Divya Bhaskar

Home » National News » Latest News » National » Anti corruption bureau arrested Son of Kejriwals brother in law in PWD Scam

કેજરીવાલને ઝટકો, PWD સ્કેમમાં એસીબીએ સાઢુના દીકરાને કર્યો અરેસ્ટ

Divyabhaskar.com | Updated - May 10, 2018, 12:05 PM

PWD સ્કેમમાં કેજરીવાલના સાઢુના દીકરા વિનય બંસલની થઇ ધરપકડ

  • Anti corruption bureau arrested Son of Kejriwals brother in law in PWD Scam
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    કેજરીવાલના સાઢુના દીકરા વિનય બંસલની ધરપકડ. (ફાઇલ)

    નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના પ્રમુખ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ગુરૂવારે એક મોટો ઝાટકો લાગ્યો. દિલ્હીના એન્ટિ કરપ્શન બ્યુરો (એસીબી)એ PWD સ્કેમમાં કેજરીવાલના સાઢુના દીકરા વિનય બંસલની ધરપકડ કરી લીધી. ન્યુઝ એજન્સી ANIના જણાવ્યા પ્રમાણે, એસીબીએ આ ધરપકડ ગુરૂવારે સવારે કરી.

    ગયા વર્ષે ACBએ નોંધી હતી 3 FIR

    - એસીબીએ ગયા વર્ષે જૂન મહિનામાં લોકનિર્માણ વિભાગ (PWD)માં કૌભાંડને લઇને ત્રણ એફઆઇઆર નોંધી હતી. તેમાંથી એક એફઆઇઆરમાં કેજરીવાલના સાઢુ સુરેન્દ્ર બંસલની કંપની રેણુ કન્સ્ટ્રક્શનનું પણ નામ છે. સુરેન્દ્ર બંસલ પર PWDમાં બનાવટના આરોપ લાગ્યા હતા, પરંતુ ગયા વર્ષે જ તેમનું મોત થઇ ગયું હતું.

    - ઉલ્લેખનીય છે કે આ કથિત કૌભાંડમાં આરોપ છે કે કેજરીવાલના સાઢુની કંપનીએ સડક અને ગટરના કરારોમાં અનિયમિતતાઓ કરી. કંપનીએ નકલી બિલ બનાવીને સરકારને 10 કરોડનો ચૂનો લગાવ્યો.
    - આ મામલે 24 મેના રોજ એસીબીએ સુરેન્દ્ર બંસલના ઘરે દરોડા પાડ્યા હતા. એસીબીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ દરોડાઓ બંસલના રહેઠાણ ઉપરાંત એજન્સીના તપાસ ક્ષેત્રમાં આવેલા પ્રમોટરોની બે અન્ય ઓફિસો પર પણ પાડવામાં આવ્યા. દરોડાઓ દરમિયાન તપાસકર્તાઓએ ઘણા દસ્તાવેજો જપ્ત કર્યા હતા.
    - એસીબીએ દિલ્હીની કોર્ટને ત્યારે પણ જણાવ્યું હતું કે તેમણે સીએમ અરવિંદ કેજરીવાલ તથા અન્યો વિરુદ્ધ પીડબલ્યુડી કૌભાંડ મામલે થયેલી ફરિયાદના આધારે ત્રણ એફઆઇઆર નોંધી છે.

  • Anti corruption bureau arrested Son of Kejriwals brother in law in PWD Scam
    એસીબીએ દિલ્હીની કોર્ટને ત્યારે પણ જણાવ્યું હતું કે તેમણે સીએમ અરવિંદ કેજરીવાલ તથા અન્યો વિરુદ્ધ પીડબલ્યુડી કૌભાંડ મામલે થયેલી ફરિયાદના આધારે ત્રણ એફઆઇઆર નોંધી છે. (ફાઇલ)
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending