવી દિલ્હી: યુનિયન પબ્લિક સર્વિસ કમિશને (યુપીએસસી) સિવિલ સર્વિસિઝ એક્ઝામ 2017નું ફાઇનલ પરિણામ જાહેર કર્યું છે, જેમાં બીજા સ્થાન પર હરિયાણાની અનુકુમારીએ કબ્જો કર્યો છે. અનુને આ સ્થાન હાંસલ કરવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. અનુ પરિણીત છે અને તેમને એક ચાર વર્ષનો દીકરો પણ છે. જૂન મહિનામાં લેવામાં આવેલી આ પરીક્ષામાં હૈદરાબાદના અનુદીપ દુરીશેટ્ટીએ પહેલું સ્થાન હાંસલ કરીને ટોપ કર્યું છે.

    ભણવા માટે દીકરાને પણ પોતાનાથી રાખ્યો દૂર

    - રિપોર્ટ્સ પ્રમાણે તેમણે ભણવામાં ધ્યાન આપવા માટે દીકરાને પણ પોતાનાથી દૂર રાખ્યો હતો, જે તેમના માટે સાચે જ બહુ મુશ્કેલ રહ્યું હશે.

    - અનુએ દિલ્હી યુનિવર્સિટીની હિંદુ કોલેજમાંથી ફિઝિક્સ ઓનર્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે અને આઇએમટી નાગપુરથી એમબીએ કર્યું છે.
    - આ અનુનો બીજો પ્રયત્ન હતો, જેમાં તેમણે પોતાનું સપનું પૂરું કર્યું. સિવિલ સર્વિસિઝને તૈયાર કરતા પહેલા અનુ નવ વર્ષથી એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરી રહી હતી.


    નોકરી છોડી સમાજ માટે કંઇક કરવાનો વિચાર આવ્યો

    - અનુ જણાવે છે કે, તેમની નોકરી સારી હતી, પરંતુ તેમાં કોઇ સંતુષ્ટિ ન હતી. એ નોકરી એકદમ મિકેનિકલ બની ગઇ હતી, જેને તે વધુ સમય સુધી સહન કરી શકે તેમ ન હતી.

    - ત્યારબાદ તેમણે તે જોબ છોડવાનો નિર્ણય કર્યો અને કંઇક એવું કરવાનો વિચાર કર્યો કે જેનાથી તેઓ સમાજ માટે કંઇક કરી શકે. તેમણે બે વર્ષ પહેલા પોતાની નોકરી છોડી દીધી અને સિવિલ સર્વિસિઝનું ભણવાનું શરૂ કરી દીધું.

    પહેલા પ્રયત્નમાં 1 માર્કથી ચૂકી ગઇ હતી

    - ઉલ્લેખનીય છે કે તેમણે 2016માં પહેલીવાર પરીક્ષા આપી હતી અને બે મહિનાની તૈયારી કરી, પરંતુ તેઓ એક માર્કથી પ્રી પરીક્ષા પાસ કરવાનું ચૂકી ગઇ.

    - જોકે અનુ આને જ પોતાનો પહેલો પ્રયત્ન માને છે, કારણકે તેમણે આ પ્રયત્નમાં ખૂબ સારી મહેનત અને તૈયારી કરી હતી. પરીક્ષામાં કુલ 990 ઉમેદવાર સામેલ થયા હતા, જેમાં 750 પુરુષ અને 240 મહિલાઓ હતી.

    દર વર્ષે થતી આ પરીક્ષામાં 1 લાખથી વધુ ઉમેદવારો બેસે છે

    - 28 ઓક્ટોબરથી 3 નવેમ્બર, 2017 દરમિયાન યુપીએસસીએ સિવિલ સર્વિસની ફાઇનલ પરીક્ષાઓ લીધી હતી. આ પરીક્ષા દ્વારા ભારતીય પોલીસ સેવા, ભારતીય વિદેશ સેવા અને અન્ય કેન્દ્રીય સેવાઓ (ગ્રુપ એ અને ગ્રુપ બી) માટે સિલેક્શન કરવામાં આવે છે.

    - ફેબ્રુઆરી 2018માં ઉમેદવારોનો પર્સનાલિટી ટેસ્ટ થયો હતો. દર વર્ષે આયોજિત થતી આ પરીક્ષામાં 11 લાખથી વધુ ઉમેદવારો બેસે છે.

  • Anu from Sonipat Haryana secured 2nd rank in UPSC exams
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    પોતાના દીકરા સાથે અનુકુમારી.
  • Anu from Sonipat Haryana secured 2nd rank in UPSC exams
    અનુકુમારી
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending