• Home
  • National News
  • Desh
  • બિહારથી વધુ એક ગંદો VIDEO VIRAL થયો| Another Video Viral Of Tampering With Love Couple From Bihar

બિહારથી વધુ એક ગંદો VIDEO VIRAL થયો, પ્રેમી કપલની 5-6 છોકરાઓએ કરી છેડતી

વાયરલ વીડિયો વિશે કહેવામાં આવી રહ્યું છે કે, આ કૈમુર જિલ્લાના ભગવાનપુરના મસહી ગામની આસપાસનો છે

divyabhaskar.com | Updated - Jun 04, 2018, 07:00 AM
બિહારથી વધુ એક ગંદો VIDEO VIRAL થયો| Another Video Viral Of Tampering With Love Couple From Bihar

બિહારથી છેડતીનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં 5-6 છોકરાઓ પ્રેમી કપલની છેડતી કરી રહ્યા છે. વીડિયો કૈમુર જિલ્લાના મસહી ગામની આસપાસનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસે અલગથી ટીમ બનાવી તપાસ શરૂ કરી

પટના: બિહારથી છેડતીનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં 5-6 છોકરાઓ પ્રેમી કપલની છેડતી કરી રહ્યા છે. વીડિયો કૈમુર જિલ્લાના મસહી ગામની આસપાસનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ભભુઆના DSP અજય પ્રસાદે આ માટે એક તપાસ ટીમનું આયોજન પણ કર્યું છે. જોકે વીડિયો ક્યારનો છે તે વિશે હજુ કોઈ ખુલાસો થયો નથી.

છેડતી કરનાર લોકો ભોજપુરીમાં વાતો કરી રહ્યા છે


- છેડતીના આ વીડિયો વિશે કહેવામાં આવી રહ્યું છે કે, તે કૈમુર જિલ્લાના ભગવાનપુરના મસહી ગામની આસપાસનો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, 5-6 છોકરાઓ પ્રેમી કપલને રોકીને તેમની સાથે મારપીટ કરી રહ્યા છે. ત્યારપછી તેઓ છોકરી સાથે છેડતી કરતા પણ જોવા મળી રહ્યા છે.
- છોકરી કરગરતી કહી રહી છે કે, 'નહીં ભૈયા...નહીં ભૈયા' કહીને છોડવા માટે કરગરી રહી છે.
- ઘટના ક્યારની છે તે વિશે પોલીસે હજુ કોઈ ખુલાસો કર્યો નથી. જોકે ભભુઆના DSP અજય પ્રસાદે વીડિયો જોયા પછી આરોપીઓની ધરપકડ કરવામાટે એક ટીમ પણ બનાવી છે.
-વીડિયો જોયા પછી પોલીસ અંદાજ લગાવી રહી છે કે, પ્રેમી કપલ મુંડેશ્વરી મંદિરથી પરત આવી રહ્યા હતા. રસ્તામાં સુનસાન જગ્યા પર આ હરકત થઈ હોવાનું જાણવા મળ્યું છે.
- ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલાં વજીરગંજમાં આવેલા તરવા ગામની એક યુવતી સાથે છેડતીનો વીડિયો સામે આવ્યા પછી 6 લોકો સામે ફરિયાદ નોંધીને તેમની ધરપકડ કરવામાં આવી છે. આ પહેલાં જહાનાબાદનો પણ એક વીડિયો વાયરલ થયો હતો.

X
બિહારથી વધુ એક ગંદો VIDEO VIRAL થયો| Another Video Viral Of Tampering With Love Couple From Bihar
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App